પુનઃ ઉત્તરભારતમાં
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
સ્વામીજીને હવાફેરની અત્યંત જરૂર હોવાથી ડૉકટરોએ તથા ગુરુભાઈઓએ એમને અલમોડાના આરોગ્યપ્રદ વાતાવરણમાં જવાનો આગ્રહ કર્યો. આખરે ૧૮૯૭ના મે માસની ૬ઠ્ઠી તારીખે કેટલાક ગુરુભાઈઓ તથા શિષ્યોની સાથે સ્વામીજી અલમોડા જવા રવાના થયા. અલમોડામાં નિવાસથી સ્વામીજીની તબિયતમાં થોડોક સુધારો આવ્યો અને જોતજોતામાં અલમોડામાં અઢી માસ વીતી ગયા.
અલમોડામાં રોજ જ્ઞાનવાર્તા
ચાલતી. સ્વામીજી સવાર-સાંજ પહાડોમાં ફરવા જતા. અલમોડામાં સ્વામીજીએ ત્રણ
વ્યાખ્યાનો આપ્યા. આ વ્યાખ્યાનો ‘કોલંબોથી અલમોરા સુધીના પ્રવચનો’ તરીકે પ્રકાશિત
થયા છે. આ પ્રવચનોમાં આધ્યાત્મિક વિચારધારાની સાથે ભારોભાર રાષ્ટ્રવાદ હોવાનું
માનવામાં આવે છે. તેમનાં વક્તવ્યોની ઊંડી અસર ભારતીય નેતાઓ પર થતી હતી, જેમાં
મહાત્મા ગાંધી, બિપિનચંદ્રપાલ, જવાહરલાલ નહેરું, સુભાષચંદ્ર બોઝ અને બાલગંગાધર
તિલકનો પણ સમાવેશ થાય છે.
અલમોડાથી સ્વામીજી પંજાબ પ્રાંતમાં આવ્યા. પંજાબમાં તેઓ અમૃતસર આવ્યા. ત્યાંથી તેઓ અંબાલા થઈને રાવલપિંડી પહોંચ્યા. રાવલપિંડી ખાતે તેમણે આર્યસમાજવાદીઓ અને મુસ્લિમો વચ્ચેનું વૈમનસ્ય મૂળમાંથી દૂર કરવાની પદ્ધતિ સૂચવી. રાવલપિંડીથી સિયાલકોટ થઈને સ્વામીજી લાહોર પહોંચ્યા. લાહોરમાં સનાતન ધર્મ સમાજે એમનું સ્વાગત કર્યુ. લાહોરમાં સ્વામીજીએ દસ દિવસ રોકાણ કર્યુ અને એ દરમિયાન તેમણે કેટલાંક યાદગાર પ્રવચનો આપ્યાં.
લાહોરમાં જ એમને એક
અસાધારણ વ્યક્તિની મુલાકાત થઈ. એ મહાન વ્યક્તિ એટલે પ્રખ્યાત ગણિતશાસ્ત્રી
પ્રૉફેસર તીર્થરામ ગોસ્વામી અને ભવિષ્યના સ્વામી રામતીર્થ. એમના ઉપર સ્વામીજીના
વ્યક્તિત્વનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. લાહોરથી સ્વામીજી દેહરાદૂન પહોંચ્યા.
દેહરાદૂનમાં તેમણે દસ દિવસ શાંતિથી ગાળ્યા. આ દરમિયાન તેઓ પોતાના શિષ્ય સમુદાયને
બ્રહ્મસૂત્રો ઉપરનું રામાનુજનું ભાષ્ય સમજાવતા.
Read બંગાળમાં પુનરાગમન
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment