(આચાર્ય) ચરક
(જ. ઈ. સ. પૂ. ૧લી સદી પહેલાં) આયુર્વેદના મહાન આચાર્ય.
તેઓ રાજા
કનિષ્કનારાજવૈઘ હતા. તેઓ શલ્યક્રિયાના જનક સુશ્રુત અને વ્યાકરણાચાર્યપતંજલિના
પુરોગામી હતા. એમનો સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે ‘ચરકસંહિતા’. આ ગ્રંથનું મૂળ સંકલન ચાર
હજાર વર્ષ પહેલાં અગ્નિવેશ ઋષિએ પોતાના ગુરુ આત્રેયના માર્ગદર્શન નીચે કર્યું
હતું. મહર્ષિ ચરકે આ ગ્રંથમાં પોતાનાં નવાં સંશોધનોઉમેરીને તેને પૂર્ણ કર્યો.
‘ચરકસંહિતા’ કાય-ચિકિત્સાનો અપૂર્વ ગ્રંથ છે.
‘ચરકસંહિતા’ના
૧૨૦ અધ્યાયો છે. તે ૮ ખંડમાં વહેંચાયેલા છે. આ ગ્રંથમાં ૧૪૯ જેટલા મહત્ત્વનારોગોનું
વર્ણન છે. તેમની પરખ તથા સારવાર કરવાની રીત પણ તેમાં દર્શાવ્યાં છે. શસ્ત્રક્રિયા,
પ્રસૂતિ, સ્નાન, આહારશાસ્ત્ર, આરોગ્યનાનિયમો, બાળઉછેર તથા વૈદ્યકીય શિક્ષણ જેવા
વિષયોનું પણ આ ગ્રંથમાં નિરૂપણ છે. ‘ચરકસંહિતા’માં ૨૦ પ્રકારના રોગજનક જંતુઓનું
વર્ણન છે. તેમનાં આકાર, કદ અને નામો પણ તેમણેઆપ્યાં છે. જંતુનાશકઔષધિઓનું પણ વર્ણન
તેમણે કરેલું છે. આ ગ્રંથમાં હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહોનું પણ વર્ણન છે.
‘ચરકસંહિતા'નીરજૂઆતમાં ગદ્ય અને પદ્ય બંનેની મદદ લેવામાં આવી છે.
માનવશરીરમાં
૩૬૦ હાડકાં હોવાનું નોંધ્યું છે. રક્તાભિસરણનાસિદ્ધાંતનું વર્ણન ચરકે તેમના આ
ગ્રંથમાં કર્યું છે. તેઓ માનતા હતા કે ચિકિત્સક (દાક્તર) જ્ઞાની કે વિદ્વાન હોય
તેટલું પૂરતું નથી, તેણે દયાવાન અને સદાચારી પણ હોવું જોઈએ. તેમણે ‘ચરકસંહિતા’માં
એ માટેની પ્રતિજ્ઞાઓનો પણ ઉલ્લેખ કર્યો છે, જે ચિકિત્સક બનતાં પહેલાં લેવામાં આવે
છે.
‘ચરકસંહિતા’નું
ભાષાંતર ભારતની બધી જ ભાષાઓમાં તથા લૅટિન, અરબી, ફારસી, ફ્રેન્ચ, અંગ્રેજી અને
રશિયન જેવી વિદેશી ભાષાઓમાં પણ થયું છે. ગુજરાતીમાં આ ગ્રંથ અનુવાદ રૂપે મળે છે.
read દશાવતાર, Dashavatar
0 ટિપ્પણીઓ
Please do not share links in comment