પશ્ચિમમાં પુનઃ પ્રવેશ...
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
કથળતા સ્વાસ્થ્યની વચ્ચે જૂન, ૧૮૯૯ માં તેઓ ફરી એક વાર પશ્ચિમ જવા નીકળ્યા. તેમની સાથે સિસ્ટર નિવેદિતા અને સ્વામી તુરિયાનંદ જોડાયા. ઈંગ્લેન્ડમાં તેમણે થોડો સમય પસાર કર્યો અને અમેરિકા ગયા. આ મુલાકાત દરમિયાન તેમણે સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્ક ખાતે વેદાંત સોસાયટીની સ્થાપના કરી. અમેરિકન ભક્તની ૧૬૦ એકર જમીનની ઉદાર ભેટ દ્વારા તેમણે કેલિફોર્નિયા ખાતે ‘‘શાંતિ આશ્રમ’’ની પણ સ્થાપના કરી.
બાદમાં તેમણે ૧૯૦૦ માં
પેરિસની ધર્મ સભામાં હાજરી
આપી. લિંગની પૂજા અને
ગીતાની અધિકૃતતા સંદર્ભે આપેલાં
વક્તવ્યો વિવેકાનંદે દર્શાવેલી વિદ્ધતા માટે યાદગાર
છે. પેરિસથી તેમણે બ્રિટ્ટેની,
વિયેના, કોન્સ્ટેન્ટિનોપોલ, એથેન્સ અને ઈજિપ્તની
ટુંકી મુલાકાતો લીધી. તેમણે
ઓકટોબર ૨૪, ૧૯૦૦ ના
રોજ પેરિસ છોડ્યું અને
ડિસેમ્બર ૯, ૧૯૦૦ માં
બેલુર મઠ પરત આવ્યા.
Read માયાવતીમાં અદ્વૈતાશ્રમની સ્થાપના
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment