header

ચતુર સસલો અને સિહ ,Clever Rabbit and Lion

 

ચતુર સસલો અને સિહ

 


                    એક જંગલમા એક સિંહ રહેતો હતો. તે પોતાનાં ખોરાક માટે રોજ કેટલાય પશુમારી નાંખતો. એક દિવસ  જંગલનાં બધાંજ પશુઓ ભેગા થઈ  આનો ઉપાય શોધવા માંડ્યાં.તેઓ એક યોજના વિચારી સિંહ પાસે ગયાં અને કહેવા લાગ્યાં. મહારાજ અમારી વિનંતી સ્વીકારો અમે આપનાં ભોજન માટે રોજ એક પશુને મોકલીશું. આપને દરરોજ ભોજન મળશે.

 

                એક દિવસ સસલાંનો વારો આવ્યો તે ચતુર હતો. તે મોતનાં મુખમાંથી ઉગરવા માટેનો વિચાર શોધી. સિંહ પાસે જાણી બૂઝીને મોડો પહોચ્યો અને જઈને કહેવા લાગ્યો. હું આપની પાસે આવતો હતો.

 

                પરંતુ રસ્તામાં બીજો સિંહ મળ્યો અને કહેવા લાગ્યો હું જંગલનો રાજા છું. આ સાંભળી સિંહ બોલી ઊઠ્યો ક્યાં છે એ સિંહ. સસલો સિંહને એક કુવા પાસે લઈ ગયો સિંહ કુવામાં જોતા તેને તેનું પ્રતિબિંબ દેખાયું. સિંહ ત્રાડ પાડી કૂવામાં કૂદી પડ્યો અને ડૂબી ગયો. સસલાંની યુક્તિ સફળ થઈ. બધા પશુઓ ખૂબ રાજી થયા.



read ખબર નથી ,do not know






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ