ઘર
માણસનું તેના પરિવાર સાથે રહેવા
માટેનું ઠેકાણું.
પહેલાંના વખતમાં પથ્થરયુગમાં માણસ
ગુફામાં રહેતો, શિકાર કરતો અને જંગલી પ્રાણીથી બચવા અગ્નિનો ઉપયોગ કરતો. આસપાસમાં આવેલ માળા બાંધતાં પક્ષીઓ, દર બનાવતા ઉંદ૨, કીડી જેવાં પ્રાણીઓ કે જીવાતોને જોઈ
તેને પણ કદાચ પોતાના રક્ષણ માટે ઘર બનાવવાની પ્રેરણા મળી હશે. આમાટે તેણે પોતાના પરિસરમાંથી મળતાં
સાધનોનો ઉપયોગ કર્યો હશે. કોઈએ ઝાડની ડાળીઓનો, આદિનો; કોઈએ માટીછાણનો તો કોઈએ પશુઓનાંચામડાંનો કે છાલનો ઉપયોગ કર્યો હશે. વિશ્વનું સૌથી જૂનામાં જૂનું ઘર યુક્રેન(રશિયા)માંથી ૧૯૬૫માં મળી આવ્યું હોવાનું
જાણવા મળે છે. તે ઈ. સ. પૂ. આશરે ૧૦,૦૦૦માં વિશાળકાય હાથીના ચામડામાંથીબનાવાયું હોવાનું મનાય છે.
માણસનો વિકાસ થવા લાગ્યો તેમ તેમ તેની
ઘરની બાંધણી કે બનાવટમાં પણ ફેરફાર થવા લાગ્યો. માણસોએ કાપડ, વાંસનીસાદડીઓ, માટી જેવી સાધનસામગ્રી વાપરીને પોતાનાં
તંબુઓ—રહેઠાણોબનાવ્યાં. આવાં રહેઠાણો વંટોળ, આગ, ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સામે ઝીંક લઈ શકે તેવાં ન હતાં. આથી કુદરતી આફતોનો સામનો કરી શકે તેવાં મજબૂત રહેઠાણો બનાવવાની તેમણે
મથામણ કરી.
ઈંટો, લાકડું, પતરાં, પથ્થર, ચૂનો, સિમેન્ટ વગેરે વાપરીને તેમણે ઘરો
બનાવવા માંડ્યાં. હવે તેના થકી કાચાંધરોને બદલે મજબૂત પાકાં ઘર બાંધવાની શરૂઆત થઈ. ધીમે ધીમે આ નિવાસસ્થાનોનાબાંધકામમાં સુધારા થવા લાગ્યા. આધુનિક ઘરોમાં – મકાનોમાં તો રસોડું, શયનખંડ અને બેઠકખંડ ઉપરાંત આરોગ્ય અને સ્વચ્છતા જાળવી રાખી શકાય તેવી
સગવડો સાથે ગટર-વીજળી-પાણીની સગવડો પણ હોય છે. હવે તો વીજાણુક્ષેત્રની નવી નવી શોધી
પછી ‘સંવેદનશીલ મકાનો'નીરચનાઓનો ખ્યાલ પણ અમલમાં આવ્યો છે.
આજના જમાનામાં મોટાં શહેરોમાં જમીનની
અછત હોવાથી બહુમાળી મકાનો, એકમેકને અડીને બનાવેલાં મકાનો, હારબંધ બંગલા વગેરે જોવા મળે છે. ગામડામાં અને શહેરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો હજી તકલાદી, કાચાનિવાસોમાં રહે છે, એવા નિવાસોમાં મોટા ભાગે નથી હોતી ગટર-પાણીવીજળીની કે સ્વચ્છતા જાળવવા માટેની
સગવડો.
જિપ્સી અને વણજારા જેવી જાતિના લોકોને
સ્થાયી ઘર હોતાં નથી. તે જાતિના લોકો ‘ઘર’ને પોતાની સાથે ને સાથે લઈને ફરે છે ! ફરતાંફરતાં જ્યાં જરૂર પડે ત્યાં
કામચલાઉ ‘ઘર’ બનાવીને રહે છે.
માણસ પોતાનાં પર્યાવરણ, ઋતુ અને જીવન જીવવાની રીત પ્રમાણે મકાનો બનાવે છે. ખૂબ વરસાદવાળા વિસ્તારોમાં ઢળતાંછાપરાંવાળાં મકાન, ગરમ આબોહવાવાળા પ્રદેશમાં જાડી અને પાકી ભીંતો અને નાની બારીવાળાં
મકાનો, ઉનાળામાં જ્યાં ખૂબ ગરમી પડતી હોય તેવા પ્રદેશોમાંઝરૂખા, વરંડા, ઓટલા અને અગાશીવાળાં મકાનો હોય છે.
હાલના જમાનામાં ઘર બનાવવા માટે દૂર
દૂરથી માલસામાન મંગાવી શકાય છે, પણ પહેલાંના વખતમાં જે આસપાસમાંથી મળી શકે તેવાં જ સાધનો વપરાતાં. આથી જંગલો જ્યાં ખૂબ હોય ત્યાં લાકડાંનાં ઘરો તો બરફવાળા પ્રદેશમાં
બરફનાં ઘરો – ‘ઇંગ્લૂ’ બનતાં. આમ, ઘરના બાંધકામમાં જ્યાં પથ્થરો ખૂબ મળતા હોય ત્યાં પથ્થરોનો અને જ્યાં
વાંસનાંજંગલો હોય ત્યાં વાંસનો ઉપયોગ કરાતો જોવા મળે છે.
ઘણી વા૨ ઘ૨ો કે મકાનો અમુક પ્રદેશ કે
દેશની આગવી ઓળખરૂપ હોય છે; જેમ કે, જાપાનનાં ઘરો. ત્યાં ધરતીકંપ વારંવાર થતો હોવાથી ત્યાંનાં ઘરોમાં પથ્થર, ઈંટોને બદલે કાગળ, સાદડી, વાંસ, નેતર જેવી વજનમાં હલકી વસ્તુઓ ઘરો બનાવવા માટે વપરાય છે. કુદરતી આપત્તિને કારણે આવાં ઘરો પડી જાય તોપણ તે તુરત જ ફરીથી ઊભાં
કરી શકાય છે. એ રીતે હાઉસબોટ એ કાશ્મીર અને કેરળની ઓળખ છે. કાશ્મીરના વિશાળ સરોવર તથા
કેરળનાબૅકવૉટર્સવાળા પ્રદેશમાં હાઉસબોટમાં રહેવાનું સહેલાણીઓને આકર્ષણ રહે છે. પોળોમાંનાં હવેલી સ્વરૂપનાં ઘરો ગુજરાતની આગવી ઓળખ છે. હવેલીની રચનામાં ઓટલો, પરસાળ, ચૉક, ઓરડાઓ અને વરસાદનું પાણી સંઘરી શકાય તેવા ટાંકાનો સમાવેશ થાય છે. કાષ્ઠકામની કોતરણીથી શોભતાઝરૂખા, મોભ, ગોખલા આવાં ઘરોની આગવી શોભા હોય છે. માટીના કૂબારૂપગોળાકારમાંબંધાતાં ઘરો કચ્છ અને
રાજસ્થાનનારણવિસ્તારમાં જોવા મળે છે. ઉદેપુરમાંસરોવરના પાણીની વચ્ચે મહેલ છે, જેને ‘લેકપૅલેસ’ (LakePalace) કહે છે.
સામાન્ય રીતે દરેક માનવીને પોતાના ઘર
સાથે નિકટનો નાતો હોય છે. ઘરમાં માણસ એકલો કે પોતાના પરિવાર સાથે વસે છે. સુરક્ષિતતા માટે ચીજવસ્તુઓ, રાચરચીલું ઘરમાં રાખે છે. આખો દિવસ કામ કર્યા પછી માણસ ઘરે પાછો
આવી નિરાંત કે હાશકારો અનુભવે છે. ઘર આરામદાયક, પૂરતી સગવડવાળું હોય અને ઘરના સભ્યોનું આરોગ્ય તથા કલ્યાણ સધાતું હોય
તો તે સાચા અર્થમાં ‘ઘર’ નામને પાત્ર થાય છે.
ઘર ફક્ત ઈંટો કે દીવાલોમાંથી નથી બનતું; ઈંટદીવાલોથી તો ‘મકાન’ જ બને છે.
ઘરમાં રહેતાં રહેતાં માણસને તેની માયા
કે લાગણી થઈ જાય છે. ઘરની બહાર નીકળનાર માણસને પોતાના ઘરની યાદ આવે છે – તેની ખોટ સાલે છે.
આદર્શ ઘર એટલે પ્રકાશ અને મોકળાશનું
સુયોગ્ય આયોજન જેમાં હોય, ઘોંઘાટ અને ગંદકી આદિથી પ્રદૂષણોથી મુક્ત વાતાવરણ હોય એવી ફૂલછોડથી
રળિયામણી ને કુલજનોનાકલ્લોલથીઆત્મીયતાભરી વિશ્રાન્તિ ને શાન્તિ આપતું રહેઠાણ. આવું રહેઠાણ – આવું ઘર રોટી અને કપડાં જેટલી જ માણસને માટે પાયાની જરૂરિયાતરૂપ હોય
છે.
read ઘનશ્યામદાસબિરલા,Ghanshyamdas Birla
0 ટિપ્પણીઓ
Please do not share links in comment