પરિવ્રાજકની પ્રતિજ્ઞા
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
ઈ.સ. ૧૮૮૮ માં વિવેકાનંદે મઠ છોડ્યો અને પરિવ્રાજક બન્યા. ‘કોઈપણ નિશ્ચિત ઘર વિનાના, સંબંધો વિનાના, સ્વતંત્ર અને અજાણ્યાની પેઠે ભ્રમણ કરતા સાધુનું હિન્દુ ધાર્મિક જીવન એટલે પરિવ્રાજક’’ તેમનો એકમાત્ર અસબાબ હતો કમંડલ, કાયા અને તેમના બે પ્રિય પુસ્તકો-ભગવદ્ ગીતા અને ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ.
નરેન્દ્રનાથે ભારતના ચારે ખૂણામાં પાંચ વર્ષ સુધી પ્રવાસ કર્યો. શિક્ષણના મુખ્ય કેન્દ્રોની મુલાકાત લીધી. વિવિધ ધાર્મિક પરંપરાઓ અને સામાજિક જીવનની વિવિધ તરાહો સાથે પોતાની જાતને પળોટી. તેમણે લોકોના દુઃખ અને ગરીબી માટે સહાનુભૂતિ કેળવી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સંકલ્પ કર્યો.
મુખ્યત્વે ભિક્ષા
કે ભીખ પર નભતા નરેન્દ્રનાથે મોટાભાગનો પ્રવાસ પગે ચાલીને અને પ્રવાસ દરમિયાન
તેમને મળતા ચાહકોએ આણેલી રેલવે ટિકિટો દ્વારા કર્યો. આ પ્રવાસો દરમિયાન તેમણે
વિદ્વાનો, દીવાનો, રાજાઓ અને જીવનના તમામ ક્ષેત્રોના લોકોહિન્દુઓ, મુસ્લિમો,
ખ્રિસ્તીઓ, અછૂતો, સરકારી અધિકારીઓ વગેરે સાથે ઘરોબો કેળવ્યો અને તેમની સાથે
રહ્યા.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment