ભારતમાં પુનરાગમન
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
વિવેકાનંદ ૧૫ જાન્યુઆરી, ૧૮૯૭ ના રોજ
કોલંબો આવ્યા અને તેમનું ભવ્ય સ્વાગત થયું. અહીંયા તેમણે જાહેર વક્તવ્ય આપ્યું.
ત્યાંથી કલકત્તા સુધીનો તેમનો પ્રવાસ એક વિજયી કૂચ હતી. તેમણે કોલંબોથી
કેન્ડી,સિલોન, પામબણ, રામેશ્વરમ, રામનાદ, મદુરાઈ, કુમ્બાકોણમ અને મદ્રાસની મુસાફરી
કરી અને પ્રવચનો આપ્યા. લોકોએ અને રાજાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યુ.
પામબણ ખાતેના સમારંભમાં રામનાદના રાજા જાતે
સ્વામીનો સામાન ઊંચકીને લઈ ગયા હતા. મદ્રાસના રસ્તામાં અનેક સ્થળોએ એવું બન્યું
હતુ કે ટ્રેન ના ઊભી રહેતી હોય તેવા સ્થળોએ લોકો ટ્રેનની આડા આવી જતા હતા અને
સ્વામીને સાંભળ્યા પછી જ ટ્રેનને જવા દેતા હતા. મદ્રાસમાં સ્વામીજી નવ દિવસ
રોકાયા હતા. એ દરમિયાન તેમને અંગ્રેજી, સંસ્કૃત, તામિલ અને તેલુગુ ભાષાઓમાં કુલ
મળીને ચોવીસ જેટલાં માનપત્રો આપવામાં આવ્યાં.
Read અમેરિકા ઈંગ્લેન્ડમાં પ્રવાસ-પ્રવચનો
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment