(૭૨) ઘટાડવાની રીત
બાદશાહ ઘણીવાર દરબારમાં
વિચિત્ર પ્રશ્ન પૂછતો. દરબારીઓ એનો જે જવાબ આપે એનાથી બીરબલ સાવ ઊંધો જ જવાબ આપતો.
એક વખત બાદશાહે નક્કી
કર્યું કે કોઈ એવો સવાલ પૂછવો જેનો જવાબ બીરબલને પણ એજ આપવો પડે, જે દરબારીઓ આપે.
વિચાર કરતા કરતા બાદશાહને
બે એવા સવાલ સુઝયા જેનો બીજો કોઈ જવાબ જ ન હતો.
બાદશાહ તો ગયા દરબારમાં
જઈને કહ્યું - “આજે હું બે પ્રશ્ન પૂછું છું.પહેલો પ્રશ્ન છે બારમાંથી ચાર જાય તો
કેટલા બાકી રહે?”
આઠ...” બધા દરબારીઓએ એકી
અવાજે જવાબ આપ્યો. એટલે બાદશાહે બીરબલ સામે જોઈ વિજય ભર્યું સ્મિત કરતા કહ્યું
“બીરબલ, રોજ તો તું
દરબારીઓ કરતા ઊંધો જવાબ આપે છે પણ તારી પાસે બીજો કોઈ જવાબ છે.?”
નામદાર….' બીરબલ
બોલ્યો - “હું તો એમ કહું છું કે બારમાંથી ચાર જાય તો બાકી કાંઈ જ ન રહે.”
આ જવાબથી દરબારીઓ ખડખડ
હસવા લાગ્યા બાદશાહને પણ નવાઈ લાગી તો પણ એમણે પૂછ્યું - કેવી રીતે?
જુઓ નામદાર.' બીરબલ
બોલ્યો - “વર્ષ ના મહીના બાર. એમાંથી વરસાદના ચાર
મહીના કાઢી નાખો. તો બાકી કાંઈ ન રહે.”
આ જવાબથી બાદશાહ મનમાં તો
ઘણો ખુશ થયો અને દરબારીઓના માં પડી ગયેલા જોઈ એને મનોમન ઘણું હસવું પણ આવ્યું.
પરંતુ તો પણ એ અતિ ગંભીર અવાજે બોલ્યો - હવે બીજો સવાલ પૂછું છું. એકમાં એક નાખીએ
તો કેટલા થાય?”
બે....” બધા દરબારીઓ
બોલી ઉઠયા. એટલે બાદશાહે બીરબલ સામે જોયું તો બીરબલ બોલ્યો -
‘બાદશાહ સલામત, એકમાં એક
નાખીએ તો એક જ થાય....'
સાબીત કરી દેખાડ....”
બાદસાહ બોલ્યો.
જુઓ જહાંપનાહ, ધુળનો એક
ઢગલો હોય અને હું એમાં ઘુળનો બીજો ઢગલો નાંખુ તો કાંઈ બે ન થાય, ઢગલો તો એક જ
રહે....”
આ જવાબ સાંભળી ને બાદશાહ
પોતાનું હસવું દાબી ન શક્યો અને ખડખડાટ હસી પડયો.
read (૭૧) સોબતની અસર
0 ટિપ્પણીઓ
Please do not share links in comment