અમેરિકા ઈંગ્લેન્ડમાં પ્રવાસ-પ્રવચનો...
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
સપ્ટેમ્બર ૧૮૯૩ માં શિકાગોના ધી આર્ટ
ઈન્સ્ટિટ્યુટ ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં, પછી પૂર્વીય અને મધ્ય યુનાઈટેડ
સ્ટેટસમાં વક્તવ્યો આપવામાં વિવેકાનંદે આખા બે વર્ષ જેટલો સમય લીધો, જેમાં તેઓ
મુખ્યત્વે શિકાગો, ડેટ્રૉઈટ, બોસ્ટન અને ન્યુયોર્કમાં દેખાતા. સતત બોલવાના કારણે
૧૮૯૫ ની વસંત સુધીમાં તેઓ થાકી ગયા અને તબિયત બગડવા માંડી. વક્તવ્ય પ્રવાસ રદ
કર્યા પછી સ્વામીએ વેદાંત અને યોગા પર મફતમાં ખાનગી વર્ગો શરૂ કર્યા. જૂન, ૧૮૯૫
માં બે મહિના માટે થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક ખાતેના ડઝન જેટલા અનુયાયીઓ માટે તેમણે
ખાનગી વ્યાખ્યાન રાખ્યા. અમેરિકાની પ્રથમ મુલાકાત દરમિયાનની સૌથી વધુ સુખદ પળ
તરીકે વિવેકાનંદે આ સમયને ઓળખાવ્યો. બાદમાં તેમણે ‘‘વેદાંત સોસાયટી ઓફ.
ન્યૂયોર્ક’’ (Vedanta Society of New York) ની સ્થાપના કરી.
અમેરિકાની પ્રથમ મુલાકાત દરમિયાન તેમણે
૧૮૯૫ અને ૧૮૯૬ માં બે વખત ઈંગ્લેન્ડની મુલાકાત લીધી. તેમનાં વ્યાખ્યાન ત્યાં સફળ
રહ્યાં. અહીંયા તેઓ આઈરિશ મહિલા કુ. માર્ગારેટ નોબલને મળ્યા, કે જે પાછળથી સિસ્ટર નિવેદિતા બન્યા. મેં ૧૮૯૬ માં
બીજી મુલાકાત દરમિયાન સ્વામી ઓકસફોર્ડ યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિના વિદ્વાન
તરીકે પ્રખ્યાત મેકસ મૂલરને મળ્યા કે જેમણે પશ્ચિમમાં રામકૃષ્ણની પ્રથમ જીવનકથા
લખી હતી. ઈંગ્લેન્ડમાંથી તેમણે અન્ય યુરોપીયન દેશોની પણ મુલાકાત લીધી. જર્મનીમાં
તેઓ ભારતીય સંસ્કૃતિના અન્ય પ્રખ્યાત વિદ્વાન પૌલ ડેઉસેનને મળ્યો.
તેમને બે શૈક્ષણિક પ્રસ્તાવ પણ મળ્યા.
હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે પૂર્વીય તત્ત્વજ્ઞાનના વડા અને કોલંબિયા યુનિવર્સિટી
ખાતે પણ આ જ પ્રકારનો હોદો. જો કે બંને પ્રસ્તાવનો તેમણે અસ્વીકાર કર્યો. કારણકે
સાધુ તો ચલતા ભલાના ન્યાયે તેઓ આ પ્રકારના કામ માટે કોઈ એક સ્થળે સ્થાયી થઈ શકે
તેમ નહોતા.
અનેક નિષ્ઠાવાન શિષ્યો તેમના તરફ
આકર્ષાિયા. તેમના અન્ય અનુયાયીઓમાં જોસેફાઈન મેકલીઓડ, ય મુલર, કુ. નોબલ, ઈ.ટી.
સ્ટર્ડી, કેપ્ટન અને શ્રીમતી સેવિઅર હતા કે જેમણે અદ્વૈત આશ્રમ સ્થાપવામાં મહત્વની
ભૂમિકા ભજવી હતી. જે.જે.ગુડવિને પણ તેમના સ્ટેનોગ્રાફર બની તેમના ઉપદેશો તથા
વક્તવ્યો નોંધ્યા હતા. હેલ પરિવાર અમેરિકામાં તેમના સૌથી ઉત્સાહી યજમાનોમાંનો એક
બન્યો.
સ્વામી વિવેકાનંદના વિચારોની અનેક
વિદ્વાનો અને પ્રખ્યાત વિચારકોએ પ્રશંસા કરી હતી - વિલિયમ જેમ્સ, જેસિઆહ રોયસ,
સી.સી.એવરેટ્ટ, હાર્વર્ડ સ્કૂલ ઓફ ડિવાઈનિટીના ડીન, રોબર્ટ જી. ઈંગરસોલ, નિકોલા
ટેસ્લા, લોર્ડ કેલ્વિન, અને પ્રૉફેસર હર્મન લુડવિગ ફર્નિનાન્ડ વોન હેલમ્ફોલ્ટઝ
તેમની ચર્ચાઓ દ્વારા આકર્ષાયેલા, અન્ય હસ્તીઓ હેરિએટ મોનરો અને એલ્લા વ્હીલર
વિલ્કોકસ હતી – બે જાણીતા અમેરિકન કવિઓ, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ
જેમ્સ, બુકલીન એથિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. લેવિસ જી. જેન્સ; ઓલે બુલના પત્ની સારા
સી. બુલ, નોર્વેઈયન વાયોલિન વાદક : સારાહ બેર્નહાડર્ટ, ફ્રેન્ચ અભિનેત્રી અને મેડમ
એમ્મા કેલ્વ, ફ્રેન્ચ ઓપેરા ગાયિકાનો સમાવેશ થાય છે.
પશ્ચિમમાંથી તેઓ પોતાનાં ભારતીય કાર્યોને
પણ ગતિમાં લાવ્યા. અનુયાયીઓ તથા સાધુ ભાઈઓને સલાહ આપવા અને નાણાં મોકલવા માટે
વિવેકાનંદે ભારતમાં પત્રોનો પ્રવાહ મોકલ્યો. આ દિવસોમાં પશ્ચિમમાંથી આવેલા તેમના
પત્રોએ સામાજિક સેવા માટેનો અભિયાનનો હેતુ સ્થાપિત કર્યો. ભારતમાં રહેલા પોતાના
શિષ્યોને કંઈક મોટું કરવા તેઓ સતત પ્રેરણા આપતા. તેઓને લખેલા પત્રોમાં તેમના
કેટલાક સૌથી વધારે આકરા શબ્દો પણ હતા. આવા એક પત્રમાં તેમણે સ્વામી અખંડાનંદને
લખ્યું હતું. ‘‘ખેતડી શહેરના ગરીબ અને નબળા વર્ગના લોકોના ઘરે-ઘરે ફરો અને તેમને
ધર્મ શીખવાડો. રજવાડી થાળીઓ આરોગવાથી અને નિષ્ક્રિય બેસી રહેવાથી કોઈ સારું કામ
નહિ થાય.’’
૧૬ ડિસેમ્બર, ૧૮૯૬ ના રોજ વિવેકાનંદ
ઈંગ્લેન્ડ છોડીને ભારત આવવા નીકળ્યા અને તેમની સાથે અનુયાયીઓમાં કેપ્ટન અને સેવિઅર
દંપતી અને જે.જે.ગુડવિન હતા. રસ્તામાં તેમણે ફ્રાંસ, ઈટાલીની મુલાકાત પણ લીધી. લીઓ
નાર્દો દા વિન્સીના ધી લાસ્ટ સપર જોયા અને ૩૦ ડિસેમ્બર, ૧૮૯૬ ના રોજ નેપલ્સના
બંદરેથી ભારત આવવા વહાણમાં બેઠા. પાછળથી કુ. મુલર અને સિસ્ટર નિવેદિતા તેમની પાછળ
ભારત આવ્યાં. સિસ્ટર નિવેદિતાએ ભારતીય મહિલાઓના શિક્ષણમાં અને ભારતના
સ્વાતંત્ર્યના સંઘર્ષમાં બાકીનું જીવન સમર્પિત કરી દીધું.
downlod pdf click here
Read વિશ્વ ધર્મપરિષદમાં પ્રભાવશાળી પ્રવચન
0 ટિપ્પણીઓ
Please do not share links in comment