ખબર નથી
ખબર નથી મને ખુદ ને હું
કેવી છું,
પણ દુનિયા જેવી પીછણે હું એવી છું.
કોઇ કહે હું ખોટુ સહન ના
કરનારી છું,
કોઇ કહે હું સત્ય સાથે ઝઝુમનારી છું.
ખબર
નથી....
કોઇ કહે હું લાગણી
વહેવનારી છું,
કોઇ કહે હું અતી ભલી-ભોળી છું.
ખબર
નથી....
કોઇ કહે સમય નો સદઉપયોગ
કરનારી છું,
કોઇ કહે જમાના સાથે તાલ મિલાવનારી છું.
ખબર
નથી....
કોઇ કહે હુ દયા દાખવનારી
છું,
કોઇ કહે હું આત્મશ્રધ્ધા રાખનારી છું.
ખબર
નથી....
read ઉપમા, simile
0 ટિપ્પણીઓ
Please do not share links in comment