જીવન પરિચય સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
મહામાનવનું અવતરણ...
ભારતીય સંસ્કૃતિ અને આપણી ઋષિકુળ
પરંપરા વિશ્વ વિખ્યાત છે. મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે શુદ્ધ હૃદયથી કરેલી
પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. બસ આવી જ પ્રાર્થનાના પરિણામ સ્વરૂપ વીરેશ્વર
મહાદેવના વરદાનથી ભુવનેશ્વરી દેવીની કૂખે એક મહામાનવનું આ પૃથ્વી ઉપર અવતરણ થયું.…
એ જમાનામાં એક રિવાજ હતો અને આજે પણ છે કે, જેઓ કાશીથી દૂર રહેતા હોય તેઓ પોતાનાં દુઃખ દૂર કરવા અથવા મનની આકાંક્ષાઓ પૂરી કરવા કાશીમાં રહેતા પોતાનાં સગાં સંબંધી દ્વારા શિવપૂજા કરાવે. ભુવનેશ્વરી દેવીએ પણ દત્તકુટુંબનાં એક નજીકનાં સંબંધી વૃદ્ધ માતાજીને પોતાને સંતાનપ્રાપ્તિ માટે વીરેશ્વર મહાદેવની પૂજા કરાવવા લખ્યું.
તેમની સૂચના પ્રમાણે પૂજાપાઠ શરૂ થયાના
સમાચાર ભુવનેશ્વરી દેવીને મળ્યા ત્યારે તેમને પોતાની પ્રાર્થના અવશ્ય ફળશે એવી
શ્રદ્ધા બેઠી. તેઓ પોતાના દિવસો ઉપવાસ અને ધ્યાનચિંતનમાં ગાળવા લાગ્યાં.
એમનું મન શિવભક્તિમાં પરોવાયેલું રહેતું. પૂજા કરતાં કરતાં ઘણીવાર એમનું મન કાશી જઈ પહોંચતું અને ત્યાં થતી શિવપૂજાના વિચારો એમને આવ્યા કરતા. એક વાર રાતે આખા ઘરમાં બધે શાંતિ હતી; ભુવનેશ્વરીદેવી ભરઊંઘમાં હતાં. તે વખતે ભગવાન શંકરે તેમને સ્વપ્નમાં દર્શન દીધાં.
સુંદર બાલસ્વરૂપ ધારણ કરીને મહાદેવ જાણે કે એમની ગોદમાં આવીને બિરાજ્યા. ભુવનેશ્વરી
દેવી જાગી ગયાં. ‘જય શંકર ! જય ભોળાનાથ !’ એમ બોલતાં બોલતાં અંતરમાં પ્રાર્થના
કરવા લાગ્યાં. એમને ખાતરી થઈ કે જે દિવસની તેઓ રાહ જોઈ રહ્યાં હતાં તે શુભ દિવસ
દૂર નથી અને યોગ્ય સમયે તેમણે પુત્રને જન્મ આપ્યો.
સંવત ૧૯૧૯ ના પોષ વદ સાતમ ને સોમવારે,
ઈ.સ. ૧૮૬૩ ના જાન્યુઆરીની બારમી તારીખે, સૂર્યોદયને હજી છ મિનિટની વાર હતી ત્યારે,
મકરસંક્રાંતિના શુભ દિને એ મહાપુરુષનો જન્મ થયો. આ રીતે વીરેશ્વર મહાદેવની કૃપાથી
અનુપમ ક્રાંતિ અને મુખારવિંદ પર અલૌકિક તેજ ધરાવતા પુત્રને જોઈ ભુવનેશ્વરી દેવી
અને વિશ્વનાથ દત્ત ખૂબ જ ખુશ થયા.
વીરેશ્વર મહાદેવની કૃપાથી પુત્રરત્નની
પ્રાપ્તિ થયેલ હોઈ તેનું નામ ‘‘વીરેશ્વર’’ પાડ્યું, પરંતુ થોડા સમય પછી તેનું નામ
નરેન્દ્ર રાખવામાં આવ્યું.
read જીવન પરિચય સ્વામી વિવેકાનંદ, પુણ્યશાળી પૂર્વજો
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment