જીવન પરિચય સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
જન્મ અને બાળપણ
વિશ્વની તમામ સ્ત્રીઓની જેમ ભુવનેશ્વરી
દેવીને પણ પૂર્વજો અને ભાવિ પેઢી વચ્ચે કડીરૂપ બને એવા કુળદીપકની ખેવના હતી. આખરે
વીરેશ્વર મહાદેવની કૃપાથી ઈ.સ. ૧૮૬૩ ની ૧૨મી જાન્યુઆરીના દિવસે, મકરસક્રાંતિના
પવિત્ર પર્વે યુગપુરુષ વિવેકાનંદનો જન્મ થયો. સાથે સાથે ‘બહુરત્ના વસુંધરા’
કહેવાતી પુણ્યભૂમિ ભારતની નરરત્નમાળામાં એક રત્નનો ઉમેરો થયો.
વીરેશ્વર મહાદેવના આશીર્વાદથી અવતર્યો હોવાથી શરૂઆતમાં પુત્રનું નામ ‘વીરેશ્વર’ રાખવામાં આવ્યું, પરંતુ થોડા સમય પછી એનું નામ નરેન્દ્રનાથ રાખવામાં આવ્યું. ‘પુત્રનાં લક્ષણ પારણામાં' એ ન્યાયે જ નરેન્દ્રએ બાળપણથી જ પોત પ્રકાશવા માંડ્યું. બાળક નરેન્દ્ર ખૂબ જ હઠીલો હતો.
એને
કાબૂમાં રાખવાનું અશક્ય થઈ પડતું. એમ છતાં જ્યારે નરેન્દ્ર તોફાને ચડે ત્યારે માતા
ભુવનેશ્વરી દેવી તેના માથા પર ઠંડુ પાણી રેડતાં અને એના કાનમાં ધીમે ધીમે શિવનું
નામ બોલતાં; પરિણામે નરેન્દ્ર શાંત થઈ જતો. આ ઘટનાથી નરેન્દ્રના બાળમાનસ પર શિવ
પ્રત્યેનો ભક્તિભાવ દષ્ટિગોચર થાય છે.
‘‘મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે’’ એમ નરેન્દ્રને બાળપણથી જ સાધુસંતો પ્રત્યે વિશેષ લગાવ હતો. તેઓ કોઈ સાધુ ભિક્ષા લેવા આવે ત્યારે ઘરમાં જે કાંઈ હોય એ સાધુને આપી દેતા. નરેન્દ્રનો સ્વભાવ આનંદી અને પ્રેમાળ હતો. નરેન્દ્રને જાત જાતનાં પશુપક્ષીઓ પાળવાનો પણ શોખ હતો. ઘરનાં નોકર ચાકરો સાથે પણ નરેન્દ્રને સારી એવી દોસ્તી હતી. બાળક નરેન્દ્ર ખૂબ જ ભોળો હતો, જે કોઈ બોલાવે તેની પાસે તે દોડી જતો.
નરેન્દ્રમાં એક એવો ગુણ બાળપણથી જ હતો કે જે
તેમને જીવનમાં અનેક જગ્યાએ ઉપયોગી નીવડ્યો. તેઓ કોઈપણ ઘટના કે વસ્તુને નજરે જોયા
વિના ક્યારેય સ્વીકારતા નહી અને સત્યને શોધીને જ રહેતા. સત્યશોધનની, આ શક્તિને જતો
રામકૃષ્ણે ‘‘શિવશક્તિ’’ તરીકે ઓળખાવી છે. આમ, બાળક નરેન્દ્ર અનેક રીતે વિલક્ષણ અને
વિચક્ષણ હતો.
read મહામાનવનું અવતરણ..
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment