header

અમરનાથની યાત્રાએ....,On the journey to Amarnath...

 

અમરનાથની યાત્રાએ....


 

   સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,


                                કેટલાક સ્વામીજી ગુરુભાઈઓ તથા શિષ્યોની સાથે અલમોડા તરફ રવાના થયા. સ્વામીજી અલમોડામાં થોડા દિવસ રોકાયા. એવામાં જ એમને મિસ્ટર ગુડવીના અકાળ અવસાનના દુઃખદ સમાચાર મળ્યા. સ્વામીજીને હવે અલમોડામાં રહેવું ગમ્યું નહિ અને તેઓ કાશ્મીરના પ્રવાસે ઉપડ્યા. કાશ્મીરથી અમરનાથના દર્શને ગયા.


                                 સ્વામીજીએ જણાવ્યું હતું કે ભગવાન અમરનાથના દર્શનથી એમને ઈચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. ત્યાંથી તેઓ ૩૦મી સપ્ટેમ્બરે ક્ષીરભવાની ગયા. જગદંબાના આ વિખ્યાત મંદિરમાં તેઓ દરરોજ હોમ કરતા અને એક મણ જેટલો દૂધપાક રંધાવીને દેવીને ભોગ ધરાવતા. એમણે ત્યાં ખૂબ જ આકરી તપશ્ચર્યા કરી. ક્ષીરભવાની જતાં પહેલાં તેમણે ‘કાલી ધી મધર’ કાવ્યનું સર્જન કર્યુ હતું અને આ કાવ્યનો ભાવ એમણે ક્ષીરભવાનીના એ પ્રસિદ્ધ પ્રાચીન મંદિરમાં પણ અનુભવ્યો હતો. આ બધા અનુભવોને અંતે સ્વામીજી ખૂબ અંતર્મુખ બની ગયા.

 

                                     આ દરમિયાન સ્વામીજીનું આરોગ્ય કથળી ગયું હતું. તા. ૧૧મી ઓકટોબરે સ્વામીજી અને તેમની મંડળી બારામુલ્લા આવી પહોંચી અને બીજે દિવસે લાહોર જવા માટે ઉપડી. લાહોરથી સ્વામી સદાનંદની સાથે સ્વામીજી ૧૮મી ઓકટોબરે બેલુર મઠ આવી પહોંચ્યા.


download pdf click here


read બેલુરમઠમાં પરત...





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ