ભારત ભ્રમણ-તીર્થાટન
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
ઈ.સ. ૧૮૮૮ માં તેમણે વારાણસીથી તેમના પ્રવાસની શરૂઆત કરી. વારાણસીમાં તેઓ પંડિત અને બંગાળી લેખક ભુદેવ મુખોપાધ્યાય તેમજ શિવ મંદિરમાં રહેતા વિખ્યાત સંત ત્રૈલંગ સ્વામીને મળ્યા. અહીં તેઓ જાણીતા સંસ્કૃત વિદ્વાન બાબુ પ્રમદાદાસ મિત્રાને મળ્યા. હિન્દુ શાસ્ત્રોના અર્થઘટન માટે તેમની સલાહ માગતા અસંખ્ય પત્રો વિવેકાનંદે લખ્યા હતા.
વારાણસી પછી તેમણે અયોધ્યા, લખનૌ,
આગ્રા, વૃંદાવન, હાથરસ અને ઋષિકેશની મુલાકાત લીધી. હાથરસ ખાતે તેઓ શરદચંદ્ર
ગુપ્તને મળ્યા. એક સ્ટેશન માસ્તર, જેઓ પાછળથી સ્વામીના શિષ્યોમાંના સૌ પ્રથમ શિષ્ય
બન્યા અને સદાનંદ નામ ધારણ કર્યુ.
ઈ.સ. ૧૮૮૮-૧૮૯૦ દરમિયાન તેમણે વૈદ્યનાથ, અલ્હાબાદની મુલાકાત લીધી. અલ્હાબાદથી તેમણે ગાઝીપુરની મુલાકાત લીધી. જ્યાં તેઓ પવહારી બાબાને મળ્યા. જેઓ એક અદ્વૈત વેદાંત સંન્યાસી હતા અને મોટા ભાગનો સમય ધ્યાનમાં વિતાવતા હતા.
ઈ.સ. ૧૮૮૮-૧૮૯૦ માં તેઓ બારાનાગોર મઠમાં કેટલોક સમય
પાછા ફરતા રહ્યા, કેમ કે તેમની તબિયત કથળતી હતી અને મઠને મદદ કરનારા, રામકૃષ્ણના
અનુયાયીઓ બલરામ બોઝ અને સુરેશચંદ્ર મિત્રા મૃત્યુ પામ્યા હતા, તેથી મઠ માટે
નાણાંકીય વ્યવસ્થા પણ કરવાની હતી.
હિમાલય :
જુલાઈ, ૧૮૯૦ માં તેમના સખા સાધુ સ્વામી અખંડાનંદની સાથે તેમણે પરિવ્રાજક તરીકેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પશ્ચિમની તેમની મુલાકાત પછી જ તેઓ મઠમાં પાછા ફર્યા. તેમણે નૈનિતાલ, અલમોડા, શ્રીનગર, દહેરાદૂન, ઋષિકેશ, હરદ્વાર અને હિમાલયની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન તેમને બૃહદ બ્રહ્માંડ અને ગુરુ બ્રહ્માંડનો સાક્ષાત્કાર થયો.
પાછળથી પશ્ચિમમાં તેમણે
આપેલા જ્ઞાનયોગ પરના ભાષણ ‘‘બ્રહ્માંડ-બૃહદ બ્રહ્માંડ અને ગુરુ બ્રહ્માંડ’ તેનું
પ્રતિબિંબ પડ્યું હોવાનું જણાય છે. આ પ્રવાસો દરમિયાન તેઓ તેમના સખા સાધુઓ-સ્વામી
બ્રહ્માનંદ, શારદાનંદ, તુરીયાનંદ, અખંડાનંદ, અદ્વૈતાનંદને
મળ્યા. તેઓ થોડા સમય માટે મેરઠમાં રહ્યા. જ્યાં તેઓ તેમનો સમય ધ્યાન, પ્રાર્થના
અને શાસ્ત્રોના અભ્યાસમાં વિતાવતા હતા. જાન્યુઆરી ૧૮૯૧ ના અંતમાં, સ્વામી તેમના
સખા સાધુઓને છોડીને એકલા દિલ્હી ગયા.
રાજપુતાના :
દિલ્હીમાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત પછી તેઓ રાજપુતાનાની ઐતિહાસિક ભૂમિ અલ્વર ગયા. પાછળથી તેમણે જયપુરનો પ્રવાસ કર્યો. જ્યાં તેમણે પાણિનીના અષ્ટાધ્યાયીનો સંસ્કૃતના એક વિદ્વાનની મદદથી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે અજમેરની મુલાકાત લીધી, જ્યાં તેમણે અકબરના મહેલ અને વિખ્યાત દરગાહની મુલાકાત લીધી અને માઉન્ટ આબુ ગયા.
અહીં તેઓ ખેતડીના મહારાજ અજિતસિંહને મળ્યા, જેઓ તેમના
પ્રખર ભક્ત અને ટેકેદાર બન્યા. તેમને ખેતડીની મુલાકાત લેવાનું નિમંત્રણ મળ્યું.
અહીં તેમણે રાજા સાથે ચર્ચાઓ કરી. ખેતડીમાં તેઓ પંડિત નારાયણદાસની સંગતમાં રહ્યા
અને પાણિનીના સૂત્રો પરના મહાભાષ્યનો અભ્યાસ કર્યો. ખેતડીમાં અઢી વર્ષ વિતાવ્યા
પછી ઑકટોબર ૧૮૯૧ માં અંત ભાગમાં તેઓ રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યા.
પશ્ચિમ ભારત :
પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ, લીંબડીની મુલાકાત લીધી. અમદાવાદમાં તેમણે ઈસ્લામ અને જૈન સંસ્કૃતિ પરનો તેમનો અભ્યાસ પૂરો કર્યો. લીંબડીમાં તેઓ ઈંગ્લેન્ડ અને અમેરિકા જઈ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં જવાનો સર્વ પ્રથમ વિચાર શંકર પંડિત પાસેથી મળ્યો. જ્યારે તેઓ પરિવ્રાજક તરીકે ભ્રમણ કરતા લીંબડી આવ્યા હતા ત્યારે ત્યાંના ઠાકોર સાહેબે સ્વામીજીને પશ્ચિમમાં યોજાઈ રહેલી સનાતન ધર્મની પરિષદની વાત પણ કરેલી.
ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે
એવી વાત સ્વામી વિવેકાનંદે સૌ પ્રથમવાર ગુજરાતમાં સાંભળી હતી. પાછળથી તેમણે
જુનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલિતાણા અને વડોદરાની મુલાકાત લીધી.
પરિવ્રાજક રહેવાની પ્રતિજ્ઞા છતાં વિદ્વાન પંડિતો પાસે પોતાના તત્ત્વચિંતન અને
સંસ્કૃતના અભ્યાસને પાકો ક૨વા પોરબંદરમાં તેઓ અગિયાર માસ રહ્યા. વેદનો અનુવાદ કરનારા
દરબારના પંડિત સાથે તેમણે કામ કર્યુ.
પાછળથી તેમણે મહાબળેશ્વરનો પ્રવાસ કર્યો અને પછી પૂણે ગયા. પૂણેથી તેઓ જૂન ૧૮૯૨ ની આસપાસ ખંડવા અને ઈન્દોર ગયા. કાઠિયાવાડમાં તેમણે વિશ્વના ધર્મોની સંસદ અંગે સાંભળ્યું હતું અને તેમના અનુયાયીઓએ તેમને સંસદમાં હાજરી આપવા વિનંતી કરી હતી. તેઓ ખંડવાથી મુંબઈ જવા નીકળ્યા અને જુલાઈ ૧૮૯૨ માં ત્યાં પહોંચ્યા. પૂર્ણ જતી ટ્રેનમાં તેઓ બાલ ગંગાધર ટિળકને મળ્યા. પૂણેમાં થોડા દિવસો ટિળક સાથે રહ્યા પછી સ્વામી ઑકટોબર ૧૮૯૨ માં બેલગામ ગયા.
બેલગામ ખાતે તેઓ પ્રો. જી.એસ.ભાતે અને સબ ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર હરિપદ મિત્રાના
મહેમાન બન્યા. બેલગામથી તેમણે ગોવામાં પંજીમ અને માર્ગગોવાની મુલાકાત લીધી. જ્યાં
લેટિન ભાષાનું દુર્લભ ધાર્મિક સાહિત્ય હસ્તપ્રતો અને મુદ્રિત સર્જનોમાં સચવાયું છે
તેવી ગોવાની અધ્યાત્મવિદ્યાની સૌથી જુની કૉન્વેન્ટ કૉલેજ રેચોલ સેમિનારમાં તેમણે
ત્રણ દિવસ ગાળ્યા. અહીં તેમણે ખ્રિસ્તી ધર્મી મહત્વની આધ્યાત્મિક કૃતિઓનો અભ્યાસ
કર્યો હોવાનું કહેવાય છે. માર્કગોવાથી સ્વામી ટ્રેનમાં ધારવાર ગયા અને ત્યાંથી
સીધા મૈસુર રાજ્યમાં આવેલા બેંગ્લોર ગયા.
દક્ષિણ ભારત :
બેંગ્લોરમાં સ્વામીએ મૈસુર રાજ્યના દીવાન સર કે.
શૈષાદ્રી ઐયર સથે ઘરોબો કેળવ્યો અને પાછળથી તેઓ મૈસુરના મહારાજા શ્રી ચામરાજેન્દ્ર
વાડીયારના મહેમાન તરીકે મહેલમાં રોકાયા. સ્વામીના અભ્યાસ અંગે સર શેષાદ્રીએ એવું
કહ્યું હોવાનું નોંધાયું છે કે, ‘‘એક ચુંબકીય વ્યક્તિત્વ અને એક દૈવી તાકાત. જે
તેમના દેશના ઈતિહાસ ૫૨ પોતાની છાપ છોડી જવા નિર્માયા હતા.’’ મહારાજાએ સ્વામીને
કોચીનના દીવાન પર ભલામણપત્ર લખી આપ્યો અને તેમને રેલવેની ટિકિટ આપી.
બેંગ્લો૨થી તેમણે ત્રિચુ૨, કોડુંગલુર,
એર્નાકુલમની મુલાકાત લીધી. એર્નાકુલમ ખાતે ૧૮૯૨ ના ડિસેમ્બરના પ્રારંભમાં તેઓ
નારાયણ ગુરુના ગુરુ ચટ્ટમ્પી સ્વામિકલને મળ્યા. એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમ, નાગરકોઈલનો પ્રવાસ કર્યો અને ૧૮૯૨માં ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે
ચાલીને કન્યાકુમારી પહોંચ્યા. કન્યાકુમારી ખાતે સ્વામીએ ‘‘છેલ્લા ભારતીય ખડક’’ પર
બેસીને ત્રણ દિવસ ધ્યાન ધર્યુ હોવાનું કહેવાય છે. આ ખડક પાછળથી વિવેકાનંદ ખડક
સ્મારક તરીકે જાણીતો થયો. કન્યાકુમારી ખાતે વિવેકાનંદને ‘‘એક ભારતનો વિચાર’’ આવ્યો
હોવાનું કહેવાય છે.
કન્યાકુમારીથી તેમણે મદુરાઈની મુલાકાત
લીધી. જ્યાં તેઓ રામાનંદના રાજા ભાસ્કર સેતુપતિને મળ્યા, જેમના માટે તેમની પાસે
ઓળખપત્ર હતો. રાજા સ્વામીના અનુયાયી બન્યા અને તેમને શિકાગો ખાતે ધર્મોની સંસદમાં
જવાની વિનંતી કરી. મદુરાઈથી તેમણે રામેશ્વરમ, પોંડિચેરીની મુલાકાત લીધી અને તેઓ
મદ્રાસ ગયા અને અહીં તેઓ તેમના સૌથી પ્રખર અનુયાયીઓને મળ્યા, જેવા કે અલસિંગા
પેરુમલ, જી.જી. નરસિંહાચારી. આ અનુયાયીઓએ અમેરિકા ખાતે સ્વામીના પ્રવાસ માટે ભંડોળ
એકઠું કરવામાં અને પાછળથી મદ્રાસમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં મહત્વની
ભૂમિકા ભજવી. મદ્રાસથી તેઓ હૈદરાબાદ ગયા.
read સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, પરિવ્રાજકની પ્રતિજ્ઞા
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment