ઉપમા
શું ઉપમા આપુ માવતર તણા પ્રેમ ને,
નથી
મળતા મુજને શ્બ્દો તણાં લખવાને.
શું
ઉપમા......
સુરજ તણી આપુ તો એ અતિ ધખ ધખે,
ચંદ્ર
તણી આપુ તો એ અતિ વધે ઘટે.
શું
ઉપમા......
સમુદ્ર તણી આપુ તો એ ગમે ત્યારે માઝા મુકે,
ધરણી
તણી આપુ તો એ ગમે ત્યારે ફાટે.
શું
ઉપમા......
માનવ તણી આપુ તો એ પામર બને અંશે,
પ્રભુ
તણી આપુ તો એ માવતર ને વંદે.
શું
ઉપમા......
0 ટિપ્પણીઓ
Please do not share links in comment