અંતિમ દિવસો અને મહાસમાધિ
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
વિવેકાનંદે કેટલાક દિવસો અદ્વૈત આશ્રમ, માયાવતી ખાતે અને બાદમાં બેલુરમઠમાં વિતાવ્યા. ત્યારથી માંડીને છેવટ સુધી તેઓ બેલુર મઠમાં રોકાયા અને રામકૃષ્ણ મિશન તથા મઠની ઈંગ્લેન્ડ અને અમેરિકાની કામગીરી વિશે માર્ગદર્શન આપતા રહ્યા.
આ વર્ષો
દરમિયાન હજારો મુલાકાતીઓ તેમને મળવા આવતા. જેમાં ગ્વાલિયરના મહારાજા અને ઈન્ડિયન નેશનલ
કોંગ્રેસ (Indian National Congress) ના લોકમાન્ય તિલક જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ
થતો હતો. ડિસેમ્બર, ૧૯૦૧ માં જાપાને તેમને ધર્મ સંમેલનમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું.
પરંતુ કથળતા આરોગ્યના પગલે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહિ. આખરી દિવસોમાં તેમણે બુદ્ધગયા
અને વારાણસીની યાત્રા કરી.
તેમના પ્રવાસો,
સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમા, ડાયાબિટિસ
અને અન્ય શારીરિક બીમારીઓથી પિડાતા હતા. અવસાનના થોડા દિવસ પૂર્વે તેઓ ધ્યાનપૂર્વક
પંચાગનો અભ્યાસ કરતા જોવાયા હતા. અવસાનના ત્રણ દિવસ પહેલાં તેમણે અંતિમક્રિયાનું સ્થળ
જણાવ્યું હતું અને આ સ્થળે આજે તેમની યાદમાં બનાવેલ મંદિર ઉભુ છે. તેમણે ઘણા લોકો સમક્ષ
ક્યું હતું કે તેઓ ચાળીસ વર્ષ સુધી નહિ જીવે.
અવસાનના દિવસે સવારમાં
તેમણે બેલુર મઠ ખાતે કેટલાક વિદ્યાર્થીઓને શુકલ યજુર્વેદ ભણાવ્યો હતો. તેઓ સ્વામી પ્રેમાનંદ
સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી. જુલાઈ ૪, ૧૯૦૨
ના રોજ ૯.૧૦ કલાકે ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું દેહાવસાન થયું હતું. તેમના અનુયાયીઓના
મતે આ મહાસમાધિ હતી. વિવેકાનંદનો ઉપદેશ
વિવેકાનંદ જાણીતા
વિચારક હતા. અદ્વૈતવાદ વિચાર એ માત્ર તત્ત્વજ્ઞાનમાં આગળ વધવાનું પ્રતીક માત્ર નથી.
પરંતુ તે કઈ રીતે સામાજિક અને એટલે સુધી કે રાજકીય અસરો ધરાવે છે, તે દર્શાવવું એ તેમના
સૌથી વધારે મહત્વના યોગદાનમાંથી એક હતું.
સ્વામી વિવેકાનંદ
વેદાંતની એવી વિચારધારામાં માનતા હતા કે જ્યાં સુધી આપણામાંથી તમામ મુક્ત ના થાય ત્યાં
સુધી કોઈપણ વ્યક્તિ સાચા અર્થમાં મુક્ત થઈ શકે નહિ. એટલે સુધી કે વ્યક્તિગત મુનિની
ઇચ્છા પણ છોડવી જોઈએ અને અન્ય લોકોની મુક્તિ માટે શ્રાધ્યા જ કામ કરવું તે સાચા જ્ઞાનીની
નિશાની છે. તેમણે આત્મનો પોશાળ જય ગ (૫નો મોક્ષાર્થમ્મા ) (પોતાની મુક્તિ માટે અને
વિશ્વના કલ્યાણ માટે) ના સિદ્ધાંત પર શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.
બે વર્ગ શ્રુતિ
અને સ્મૃતિઓ વચ્ચે વિવેકાનંદ, સુરત ભેદરેખા બાંધી હતી. કૃતિનો અર્થ થાય છે વેદો, જેમાં
શાકાત અને વૈશ્વિક સ્તરે લાગુ પડતા આધ્યાત્મિક રાહોનો સમાવેશ થાય છે. બીજી બ સ્મૃતિઓ
ધર્મ અનુસાર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપે છે અને તે
રસમાજને લાગુ પડે છે તથા રસમાંતરે તેમાં ફેરફારને અવકાશ છે. વિવેકાનંદ માનતા હતા કે
આધુનિક સમય માટે પ્રવર્તમાન સ્મૃતિઓમાં ફેરફાર થવો જોઈએ. જો કે શ્રુતિઓ નિશ્ચિતપણે
શાશ્વત છે – તેનું માત્ર પુનઃ અર્થઘટન થઈ શકે છે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment