header

દશાવતાર, Dashavatar

 

દશાવતાર

 

ભાગવતપુરાણ પ્રમાણે વિષ્ણુના દશ અવતાર.



                    ઈશ્વરનું માનવ કે માનવેતર રૂપે અવતરણ એટલે અવતાર અવતાર વિશેના ખ્યાલ તથા તેની સંખ્યા માટે કેટલાંક મતમતાંતરો છે. વૈદિક ગ્રંથો, રામાયણ, મહાભારત તથા ભાગવતાદિ પુરાણોમાં અવતારની વાતો વણી લેવામાં આવી છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં અવતારનું પ્રયોજન પ્રમાણે જણાવ્યું છે :

 

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत  

अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम्  

परित्राणाय साधूनां विनाशाय दुष्कृताम्  

धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे


                    જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધી જાય અને ધર્મની ગ્લાનિ થાય ત્યારે ત્યારે ધર્મની સંસ્થાપના માટે અને દુષ્કર્મીઓનો વિનાશ કરી સજ્જનોનું રક્ષણ કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. આ અવતારના હેતુ મુજબ વિષ્ણુના દશ અવતારો : મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ ગણાય છે. ભાગવતપુરાણમાં બાવીસ અવતારનો ઉલ્લેખ પણ મળે છે. ભાગવતપુરાણના ટીકાકારોએ સંખ્યામાં બે અવતાર ઉમેરી કુલ ૨૪ અવતારો પણ માન્યા છે; જ્યારે વિષ્ણુના અંશરૂપ અવતારો અસંખ્ય છે તેવી પણ એક માન્યતા પ્રચલિત છે.

 

                ઈ.સ.ની નવમી સદીમાં અવતારોને મર્યાદિત કરી દશાવતારની કલ્પના કરવામાં આવી હશે તેમ મનાય છે. શરૂઆતમાં બુદ્ધને અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા ન હતા. ત્યારબાદ અગિયારમી સદીમાં બુદ્ધને અવતાર તરીકે સ્વીકાર્યા. તે પ્રમાણે બે જલજ – મત્સ્ય અને કૂર્મ; બે વનજ – વરાહ, નૃસિંહ; એક વામન; ત્રણ રામ – પરશુરામ, દારથિ રામ અને બલરામ – કૃષ્ણ; એક સકૃપ – કૃપાયુક્ત – બુદ્ધ તથા એક અકૃપ – કૃપાહીન – કલ્કિ-અવતાર – એમ દશ અવતારો મનાવા લાગ્યા. શંકરાચાર્યે પણ આ અવતારોનો નિર્દેશ કર્યો છે.


                    ગીતગોવિંદ'માં જયદેવ દશેય અવતારોને શ્રીકૃષ્ણના સ્વરૂપ તરીકે દર્શાવે છે. તેઓ દશ અવતારોમાં કૃષ્ણને સ્થાને બલરામને મૂકે છે. બલરામસંકર્ષણશેષનાગનો અલબત્ત, સામાન્ય સમજ પ્રમાણે શ્રીકૃષ્ણ પણ વિષ્ણુનો એક અવતાર હતા. અન્ય અવતારો અંશાવતાર, જ્યારે શ્રીકૃષ્ણ પૂર્ણાવતાર તરીકે ગણાવાયા છે.


                    પરંપરામાન્ય દશાવતારોની વિગત નીચે મુજબ છે :

 

. મત્સ્ય

વિષ્ણુનો પ્રથમ અવતાર ગણાય છે. માનવજાતિના કલ્યાણ માટે અને વેદોના ઉદ્ધાર માટે વિષ્ણુએ અવતાર ધારણ કર્યો હતો.


. કૂર્મ :

સમુદ્રમંથન સમયે મંદર પર્વતને આધાર આપવા માટે વિષ્ણુએ કૂર્મ કે કાચબાના રૂપે અવતાર ધારણ કર્યો. મંદરાચળ પર્વત જ્યારે રસાતલમાં ઊતરતો જતો હતો ત્યારે તેમણે તેને પોતાની વિશાળ પીઠ ઉપર ધારણ કરી સમુદ્રમંથનમાં સહાય કરી હતી.

 

વરાહ-અવતાર

 

. વરાહ

રસાતલમાં ઊતરી ગયેલી પૃથ્વીને જલમાંથી બહાર લાવવા માટે વિષ્ણુએ વરાહ(ભુંડ)નો અવતાર લીધેલો. પોતાના દાંત વડે પૃથ્વીને ઊંચકીને પાણીમાંથી બહાર કાઢેલી. વળી હિરણ્યાક્ષ નામના રાક્ષસે પૃથ્વીને હરી લીધી હતી (ઝૂંટવી લીધી હતી) તેથી તેનો સંહાર કરી પૃથ્વીને બચાવી હતી.


. નૃસિંહ

દાનવ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહ્લાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશિપુને વાત પસંદ હોવાને લીધે તે પોતાના પુત્રને ખૂબ રંજાડતો હતો. હિરણ્યકશિપુને વરદાન હતું કે તે ઘર કે ઘરની બહાર, દિવસ કે રાત દરમિયાન તથા રાક્ષસ અને માણસથી ન મરે. આથી વિષ્ણુએ ઘરના ઉંબરા પર સંધ્યાસમયે નૃસિંહ રૂપ લઈને નખથી હિરણ્યકશિપુનું ઉદર ચીરીને માર્યો અને પોતાના ભક્ત પ્રહ્લાદને ઉગાર્યો.


. વામન :

દેવ-દાનવના યુદ્ધમાં દેવોની હાર થઈ અને ઇન્દ્ર ઇન્દ્રાસન ગુમાવ્યું. તે પાછું મેળવી આપવા વિષ્ણુએ વામનઅવતાર લીધો હતો. વામને બલિ રાજા પાસે ફક્ત ત્રણ ડગલાં ધરતી માંગી. બલિની ‘હા થતાં જ વામને વિરાટ સ્વરૂપ લીધું અને ત્રણેય લોકને માપી લઈ ઇન્દ્રને તેનું રાજ સોંપ્યું. વિષ્ણુ આ અવતારના કારણે ‘ત્રિ-વિક્રમ નામે ઓળખાયા.


. પરશુરામ

દ્રોહ બ્રાહ્મણનો કરનારા અને જગતનો નાશ કરનાર આતતાયી (મહાપાપી) ક્ષત્રિયો પૃથ્વી પર વધી જતાં વિષ્ણુએ પરશુરામનો અવતાર લીધો. તેમણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી પિતૃતર્પણ કર્યું હતું.


. દાશરથિ રામઃ 

રાવણ તથા બીજા રાક્ષસોના વધ માટે રઘુવંશના રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ મનુષ્ય-અવતાર લીધો હતો.

 

૮. શ્રીકૃષ્ણ :

 વસુદેવ અને દેવકીના આઠમા પુત્ર તરીકે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો. તે શ્રીકૃષ્ણ વિષ્ણુનો પૂર્ણ અવતાર ગણાય છે. તેમાં શ્રીકૃષ્ણે અધર્મનો નાશ કરી, ધર્મનું પુનઃ સ્થાપન કર્યું. શ્રીકૃષ્ણના ચરિત્રની વાતો 20 મહાભારત તથા શ્રીમદ્ભાગવતપુરાણમાંથી સાંપડી રહે છે. શ્રીમદ્ભગવદ્ગીતા તો તેમની જ વાણીના અમૃતફલરૂપ તત્ત્વજ્ઞાનનું પુસ્તક છે.


૯. બુદ્ધ :

 બુદ્ધની વિષ્ણુના નવમા અવતાર તરીકે ગણના કરવામાં આવે છે. રાજકુમાર સિદ્ધાર્થના જન્મ વખતે ભવિષ્યવાણી થયેલી. ‘આ બાળક પૃથ્વીને દુઃખના સાગરમાંથી પાર ઉતારશે.’ આ સાંભળી રાજા શુદ્ધોદનને ચિંતા થઈ કે આ બાળક તેમને છોડીને જતો રહેશે. એટલે કુમારને દુઃખ થાય તેવા સઘળા પ્રસંગોથી દૂર રાખવામાં આવ્યો. રાજકુંવરી યશોધરા સાથે તેમનાં લગ્ન થયાં અને રાહુલ નામે એક પુત્ર પ્રાપ્ત થયો. જગતના ઉદ્ધાર માટે જન્મેલા કુમારે જરા (વૃદ્ધાવસ્થા), મરણ અને રોગ – એમ ત્રણ પ્રસંગોનાં દશ્યો જોયાં અને તેમના હૃદયને ચોટ લાગી. તેમણે પરિવારને છોડી ધ્યાન ધર્યું. તપ કર્યું, છેવટે બોધિજ્ઞાન મેળવ્યું અને બુદ્ધ થયા. તેમણે યજ્ઞાદિમાં થતી હિંસાને અટકાવી. બુદ્ધના અવસાન બાદ બૌદ્ધ ધર્મ ભારતની બહાર ચીન અને દક્ષિણ એશિયાના ઘણાબધા દેશોમાં (જાપાન, કંબોડિયા, વિયેટનામ તથા શ્રીલંકા વગેરેમાં) ફેલાયો.


૧૦. કલ્કિ-અવતાર: 

કલિયુગમાં જ્યારે અધર્મ બેહદ વધી જશે ત્યારે વિષ્ણુયશાને ત્યાં જન્મેલા ભગવાન વિષ્ણુ કલ્કિરૂપ લઈને આવશે. તેઓ અશ્વારોહી થઈ નાસ્તિકો અને અધાર્મિક મનુષ્યોનો નાશ કરી, ધર્મની બરાબર રીતે સ્થાપના કરશે એવું આશ્વાસન પુરાણોએ આપ્યું છે.


                    અવતારલીલાના આવા આશાવાદથી દુઃખોને સહન કરવાની શક્તિ માનવસમાજને મળે છે. વળી લોકોમાં તેથી ધર્મનિષ્ઠા પણ વધે છે. અવતારલીલા સજ્જનો માટે ભક્તિ અને મુક્તિનો માર્ગ ખુલ્લો કરી આપે છે.


                    વિષ્ણુના દસ અવતારોમાં મત્સ્ય, કૂર્મ અને ત્રણ અવતારોને માનવજાતિની ઉત્ક્રાંતિના સંદર્ભમાં પણ જોવામાં આવે છે. નૃસિંહ અવતાર એ અર્ધમાનવ અને અર્ધપશુનો છે. વામનઅવતારથી આરંભાતા અવતારો સ્પષ્ટતયા માનવીય છે. આમ દશાવતાર ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે. આ સૂચવે છે કે જીવનની   ઉત્પત્તિ જળમાંથી થઈ. સૌપ્રથમ જળચર પ્રાણીઓ  ત્યારબાદ જમીન પર અને જળમાં રહે તેવાં પ્રાણીઓ અને પછી ફક્ત જમીન પર રહેનારાં પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યાં; જે મત્સ્ય, કૂર્મ તથા વરાહ અવતાર દ્વારા દર્શાવવામાં આવ્યું છે. 


                    આ ઉપરાંત પૃથ્વીની પરિસ્થિતિ સૌપહેલાં જળમય ત્યારબાદ કીચડવાળી અને વરાહ અવતાર પછી ભૂમિતલવાળી થયાનો નિર્દેશ પણ મળી રહે છે. માનવજીવનની ઉત્ક્રાંતિના સંદર્ભમાં, તેની ધાર્મિકતાના વિકાસના સંદર્ભમાં દશાવતારનું ઘણું મહત્ત્વ છે. કવિ સુન્દરમે ‘બુદ્ધનાં ચક્ષુ કાવ્યમાં હિંસાથી અહિંસા તરફની ઉત્ક્રાંતિના સંદર્ભમાં દશાવતારનો અર્થ આ રીતે ઘટાવ્યો છે :





read દામોદર ખુશાલદાસ બોટાદકર, Damodar Khushaldas Botadkar




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ