header

ઘરશાળા,gharashala

 

ઘરશાળા

 



. . ૧૯૩૯માં શ્રી હરભાઈ ત્રિવેદી દ્વારા સ્થપાયેલી વિશિષ્ટ પ્રયોગાત્મક શાળા.

 

                    ભાવનગરનીદક્ષિણામૂર્તિમાં૧૯૧૬થી૧૯૩૭ સુધીશ્રીહરભાઈત્રિવેદી(. ૧૪-૧૧-૧૮૯૧, . ૧૯--૧૯૭૯)એ આચાર્ય તરીકે શિક્ષણના અનેક પ્રયોગો કર્યા. તેમણે શિક્ષણશાસ્ત્ર તેમ જ માનસશાસ્ત્રને લગતા અનેક લેખો પણ લખ્યા. ‘દક્ષિણામૂર્તિસંસ્થા બંધ થઈ હતી; પરંતુ મિત્રો-શુભેચ્છકોનો આગ્રહ અને પોતાની ભીતરના શિક્ષકનો સાદ સાંભળી શ્રી હરભાઈ ત્રિવેદીએ ૧--૧૯૩૯ના રોજ પોતાના ઘરમાં ૨૦ વિદ્યાર્થીઓ સાથે ઘરશાળાસંસ્થાની સ્થાપના કરી. ક્રમશઃ સંસ્થા વિસ્તરતી ગઈ. તે પોતાનું વિશાળ ભવન બનાવી શકી. આજે તેમાં બે હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સંસ્થાના નિયામક અને પ્રમુખ તરીકે શ્રી હરભાઈ ત્રિવેદીએ આમરણ માર્ગદર્શન આપ્યું હતું.

 

 

                    ઘરશાળાનામની પસંદગીમાં શૈક્ષણિક અને સામાજિક મૂલ્યો સમાયેલાં હતાં. દરેક ઘર શાળા બનવું જોઈએ અને દરેક શાળામાં ઘરના જેવાં સ્વાતંત્ર્ય, પ્રેમ, મોકળાશ અને સાહજિકતા હોવાં જોઈએ. હરભાઈએ ઘરશાળામાં આ મૂલ્યોને ચરિતાર્થ કરવા આજીવન પ્રયોગો કર્યા અને અનેક દિશાની સિદ્ધિઓ મેળવી.

 
                    ઘરશાળાના સ્થાપનાકાળથી કેટલાક પાયાના આદર્શો અમલી બન્યા, જેમને તેના આચાર્યો અને શિક્ષકોએ જાળવવા પ્રયત્નો કર્યા છે :

 

() સ્વાતંત્ર્ય

                    બાળકને પૂરતું સ્વાતંત્ર્ય મળે. તે પોતાની વાત નિર્ભયતાથી કહી શકે. બાળક સાથે ધીરજથી કામ લેવું. એનાથી બાળકના વ્યક્તિત્વનો વિકાસ શક્ય બને છે.

 

() નિર્ભય વાતાવરણ

                    બાળક ભયમુક્ત હોય તો જ તેનો વિકાસ ઝડપી અને સ્વાભાવિક થાય. અભ્યાસક્રમ અને પ્રવૃત્તિની પસંદગીમાંબાળકને સ્થૂળ કે સૂક્ષ્મ ભયનો અનુભવ ન થાય તેની કાળજી રાખવામાં આવતી હતી.

 

() સહશિક્ષણ

                શાળામાં દરેક તબક્કે સહશિક્ષણ હોય એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. સહશિક્ષણના પ્રશ્નોને માનસશાસ્ત્રીય રીતે અને શિક્ષણશાસ્ત્રની મદદથી ઉકેલવામાં આવતા હતા. હરભાઈએ ૨૩ જેટલાં પુસ્તકોના લેખન દ્વારા શિક્ષકો અને વાલીઓને ઉત્તમ માર્ગદર્શન આપ્યું હતું. સહશિક્ષણના પરિણામે વિદ્યાર્થીઓ વધુ સમતોલ અને સંવાદી બન્યા અને તેમના દાંપત્યજીવનમાં ઊંચી પ્રસન્નતા જોવા મળી.

 

() સ્વાધ્યાયપદ્ધતિ (ડોલ્ટન-પ્લાન) :

                    દરેક વિષયમાં બને તેટલા વધુ એકમોનો અભ્યાસ વિદ્યાર્થીઓ સ્વાધ્યાયપદ્ધતિથી કરે તો તેમને સ્વતંત્ર રીતે વિચાર કરવાની તાલીમ મળે અને ટેવ પડે, તેની આત્મશ્રદ્ધા કેળવાય. સ્વાધ્યાયપદ્ધતિનાં કેટલાંક સરસ પરિણામો આવ્યાં છે. ૧૯૨૭થી શરૂ થયેલો ડોલ્ટન-પ્લાન પછી ગુજરાતભરમાં વ્યાપક બન્યો હતો. ડોલ્ટન-પ્લાનમાં ત્રણ આંતરિક પરીક્ષામાં સારા ગુણ મેળવનારને વાર્ષિક પરિણામથી મુક્તિ અપાતી હતી.

 

() શરીર સુદૃઢ બનવું જોઈએ :

                    શારીરિક વિકાસની પ્રવૃત્તિઓને ઘરશાળામાં શરૂઆતથી જ પૂરતું મહત્ત્વ અપાયું હતું. તેની સામૂહિક કવાયત દર્શનીય બની રહેતી. સ્પૉર્ટ્સ ક્લબ દ્વારા વિવિધ રમતોની અને ટ્રેકિંગની તાલીમ અપાતી. એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટિંગ, નેવલ એન.સી.સી., કરાટે અને રોજબરોજની ૨મતોથી ઘરશાળાનું પ્રાંગણ શાળાનો સમય પૂરો થયા પછી પણ ગુંજતું રહેતું. તેના વિદ્યાર્થીઓએ કેટલીક રમતોમાં તો ભારત-કક્ષાએ નામના મેળવી હતી. આ રમતો દ્વારા સ્વયંશિસ્તમાં પણ મદદ મળી હોવાનું અનુભવાયું છે.

 

() વિવિધ સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ

                    સહઅભ્યાસ પ્રવૃત્તિઓને વર્ગખંડની પ્રવૃત્તિઓ જેટલું જ મહત્ત્વ અપાતું. સ્વયંશિક્ષણદિન, રમતોત્સવ, નૃત્ય, સંગીત, પ્રવાસ-પર્યટન, હૉબી-કૉર્નર, બાલ્કન-જીબારી, વિદ્યાર્થીમંડળ, ફોટોગ્રાફી, નેચરકલબ, સામાજિક પર્વોની રક્ષાબંધન, ઉજવણી, વક્તૃત્વસભા, કલામંડળ, કારકિર્દી-માર્ગદર્શન, હિન્દી-પરીક્ષાઓ, ગાંધીદર્શન-પરીક્ષાઓ, રોપાઉછેર વગેરેને લગતી પ્રવૃત્તિઓમાંથી મોટા ભાગની પ્રવૃત્તિઓ પાંચેક દાયકા અખંડપણે ચાલી હતી,આજે બદલાયેલા સંજોગોમાં પણ ઘણી ચાલે છે. વિદ્યાર્થીવિકાસમાં આ પ્રવૃત્તિઓનો મોટો ફાળો છે. ઉત્સવો વખતે ઘરશાળાનું પ્રાંગણ પ્રેક્ષકો માટે નાનું પડતું. એટલું તેનું આકર્ષણ રહેતું.

 

() બૃત શિક્ષકસભા

                    શ્રી હરભાઈએ આગવી રીતે શરૂ કરેલી આ પ્રવૃત્તિ પછીથી પ્રણાલી બની ગઈ. ‘ઘરશાળાની શિક્ષણ-સિદ્ધિઓનો ઘણો યશ તેની શિક્ષકસભા અને ઉત્તમ શિક્ષકોને જાય છે. દર મહિનાના પહેલા બુધવારે ગોઠવાતી શિક્ષકસભામાં કેળવણીના સિદ્ધાંતો અને તેના રોજબરોજના અમલ અંગે વિચારવિનિમય થતો. શ્રી હરભાઈ તેમાં માર્ગદર્શન આપતા. એના નિર્ણયોને વ્યવહારમાં મૂકવા સૌ પ્રયત્ન કરતા એથી શાળાનું કામ કાર્યસાધક બનતું. આજે પણ અવારનવાર શિક્ષકસભા મળે છે. શ્રી હરભાઈનાં શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપતાં પુસ્તકો આમાંથી લખાયાં છે.


                    ઘરશાળાને પ્રતિભાશાળી અને નોંધપાત્ર આચાર્યો અને શિક્ષકોની કેટલીક પેઢીઓ મળી તે પણ ગણનાપાત્ર છે. . પ્ર. બૂચ, મૂળશંકર મો. ભટ્ટ, ગિરીશભાઈ ભટ્ટ, ચંદુભાઈ ભટ્ટ, રઘુભાઈ નાયક, પ્રેમશંકર ભટ્ટ, પ્રહ્લાદ પારેખ, ગૌરીભાઈ ભટ્ટ, મહેશભાઈ વસાવડા, ધરમશીભાઈ શાહ, સોમાલાલ શાહ, જગુભાઈ શાહ, બાબુભાઈ અંધારિયા, ગિજુભાઈ ત્રિવેદી, ચંદુબહેન ભટ્ટ, ઉષાબહેન પટેલ વગેરેને એમાં ગણી શકાય. એના પરિણામે ઘરશાળાનું શૈક્ષણિક વાતાવરણ દીર્ઘકાળ ટક્યું હતું.

 

() સંસ્થાનું સંચાલનમંડળ :

                     ‘ઘરશાળાના બંધારણમાં મોટા પ્રમાણમાં શિક્ષકો અને નાગરિકો હોય તેવી રચના કરેલી છે. તેથી ઘરશાળા'માંથી ભણી ગયેલા વિદ્યાર્થીઓ સંચાલનમાં રસ લે છે. ૨૩સભ્યોમાંથી ૧૩ ઘરશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને ૫ શિક્ષકો છે. એ રીતે વાલીઓ ઘરશાળામાં સીધા સક્રિય રહે છે.

 

() ‘ઘરશાળામાસિક

                    વાલીઓ, વ્યાપક સમાજ અને શિક્ષકોને માર્ગદર્શન આપવા શ્રી હરભાઈ ત્રિવેદીએ ૧૯૪૦થી શરૂ કરેલું માસિક ઘરશાળાઆજપર્યંત ચાલુ છે. પછીથી એને રઘુભાઈ નાયકના તંત્રીપદનો લાભ મળ્યો હતો.

 

                પ્રારંભે એક જ વિભાગથી શરૂ થયેલી સંસ્થામાં ક્રમશઃ નવા નવા વિભાગો શરૂ થયા; એથી શૈક્ષણિક સ્વરૂપ સર્વાંગી બન્યું.

 

ઘરશાળાના વિવિધ શૈક્ષણિક વિભાગો

 

() બાળમંદિર

                ૧૯૩૯થી શરૂ થયેલો વિભાગ છે. માનસશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રમાં નીવડેલા અનેક વિચારો અને પ્રયોગોનો સમન્વય કરવાનો શ્રી હરભાઈનો આગ્રહ આ બાલમંદિરના સંચાલનમાં રાખવામાં આવે છે.

 

 

() બાળ-અધ્યાપનમંદિર

                    બાળમંદિર ઉત્તમ રીતે ચાલે તે માટે શિક્ષકો તૈયાર કરવા સંસ્થાની શરૂઆતથી બાળ-અધ્યાપનમંદિર શરૂ થયેલું છે. પુનર્જીવન પામેલી દક્ષિણામૂર્તિએ બાળઅધ્યાપનમંદિર શરૂ કર્યું તેથી ૧૯૭૩માં ઘરશાળા બાળ-અધ્યાપનમંદિર બંધ કરવામાં આવ્યું. ૧૯૩૯થી ૧૯૭૩ સુધીમાં તૈયાર થયેલા શિક્ષકોએ સરસ કામગીરી કરીને શિક્ષણને શોભાવ્યું છે.

 

() બુનિયાદી શાળા (પ્રાથમિક શાળા) : 

                ઘરશાળાના પ્રારંભથી જ પ્રાથમિક શિક્ષણના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ગાંધીજીના કેળવણીના પાયાના વિચારોને તેમાં અમલમાં મૂકવાનો પ્રયત્ન થયો છે. ઉલ્લાસ અને ઉમંગભર્યાં બાળકો એ ઘરશાળાની મોટી પ્રાપ્તિ છે. -

 

() પ્રાથમિક અધ્યાપનમંદિર

                ઘરશાળા૧૯૫૦થી પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવાનું કામ કરી રહી છે. ઉત્તમ શિક્ષકો દ્વારા જ શિક્ષણની ગુણવત્તા સિદ્ધ કરી શકાય તે દૃષ્ટિથી શિક્ષકતાલીમનો પ્રબંધ થયેલો છે. તેમાં તૈયાર થયેલા શિક્ષકોએ ઊંચી ભાવના સાથે, બાળકો માટેના પ્રેમ સાથે પોતાની કામગીરી ઉત્તમ રીતે કરી છે તે ઘરશાળામાટે ગૌરવની વાત છે. ઘરશાળા અધ્યાપનમંદિરમાં કાંતણ સાથે સુથારીકામના ઉદ્યોગને સ્થાન આપવામાં આવ્યું છે તે નોંધપાત્ર છે.

 

() માધ્યમિક શિક્ષણ :

                આ વિભાગ W ૧૯૩૯થી વિનયમંદિર'ને નામે શરૂ થયેલો છે. એમાં ભણેલા વિદ્યાર્થીઓએ સમાજનાં અનેક ક્ષેત્રોમાં ઊંચી કારકિર્દી મેળવેલી છે, સેવાપ્રવૃત્તિ કરેલી છે. વિનયમંદિરના વિદ્યાર્થીઓની ઉચ્ચ પ્રકારની નાગરિકતાના મૂળમાં સ્વાતંત્ર્ય, શાળાપૂરક પ્રવૃત્તિઓ, ગુણવત્તાયુક્ત અભ્યાસપ્રણાલીઓ અને ઉત્તમ શિક્ષકોનો ફાળો મુખ્ય છે.

 

                    હવે રચના બદલાતાં ઉચ્ચતર માધ્યમિક શાળા પણ શરૂ કરવામાં આવી છે. આજે બદલાયેલ વાતાવરણ, નિષ્ઠા અને કાર્યશૈલીની અસરો જેમ બધે તેમ ઘરશાળામાં પણ જોવા મળે છે. બૉર્ડનાં પરિણામો અને માર્ક જ કેન્દ્રમાં મુકાઈ ગયાં છે, ત્યારે પણ કેટલીક ઉત્તમ પ્રણાલીઓ અમલી હોવાથી ઘરશાળામાં શૈક્ષણિક ધોરણો જળવાયાં છે.

 

                    ઘરશાળાસંસ્થાએ આપેલાં શૈક્ષણિક મૂલ્યો, રચનાગત ઉત્તમ પ્રણાલીઓ અને ગુરુશિષ્ય વચ્ચેના સંબંધોની ઉત્કૃષ્ટ ભાવભૂમિકા તથા વિદ્યાર્થીને જોવાની શૈક્ષણિક દૃષ્ટિ કોઈ પણ કાળે ઉપયોગી અને માર્ગદર્શક બની રહે તેવી છે.




read ઘર, house





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ