દામોદર ખુશાલદાસ બોટાદકર
(જ. ૨૭ નવેમ્બર ૧૮૭૦,
બોટાદ; અ. ૭ સપ્ટેમ્બર
૧૯૨૪, બોટાદ) ગુજરાતી
સાહિત્યના જાણીતા કવિ.
તેમની મૂળ અટક શાહ.
માત્ર સાત વર્ષની વયે
પિતાનું અવસાન થતાં છ
ધોરણથી આગળ અભ્યાસ ન
કરી શક્યા. પ્રારંભમાં પ્રાથમિક
શાળામાં શિક્ષક. પછી કુટુંબના
નિર્વાહ માટે અનેક વ્યવસાય
કર્યા.
બાળપણથી
જ કાવ્યસર્જનમાં રસ.
તેઓ ૨૦ વર્ષના થયા
તે પહેલાં તો
‘લાલસિંહ-સાવિત્રી નાટક', ‘રાસવર્ણન’, ‘ગોકુળગીતા’‘સુબોધકાવ્યસંગ્રહ’ વગેરે કૃતિઓ
પ્રકટ થઈ ચૂકી હતી.
૧૮૯૩માં શ્રી નૃસિંહલાલજી સાથે
તેમના કારભારી તરીકે મુંબઈ
ગયા. ત્યાં ‘પુષ્ટિમાર્ગપ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું.
ત્યાં તેમણે સંસ્કૃતનો અભ્યાસ
કર્યો. વળી એ મુંબઈનિવાસના
કારણે તેમને નવીન કવિતાનો
પરિચય થયો. ‘ચંદ્ર’‘બુદ્ધિપ્રકાશ’ વગેરેમાં તેમની
કૃતિઓ આવતી હતીમુંબઈમાં તેમને
દમનો વ્યાધિ થતાં, ૧૯૦૭માં
વતન પાછા ફર્યા અને
શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. આ
સમયગાળામાં જ ‘શાહ' અટક
છોડી ‘બોટાદકર’ અટક
ધારણ કરી. તેમને ‘અમરકોશ’
આખો મોઢે હતો.
‘કલ્લોલિની’, ‘સ્રોતસ્વિની’,
‘નિર્ઝરિણી’, ‘રાસતરંગિણી’
અને ‘શૈવલિની’ એ
તેમના કાવ્યસંગ્રહો છે. તેમનાં કાવ્યોમાં
ગૃહજીવન અને નારીજીવનના વિવિધ
ભાવો ૨મણીય રીતે રજૂ
થયા છે. કન્યા, માતા,
ભગિની, નણંદ, સાસુ, નવોઢા,
ગૃહિણી, પ્રૌઢા – આવાં આવાં
નારીજીવનનાં અનેક રૂપોને તેમણે
ભાવસભર રીતે ભાવુકતાથી - અભિવ્યક્ત
કર્યાં છે. તેમાંય લોકઢાળોના
ઉપયોગવાળા ‘રાસતરંગિણી’ના રાસોએ
તો ગુજરાતી નારીને
ઘેલી કરી હતી. ‘અવસર’, ‘ઊર્મિલા’
અને - ‘એભલવાળો’ – એ
તેમનાં જાણીતાં ખંડકાવ્યો છે
તો ‘ઉષા’ અને
‘શત્રુંજય’ – એ સુંદર
પ્રકૃતિકાવ્યો છે. ‘માતૃગુંજન’
અને ‘ભાઈબીજ’ તેમની
વિશિષ્ટ કૃતિઓ છે. ‘જનનીની
જોડ સખી નહિ જડે
રે લોલ’
– એ કૃતિ તો સમગ્ર
ગુજરાતના ગળામાં આજેય ગુંજી
રહી છે.
સંસ્કૃત
વૃત્તો પર તેમનું પ્રભુત્વ
પ્રશસ્ય છે. તેમનાં કાવ્યોમાં
વાત્સલ્યભાવ, ભાઈ-બહેનનો પ્રેમ,
દામ્પત્યજીવનના અને સમર્પણના ભાવો
બહુ કોમળતાથી – ઋજુતાથી સહજ રીતે
વર્ણવાયા છે. તેથી તેઓ
‘કુટુંબજીવનના કવિ' તરીકે તો
ગ્રામજીવનના પરિવેશનું અને તળપદા વિષયોનું
રુચિર આલેખન કરનારા ‘સૌંદર્યદર્શી
કવિ’ તરીકે
પણ ઓળખાયા છે.
read દલાઈ લામા, The Dalai Lama
0 ટિપ્પણીઓ
Please do not share links in comment