કનૈયાલાલ મુનશી
(જ. ૩૦ ડિસેમ્બર, ૧૮૮૭, ભરૂચઃ અ. ૮ ફેબ્રુઆરી, ૧૯૭૧, મુંબઈ)
ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર.
પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપીબા. કુલાભિમાન, ભક્તિ, રસિકતા, વ્યવહારકુશળતા જેવા ગુણો પિતા-માતા પાસેથી વારસામાં મળેલા. પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોએ તેમના પર પ્રભાવ પાડ્યો હતો. પિતાની બદલી અનેક સ્થળોએ થવાથી તેમને પણ જુદાં જુદાં સ્થળોનો પરિચય થયેલો. પિતાના અવસાનથી પ્રમાણમાં નાની વયે કુટુંબની જવાબદારી તેમના પર આવી.
ઈ. સ. ૧૯૦૦માં
તેમનાં પ્રથમ લગ્ન અતિલક્ષ્મી સાથે થયાં. ઈ. સ. ૧૯૨૪માં તેમનું મૃત્યુ થયા બાદ ઈ. સ.
૧૯૨૬માં લીલાવતી શેઠ સાથે બીજું લગ્ન કર્યું. ઈ. સ. ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં દાખલ થયા.
ત્યાં શ્રી અરવિંદ ઘોષ, જગદીશ શાહ જેવા અધ્યાપકો અને વાતાવરણનો પ્રભાવ પડ્યો. પરિણામે
દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રની ઉન્નતિના વિચારોને પોષણ મળ્યું. ઈ. સ. ૧૯૦૭માં બી.એ.
થયા. તેમાં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ હોવાથી તેમને ‘એલિયટ પ્રાઇઝ' મળ્યું. ઈ.
સ. ૧૯૧૦માં મુંબઈમાં એલએલ.બી.ની પદવી મેળવી અને હાઈકોર્ટમાં વકીલ તરીકે નોંધણી કરાવી.
દરમિયાનમાં
ગુજરાતી સાહિત્યકારોનો સંપર્ક થતો ગયો. ‘ગુર્જર સભા'ના મંત્રી બન્યા. ઈ. સ.
૧૯૧૫માં હોમરૂલ લીગના મંત્રી થયા. ઈ. સ. ૧૯૨૮માં કૉંગ્રેસમાં જોડાયા. ઈ. સ. ૧૯૩૦
ઈ. સ. ૧૯૩૨માં સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા અને જેલવાસ ભોગવ્યો. ઈ. સ. ૧૯૩૭માં મુંબ
રાજ્યના ગૃહમંત્રી થયા. ઈ. સ. ૧૯૪૮માં ભારત બંધારણસભાના સભ્ય થયા. ઈ. સ. ૧૯૫૨મ
કેન્દ્રમાં કૃષિ અને અન્નમંત્રી, ઈ. સ. ૧૯૫૩થી ૫૮માં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ થયા.
૧૯૫૮ ૫૯માં વૈચારિક મતભેદોના કારણે કોંગ્રેસ છોડી અને ૧૯૫૯માં રાજગોપાલાચારી વગેરે
સાથે મળી સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી.
તેઓ રાજકીય
ઉપરાંત અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલ હતા. પત્રકાર તરીકે ૧૯૧૨માં ‘ભાર્ગવ માસિકથી
શરૂઆત કરેલી. ઈ. સ. ૧૯૧૫માં ઇંદુલાલ યાજ્ઞિકના સહકારથી ‘નવજીવન અને સત્ય તથા ‘યંગ
ઇન્ડિયા’માં જોડાયા. ઈ. સ. ૧૯૨૨માં ‘સાહિત્યસંસદ’ની સ્થાપના કરી અને ‘ગુજરાત’
માસિકનો પ્રારંભ કર્યો. ઈ. સ. ૧૯૨૬માં તેમણે ‘સોશિયલ વેલ્ફેર’ નામનું સાપ્તાહિક પણ
શરૂ કરેલું. સ. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ થયા. ઈ. સ. ૧૯૩૭, ઈ. સ.
૧૯૪૯ અને ઈ. સ. ૧૯૫૫માં તેના પ્રમુખ થયા. ઈ. સ. ૧૯૫૪માં વિશ્વ સંસ્કૃત પરિષદના
અધ્યક્ષ થયા.
ઈ. સ. ૧૯૩૮માં
તેમણે ભારતીય વિદ્યાભવનનું નિર્માણ કરેલું. ભારતીય સંસ્કૃતિ, તેની પરંપરાઓ,
સંસ્કૃત ભાષા અને સાહિત્ય, જ્યોતિષાદિ અનેક વિદ્યાઓ – આ સર્વની જાળવણી અને સંવર્ધન
માટે આ સંસ્થાએ દેશમાં તેમ જ પરદેશમાં તેની શાખાઓ દ્વારા નોંધપાત્ર ફાળો આપ્યો છે.
આ વિવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓએ તેમના વ્યક્તિત્વના વિકાસમાં પણ મહત્ત્વનો ફાળો
આપ્યો હતો.
ગુજરાતી સાહિત્યમાં નવલકથાકાર, નવલિકાકાર, નિબંધકાર અને વિવેચક તરીકે તેમની પ્રતિષ્ઠા છે. ઈ. સ. ૧૯૧૨માં ‘મારી કમલા' વાર્તાથી તેમનો સાહિત્યક્ષેત્રે પ્રવેશ થયો. ઈ. સ. ૧૯૧૩માં ‘વેરની વસૂલાત’થી નવલકથાલેખનનો પ્રારંભ થયો. ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬), ‘ગુજરાતનો નાથ' (૧૯૧૮) અને ‘રાજાધિરાજ’ (૧૯૨૪) – એ તેમની સોલંકીયુગને સાંકળતી ઐતિહાસિક નવલત્રયીથી તેઓ સુપ્રતિષ્ઠિત થવા સાથે ખૂબ લોકપ્રિય પણ થયા. તેમણે ઐતિહાસિક, સામાજિક અને પૌરાણિક નવલકથાઓ આપી છે.
‘પૃથિવીવલ્લભ’ (૧૯૨૦), ‘ભગવાન
કૌટિલ્ય’ (૧૯૨૪), ‘જય સોમનાથ' (૧૯૪૦), ‘ભગ્નપાદુકા’ (૧૯૫૫), ‘કૃષ્ણાવતાર' (ખંડ ૧થી
૮, ૧૯૬૩–૧૯૭૦), ‘કોનો વાંક ?’ (૧૯૧૫), ‘સ્વપ્નદ્રષ્ટા' (૧૯૨૪), ‘તપસ્વિની’
(૧૯૫૭–૫૮) તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. તેમની નવલકથાઓ જીવંત પાત્રાલેખન, ધારદાર
સંવાદો અને નાટ્યાત્મક પરિસ્થિતિના નિરૂપણને લીધે આજે પણ લોકપ્રિય છે.
‘બે ખરાબ જણ' (૧૯૨૪), ‘આજ્ઞાંકિત' (૧૯૨૭), ‘કાકાની શશી’ (૧૯૨૮), ‘બ્રહ્મચર્યાશ્રમ’ (૧૯૩૧), ‘પીડાગ્રસ્ત પ્રોફેસર' (૧૯૩૩), ‘છીએ તે જ ઠીક’ (૧૯૪૮), ‘વાહ રે મેં વાહ' (૧૯૪૯) જેવાં સામાજિક નાટકો; ‘વસ્વામિનીદેવી’ (૧૯૨૮) જેવું ઐતિહાસિક નાટક તથા ‘અવિભક્ત આત્મા' (૧૯૨૩), ‘તર્પણ’ (૧૯૨૪) અને ‘પુત્રસમોવડી' (૧૯૨૪) તેમ જ ‘લોપામુદ્રા’ નવલકથાના અનુસંધાનમાં ‘શંબ૨કન્યા’ આદિના ત્રણ નાટ્યખંડો (૧૯૩૩–૩૪) જેવાં કેટલાંક પૌરાણિક નાટકો પણ તેમની પાસેથી મળ્યાં છે.
તેમણે પૌરાણિક નાટકોમાં આર્યસંસ્કૃતિની
વિચારધારાને સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમનાં સામાજિક નાટકોમાં સમાજમાં
પ્રચલિત જડ રૂઢિઓને તોડવાનું વલણ દેખાય છે. ભદ્રવર્ગના બને અને સ્ત્રીસમાનતા
અંગેના પોકળ ખ્યાલોનેતેમણે પોતાનાં સામાજિક નાટકોમાં ઉપહાસ દ્વારા ખુલ્લાં પાડ્યાં
છે. આથી તેમનાં સામાજિક નાટકો વિશેષે કરીને પ્રહસનરૂપ છે. તેમનાં નાટકો ભજવવાની
દૃષ્ટિએ પણ ઘણાં સફળ થયાં છે.
અડધે રસ્તે’ (૧૯૪૨), ‘સીધાં ચઢાણ' (૧૯૪૩), ‘મધ્વરણ્ય’ (૧૯૪૩) અને‘સ્વપ્નસિદ્ધિની શોધમાં' (૧૯૫૩)- એ તેમની ૪ખંડમાં લખાયેલી આત્મકથા છે. તે તેની રસદાયક રજૂઆતને કારણે નવલકથા જેવો આનંદ આપે છે. ‘નરસૈંયો ભક્ત હરિનો' (૧૯૩૩) અને ‘નર્મદ અર્વાચીનોમાં આદ્ય' (૧૯૩૯) તેમના ચરિત્રાત્મક ગ્રંથો છે. ‘ગુજરાતની અસ્મિતા' (૧૯૩૬), ‘ગુજરાતની કીર્તિગાથા’ અને ‘અખંડ હિંદુસ્તાન'માં ગુજરાતની અસ્મિતા અને દેશની એકતાની ભાવના તેમણે પ્રબળ રીતે વ્યક્ત કરી છે.
મારી બિનજવાબદાર કહાણી' (૧૯૪૩) તેમની યુરોપયાત્રાની એક વિશિષ્ટ પ્રકારની કથા છે. ‘કેટલાક લેખો’ (ભાગ ૧-૨) (૧૯૨૬), ‘થોડાંક રસદર્શનો’ (૧૯૩૩), ‘આત્મશિલ્પની કેળવણી’ (૧૯૫૦), પરિષદને પ્રમુખપદેથી’ (૧૯૫૫) જેવા ગ્રંથોમાં સાહિત્ય, શિક્ષણ, ઇતિહાસ, સમાજસુધારણા વિશેનાં તેમનાં અભ્યાસ અને ચિંતન વ્યક્ત થયાં છે. ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ (૧૯૩૫) ગુજરાતી સાહિત્યના પ્રાચીન કાળથી ગાંધીયુગ સુધીના ઇતિહાસનું એક નમૂનારૂપ પુસ્તક છે અને તેમાં તેમની વિવેચનશક્તિનો પરિચય પણ થાય છે.
તેમનાં અંગ્રેજી
પુસ્તકોની સંખ્યા લગભગ ૪૦ જેટલી છે. તેમાં ‘આઇ ફૉલો ધ મહાત્મા’ (૧૯૪૦), ‘ધી અર્લી
આર્યન ઇન ગુજરાત’ (૧૯૩૮), ‘ધ ગ્લૉરી ધૅટ વૉઝ ગુર્જરદેશ' (૧૯૪૪), ‘ભગવદ્ગીતા ઍન્ડ
મૉડર્ન લાઇફ’ (૧૯૪૮), ‘કુલપતિઝ લેટર્સ’ (૧૯૫૪– ૫૬) અને ‘ધ સાગા ઑવ્ ઇન્ડિયન કલ્ચર’
ઉલ્લેખનીય છે. તેમની અનેક ગુજરાતી કૃતિઓના અંગ્રેજી ઉપરાંત હિંદી, મરાઠી, કન્નડ,
તમિળ અને સંસ્કૃત ભાષાઓમાં અનુવાદ થયા છે.
જોમવંતી ભાષા,
ત્વરિત ઘટનાક્રમ, ધારદાર સંવાદો જેવા ગુણોને લીધે ઉત્તમ કોટિના નવલકથાકાર તેમ જ
નાટ્યસર્જક તરીકે ગુજરાતી સાહિત્યમાં તેમનો પ્રભાવ છે.
શ્રદ્ધા ત્રિવેદી
બાળ વિશ્વકોષ
downlod pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment