header

Why don't you rest now (અત્યારે આરામ કેમ કરતા નથી ? )

  અત્યારે આરામ કેમ કરતા નથી ?       

            ધરતીને ધ્રુજાવવા નીકળેલા મહાન  સિકંદરને એક અલગારી પુરુ એ પૂછ્યું ' , કહાં જા રહે હો સિંકદર ? ” 

        ‘ હિંદ દેશને જીતવા . ”

         “ પછી ક્યાં જઈશ ? ” 

        તેની આસપાસના એશિયાના બધા દેશે જીતી લઈ અને દિગવિજય કરી પાછા વળીશ . ”

         પાછા ફર્યા પછી શું કરીશ ? ”

         ‘ આરામ કરીશ . ' 

        સિકંદરે આમ કહ્યું કે આ અલગારી પુરુષ ખડખડાટ હસી પડ્યો  . અને પોતાની પાસે સૂતેલા અને આરામ કરતા કુતરાને સંબોધન  કરતાં કહ્યું ' 

             દેખ લે ! ચે એક નંબરકા બેવકુફ હૈ ! તૂ જીતના આરામ કરના જાનતા  હે , ઈતના ભી વો નહિં જાનતા . ”

         પછી સિકંદર તરફ ફરીને કહ્યું :

         આટલી બધી દેડધામ કરી ધરતીને ધમરોલ્યા પછી જો તારે આરામ કરવો હોય તો અત્યારે જ કેમ નથી કરતો ? ”


read  સમર્પણ ની કથા





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ