ઘોરાડશુષ્ક ઘાસિયા પ્રદેશનું લુપ્ત થવાના
આરે આવેલું એક ભારતીય પક્ષી.
ઘોરાડ શાહમૃગ જેવું, એક મીટર ઊંચું અને લગભગ ૧૮ કિગ્રા. વજન ધરાવતું મજબૂત બાંધાનું ત્વરાથી
દોડતું પક્ષી છે. તેનાં ડોક અને પગ લાંબાં હોય છે. તે આછાં કથ્થાઈ રંગનાંપીછાં ધરાવે છે. ઘોરાડ ભારે શરીરનું હોવાથી જમીનથી બહુ ઊંચે ઊડી શકતું નથી. તે શરમાળ અને બીકણ હોય છે અને માનવીથી દૂર રહે છે. ઘાસિયાંમેદાનો ઓછાં થતાં તેની જાતિ લુપ્ત થવાને આરે આવી ગઈ છે.
ઘોરાડ અનાજના દાણા તથા કીટકો, સરીસૃપો અને ઉંદ૨ જેવાં પ્રાણીઓ ખાય છે. શિયાળ, કૂતરા, ઘો અને ગરુડ જેવાં પ્રાણીઓ તેનું ભક્ષણ
કરે છે. આ પક્ષીનું માંસ સ્વાદિષ્ટ હોવાથી શિકારીઓ તેને નિશાન બનાવે છે. તેથી આજે ઘોરાડની જાત લુપ્ત થવા આવી છે. અત્યારે ઘોરાડને રક્ષિત પક્ષી તરીકે
જાહેર કર્યું છે. આ પક્ષી કચ્છમાં જોવા મળે છે.
નર ઘોરાડ પ્રજનનકાળ દરમિયાન સહેજ ઊંચાણવાળા સ્થળે રહી નૃત્યલીલા કરે છે અને પોતાની ડોકમાંની કોથળી ફુલાવી બીજા નર ઘોરાડનેપડકારી માદા ઘોરાડને આકર્ષે છે. માદા ઘોરાડ એક ઈંડું ખુલ્લા મેદાનમાં મૂકે છે. બચ્ચાને ઉછેરવાની જવાબદારી માદા સંભાળે છે.
read ઘોડો, horse
0 ટિપ્પણીઓ
Please do not share links in comment