header

કઈ કહેવાય નહી, What can't be said,

 





કઈ કહેવાય નહી,


સમય અને શ્વાસ ક્યારે ખુટી જાય, કઈ કહેવાય નહી,

                કાચનું વાસણ છે ક્યારે ફુટી જાય, કઈ કહેવાય નહિ.


અધુરા સપનાને અધૂરા હોય ઇરાદા તો પૂરા કરી લેજો,

             ક્યારે અચાનક આંખ મીંચાય જાય કઈ કહેવાય નહી.


મજધારે ફસાયા તો પણ પહોંચવાનું છે સામે કિનારે,

             હાથમાં થી હલેસું ક્યારે છૂટી જાય કઈ કહેવાય નહી.


વેડફી નાખશો તો વેડફાઈ જશે સમય અને સબંધો,

           સાચવજો સ્નેહથી કયારે તુટી જાય કઈ કહેવાય નહી.


ઈજ્જત ને આબરૂ તો ચિથરે બાંધેલું રતન છે ભાઈ,

              છુપાવી રાખજો ,ક્યારે લુંટી જાય કઈ કહેવાય નહી.


અંત સુધી આવા જ દિવસો રહેશે, કઈ નક્કી નથી !

               આતો નસીબ છે,કયારે રૂઠી જાય કઈ કહેવાય નહી.


આ દેહ નો ભરોસો શું ? દગો પણ દઇ દે,અડધે રસ્તે,

                "મિત્ર" નનામી કયારે ઉઠી જાય, કઈ કહેવાય નહી.


                                              લેખક:- અજ્ઞાત 



Read   દાખલા છે...






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ