header

સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, વિશ્વ ધર્મપરિષદમાં પ્રભાવશાળી પ્રવચન, Impressive lecture at the World Council

 

વિશ્વ ધર્મપરિષદમાં પ્રભાવશાળી પ્રવચન



   સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,

                ૧૧ સપ્ટેમ્બર ૧૮૮૩ ના રોજ શિકાગોની આર્ટ ઈન્સ્ટિટ્યુટના હોલ ઓફ કોલંબસમાં વિશ્વ ધર્મ પરિષદની શરૂઆત થઈ. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકું વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાતો કરી.


             શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતીને પ્રણામ કરીને પોતાનું વક્તવ્ય ‘‘અમેરિકાના ભાઈઓ અને બહેનો !’’ સાથે શરૂ કર્યુ. આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઊભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યું અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યું. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું. 

            

            સૌથી યુવાન રાષ્ટ્રોમાં એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યું, ‘‘વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદ્ભાવ શીખવ્યો છે અને તેમણે આ સંદર્ભે ભગવદ્ ગીતાના બે ફકરા ટાંકયા : જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે !


                 અને જે કોઈપણ મારી પાસે આવે છે. ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું ; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે; પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.’’ ટૂંકું વક્તવ્ય હોવા છતાં સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી. સંસદના પ્રમુખ ડૉ. બરોસે જણાવ્યુ : ‘‘તમામ ધર્મની માતા ભારતનું

 

                પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદ દ્વારા થયું હતું. ભગવા-સાધુ કે જેમણે તેમના શ્રોતાઓ પર સૌથી વધારે પ્રભાવ છોડ્યો હતો.’’ સમૂહ-માધ્યમોમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા અને સમૂહ માધ્યમોએ તેમને ‘ભારતના ઝંઝાવાતી સાધુ’’ તરીકે ઓળખાવ્યા.


             ન્યૂયોર્ક ક્રિટિકે લખ્યું, ‘‘તેઓ દૈવી અધિકારવાળા વક્તા છે અને પીળા તથા ભગવા પૃષ્ઠભૂમાં તેમનો મજબૂત તથા તેજસ્વી ચહેરો પેલા અમૂલ્ય શબ્દો તથા તેમણે આપેલા સમૃદ્ધ અને તાલબદ્ધ વક્તવ્ય કરતાં જરા પણ ઓછો નહોતો. 


                ન્યૂયોર્ક હેરાલ્ડે લખ્યું, ‘‘ધર્મ સંસદમાં વિવેકાનંદ નિઃશંકપણે સૌથી મહાન વ્યક્તિત્વ છે. તેમને સાંભળ્યા પછી આપણને લાગે છે કે તેમના સુસંસ્કૃત દેશમાં મિશનરીઓ મોકલવાની પ્રવૃત્તિ એ આપણી મૂર્ખામી છે.'' અમેરિકાના અખબારોએ સ્વામી વિવેકાનંદ વિશે નોંધ્યું કે... ‘તેઓ ધર્મ સંસદની સૌથી મહાન વ્યક્તિ હતા અને સંસદમાં સૌથી વધારે પ્રભાવ ધરાવનાર તથા સૌથી વધારે લોકપ્રિય પુરુષ હતા.’’ 


            હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મને લગતા વિષયો પર તેઓ સંસદમાં અનેકવાર બોલ્યા. ૨૭ સપ્ટેમ્બર, ૧૮૯૩ ના રોજ સંસદનું સમાપન થયું. સંસદમાં તેમના તમામ વક્તવ્યોનો વિષય એક જ હતો. વૈશ્વિકતા અને ધાર્મિક સંવેદનશીલતા પર ભાર.


read  સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,પશ્ચિમની પ્રથમ મુલાકાત



download pdf click here


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ