દાખલા છે....
જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે,
ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે.
હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય,
જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે .
છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,
અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે .
સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં,
ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.
દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર,
ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે.
"વ્હાલા મિત્રો" ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ,
જેના જનમના દાખલા છે, તેના મરણનાંય દાખલા છે!!
લેખક:- અજ્ઞાત
Read કઈ કહેવાય નહીં
0 ટિપ્પણીઓ
Please do not share links in comment