ગુરુ-શિષ્ય સંબંધ
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
પ્રારંભમાં નરેન્દ્રનાથએ રામકૃષ્ણને તેમના ગુરુ તરીકે સ્વીકાર્યા નહોતા અને તેમના વિચારો સામે બળવો પોકાર્યો હતો, તેમ છતાં તેઓ તેમના વ્યક્તિત્વથી આકર્ષાયા હતા અને તેમની વારંવાર મુલાકાત લેવા માંડ્યા હતા.
શરૂઆતમાં તેમને રામકૃષ્ણના ઉપદેશો અને વિચારો ‘‘કલ્પનાના ગુબ્બારા’’, ‘‘માત્ર
ભ્રામકતા’' જેવા જ લાગ્યા.'' બ્રહ્મો સમાજના સભ્ય તરીકે તેમણે મૂર્તિપૂજા અને
બહુઈશ્વરવાદ અને રામકૃષ્ણની કાલી માતાની ભક્તિ સામે બળવો કર્યો હતો. તેમણે
નિરપેક્ષતા સાથેના અદ્વૈત વેદાંતવાદની એકાત્મતાને પણ નકારી કાઢી હતી અને મોટેભાગે
તે વિચારની મજાક ઉડાવવા હતા.
નરેન્દ્રનાથ, રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. કંઈ પણ સ્વીકારતાં પહેલાં તેનું સર્વાંગી પરીક્ષણ કરવું એ નરેન્દ્રનો સ્વભાવ હતો. તેમણે રામકૃષ્ણની પરીક્ષા લીધી અને રામકૃષ્ણએ પણ ક્યારેય નરેન્દ્રને તર્ક ત્યજવાનું કહ્યું નહોતું.
તેમણે નરેન્દ્રની તમામ દલીલો અને પરીક્ષણોનો ધીરજપૂર્વક સામનો કર્યો. ‘‘સત્યને તમામ પાસાઓમાં નિહાળવાનો પ્રયાસ કરો.’’ એ તેમનો જવાબ હતો. રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવકવ યુવાનમાં પરિવર્તન થયું,
જે ઈશ્વરને
પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન નરેન્દ્રએ રામકૃષ્ણને
ગુરુ તરીકે સ્વીકાર્યા અને સ્વીકાર હૃદય-પૂર્વકનો અને એક અનુયાયીની સંપૂર્ણ
શરણાગતિ સાથે હતો.
read સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, પથદર્શકનો ભેટો
0 ટિપ્પણીઓ
Please do not share links in comment