ઘોડો
માણસને વફાદાર રહેતું એક પાલતુ સસ્તન
પ્રાણી.
ટટ્ટુ
નાના કદના ઘોડાની જ જાત છે. હજારો વર્ષોથી ઘોડો વાહન તરીકે ખેતીમાં, શિકારમાં અને યુદ્ધમાં માણસની સેવા કરે
છે. જોકે આજના યંત્રોના જમાનામાં તેનો ઉપયોગ મોટે ભાગે રમત અને મનોરંજન
પૂરતો મર્યાદિત થતો જાય છે.
ઘોડો ખરી પર ઊભો રહે છે. ખરી એ મોટી આંગળીના ટેરવાનુંરૂપાન્તર છે. પગની અન્ય બે આંગળીઓ જમીનને અડતી નથી. ઘોડાની ગંધશક્તિ અને શ્રવણશક્તિ માણસથી વધારે તીવ્ર હોય છે. તેનાં ફેફસાં પ્રમાણમાં વધારે હવા શોષી શકે છે. આથી તેની સહનશક્તિ વધારે હોય છે અને તે
વધારે પરિશ્રમ વેઠી શકે છે.
ઘોડો રંગે સફેદ, લાલ, શ્યામ, પીળો સોનેરી અથવા મિશ્ર રંગનો હોય છે. તેને કેશવાળી હોય છે. તે વનસ્પતિ-આહારી પ્રાણી છે. કદમાં નાના ટટ્ટનું વજન આશરે ૧૨૫ કિગ્રા. હોય છે; જ્યારે સ્થૂળદેહીઅશ્વનું વજન ૧૦૦૦
કિગ્રા. જેટલું હોઈ શકે છે. તેનું સરેરાશ આયુષ્ય ૩૦ વર્ષનું ગણાય છે. ઘોડી ઘોડાથી ૨૦ વર્ષ સુધી પ્રજનન કરી
શકે છે. સામાન્ય રીતે તે દરેક વખતે એક બચ્ચાને જન્મ આપે છે, જેને વછેરું કહે છે.
ભારતમાં ઘોડાની જાતો છે. અનેક કાઠિયાવાડી (કાઠી કે કચ્છી), મારવાડી, મણિપુરી, ભુતાની, સ્પિટિ અને ચુમુરવી વગેરે.
ઘોડાને રહેવા માટે તબેલાબાંધવામાં આવે
છે. લીલું સૂકું ઘાસ અને ચંદી (ચણા) તેનો મુખ્ય ખોરાકછે. ઘોડો ખોરાક ધીમે ધીમે ખાય છે. આથી તેને તોબરાથી પણ ખોરાક ખવડાવવામાં
આવે છે.
ઘોડા સરકસમાં તેમ જ વિઘ્નદોડ, છલાંગકૂદકો, નૃત્ય જેવા મનોરંજનના વિવિધ કાર્યક્રમોમાં આકર્ષક દેખાવ કરે છે. પોલો અને ઘોડદોડની શરતો જેવા કાર્યક્રમો અનેક દેશોમાં મોટે
પાયેયોજાતા હોય છે. લગ્ન-પ્રસંગે વ૨ માટે સુશોભિત ઘોડા ઉપર શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેને ‘વરઘોડો' કહેવામાં આવે છે. બગીઓ અને ઘોડાગાડીઓમાં સામાન્ય રીતે નર-અશ્વનો ઉપયોગ થાય છે. બગીઓ માટે સફેદ ઘોડાની માંગ રહે છે.
કેળવાયેલાઘોડા યુદ્ધમાં, સરકસમાં, ઘોડદોડ વગેરેમાં કેવાં આશ્ચર્યકારક કાર્યો કરી શકે છે તેનાં અનેક
ઉદાહરણો છે. રાણાપ્રતાપનાચેતક ઘોડાની તો પ્રતિમા પણ હલદીઘાટમાં મૂકવામાં આવી છે. લોકકથાઓમાં પણ ઘોડીની વફાદારી, ચપળતા વગેરેનાં અનેક સુંદર દૃષ્ટાંતો મળે
છે. ભગવાન સ્વામિનારાયણની કે રણુંજાનારાજાનીઘોડીને કે
રામાયણમાંનાઅશ્વમેધના ઘોડાને પણ યાદ કરી શકાય.
ભારતીય અશ્વો વિશ્વના બધા જ પ્રકારના
વાતાવરણમાં રહી શકે છે. ગુજરાતમાં અશ્વ-ઉછેર માટેનાં પાંચેક સારાં સ્ટડ-ફાર્મ છે. હિંમતનગર નજીક ‘પ્રતાપ સ્ટડ-ફાર્મ’માં ૪૦૦થી વધુ અશ્વો છે.
ઘોડાનાં લક્ષણો-પ્રકારોવગેરેનેવર્ણવતાસંસ્કૃતમાં ગ્રંથો પણ મળે છે. ઘોડાઓમાં ‘પંચકલ્યાણી’ લક્ષણો ધરાવતા ઘોડા શુકનિયાળ મનાય છે.
read ઘરશાળા,gharashala
0 ટિપ્પણીઓ
Please do not share links in comment