વાંસળીવાળો
નદી કિનારે ગામ હતું. ગામમાં ઉંદરોનો
ભારે ત્રાસ હતો. બધે ઉંદર જ ઉંદર આખો દિવસ ચૂ ચૂ કર્યા કરે. કપડાં કાપી નાખે,
પીરસેલા ભાણા બોટી જાય. એક દિવસની વાત છે. એક વાંસળીવાળો ગામમાં આવ્યો. વાંસળી
વાળો કહે મારી વાંસળી કમાલ કરે એવી છે. લોકોએ કહ્યું, અમો ઉંદરોથી ત્રાસી ગયા છીએ.
તું અમોને તેમાંથી મુક્તિ કરાવ. વાંસળીવાળાએ કહ્યું બદલામાં એક હજાર રૂપિયા લઈશ.
લોકોએ કહ્યું કબૂલ. વાંસળીવાળાએ વાંસળી વગાડવા માંડી.
બધા ઉંદરો ભેગા થવા લાગ્યા. વાંસળીવાળો
નદી તરફ ગયો અને નદીમાં ઉતર્યો ઉંદરો પણ નદીમાં ઉતર્યા અને ડૂબી ગયા. વાંસળીવાળો
કહે લાવો હજાર રૂપિયા. લોકોએ રૂપિયા આપવાની ના પાડી. વાંસળી વાળો વાંસળી વગાડતો
નદીએ ચાલ્યો. ગામના બધા છોકરાઓ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ગામના લોકો ગભરાયાં
તેઓ કહેવા લાગ્યાં લે તારા હજાર રૂપિયા અમને અમારા છોકરા પાછા આપ. પછી રૂપિયા લઈ
તે ચાલી નીકળ્યો.
read ચતુર સસલો અને સિહ ,Clever Rabbit and Lion
0 ટિપ્પણીઓ
Please do not share links in comment