બેલુરમઠમાં પરત...
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
ઈ.સ. ૧૮૯૮ ના જાન્યુઆરીના મધ્ય ભાગમાં સ્વામીજી કલકત્તા આવી પહોંચ્યા. અહીં આવીને એમણે બ્રહ્મચારી શિષ્યોની તાલીમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. સાથે સાથે બીજા પણ અનેક કાર્યક્રમોમાં સ્વામીજી સહભાગી બનતા. એ અરસામાં સ્વામીજીએ પોતાના શિષ્યો સાથે શિવરાત્રી અને શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ જેવા તહેવારો નવીન પદ્ધતિથી ઉજવ્યા.
એમણે મોટી સંખ્યામાં જનોઈ મંગાવી
રાખ્યાં હતા અને શ્રી રામકૃષ્ણ જન્મોત્સવના દિવસે તેમણે શિષ્યો અને રામકૃષ્ણના
ભક્તોને જનોઈ વિતરણ કર્યું. મિસ માર્ગારેટ નોબેલે પણ આ જ અરસામાં સ્વામીજી પાસે
બ્રહ્મચર્યની દીક્ષા લીધી અને હવે તેઓ ‘ભગિની નિવેદિતા’ તરીકે ઓળખાવા લાગ્યાં. આ
રીતે ભારતીય ત્યાગી સંપ્રદાયમાં સ્વીકૃત થયેલાં એ સૌથી પહેલાં પશ્ચિમવાસી સન્નારી
બન્યાં.
read પુનઃ રાજસ્થાનમાં
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment