(૯૧) અજબ સવાલ
એક દિવસ અકબર બાદશાહે
દરબારમાં વહેલો આવી ગયો. જેમ જેમ અમીર ઉમરાવો આવતા ગયા તેમ તેમ પૂછતો ગયો કે દાંત
કોના મોટા? સર્વથી સરસ પુત્ર કોનો?
બધા એ પોત પોતાની બુદ્ધિ
પ્રમાણે જવાબ આપ્યા પણ બાદશાહને જરા પણ સંતોષ ન થયો. એટલે મોટેથી કહ્યું--“મારા
દરબારમાં મારા ફક્ત બે સવાલનો જવાબ આપી શકે એવો એક પણ ચતુર નર નથી, એ જોઇ મને મહા
ખેદ થાય છે. જો બીરબલ જેવો બુદ્ધિવાન અને તાનસેન જેવો ગયો મારા દરબારમાં નહોત તો
મારા દિલ ન્યાયની કીર્તિ જગતમાં કદી પ્રસરત નહીં.”
બાદશાહ ખેદથી આ પ્રમાણે
કહી રહ્યા છે ત્યાં જ બીરબલ આવી પહોંચ્યો. એટલે બાદશાહે એને બન્ને સવાલ પૂછયાં તો
બીરબલ તત્કાળ બોલ્યો
“નામદાર, દંતાળી (ખેતીમાં
વપરાતુ એક સાધન) નો દાંત સૌથી મોટો છે. જેનાથી અનાજ સારું પાકે છે અને સારામાં
સારો પુત્ર ગાયનો, જે ખેતર ખેડીને આખા જગતને પોષે છે.
આ જવાબથી બાદશાહ અતિ ખુશ
થયો અને બીરબલના વખાણ કરવા લાગ્યો. ધન્ય છે બીરબલની બુદ્ધિને !
read (૯૦) શબ્દનો અર્થ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment