બંગાળમાં પુનરાગમન
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
૧ મે, ૧૮૯૭ ના રોજ કલક્તા ખાતે વિવેકાનંદે ‘‘રામકૃષ્ણ મઠ’’ અને ‘‘રામકૃષ્ણ મિશન’’ની સ્થાપના કરી. તેના માધ્યમથી શૈક્ષણિક, સાંસ્કૃત્તિક, તબીબી અને રાહત કાર્યો દ્વારા જનસમૂહને મદદ કરવાની સંગઠિત સામાજિક-ધાર્મિક અભિયાનની શરૂઆત કરી. રામકૃષ્ણ મિશનના આદર્શો કર્મયોગ આધારિત છે.
તેમના દ્વારા બે મઠની સ્થાપના થઈ. એક કલકત્તા પાસે બેલુર ખાતે કે જે રામકૃષ્ણ મઠનું વડું મથક બન્યો અને અદ્વૈત આશ્રમ તરીકે ઓળખાતો બીજો મહિમાલય ૫૨ માયાવતી ખાતે અલમોરા પાસે અને બાદમાં ત્રીજો મઠ મદ્રાસ ખાતે સ્થપાયો. બે સામયિકો શરૂ કરવામાં આવ્યા. ‘પ્રબુદ્ધ ભારત’ અંગ્રેજીમાં અને ‘ઉદ્બોધન’ બંગાળીમાં. આ જ વર્ષે દુકાળ રાહત કાર્ય સ્વામી અખંડાનંદ દ્વારા મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ કરાયું.
વિવેકાનંદે સર જમશેદજી તાતાને સંશોધન અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાની પ્રેરણા આપી. વિલાયતમાં હતા ત્યારે સ્વામીને તાતાએ મોકલેલો પત્ર મળ્યો હતો. જેમાં તેમણે તાતાએ સ્થાપેલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સ (Research Institute of Science) નું નેતૃત્વ સંભાળવા વિનંતી કરી હતી. પરંતુ ધાર્મિક હિતો સાથે અનુકૂળ નહિ હોવાનું જણાવી સ્વામી વિવેકાનંદે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.
આ અરસામાં સ્વામીજીનું સ્વાસ્થ્ય કથળ્યું અને સ્વામીજીને ડૉકટરે અને ગુરુભાઈઓએ હવાફેર કરી આવવા જણાવ્યું.
Read ભારતમાં પુનરાગમન
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment