ઘનશ્યામદાસબિરલા
(જ. ૧૦ એપ્રિલ, ૧૮૯૪, પિલાણી; અ. ૧૧ જૂન, ૧૯૮૩, લંડન)
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમ જ શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે દાન આપનાર ગાંધીભક્ત ઉદ્યોગપતિ.
રાજસ્થાનમાં વેપારી પરંપરાવાળા
કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ બળદેવદાસ અને માતાનું નામ યોગેશ્વરીદેવી. તેમનું શૈશવ રાજસ્થાનનાપિલાણીમાંવીત્યું હતું. ત્યાં તેમણે પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ
કર્યો હતો.
ઈ. સ. ૧૯૧૦માં તેઓ પિલાણીથીકૉલકાતા ગયા અને
બિરલાબ્રધર્સ નામની પેઢી સ્થાપીને તેમણે શણનો વેપાર અને દલાલી શરૂ કર્યાં. ૨૫ વર્ષની વયે તેમણે બિરલાજ્યૂટ મિલની સ્થાપના કરી અને તે દ્વારા શણ-ઉદ્યોગમાં અંગ્રેજોના એકચક્રી ઔદ્યોગિક શાસનને પડકાર કર્યો હતો. ઈ. સ. ૧૯૨૦માં ઈસ્ટ ઇન્ડિયા પ્રોડક્ટ્સના નામે લંડનમાંપગરખાંનો વેપાર શરૂ
કર્યો હતો. ઈ. સ. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધીમાં તો બિરલાએજિયાજીરાવકૉટન મિલ, કેસોરામકૉટન મિલ, સતલજકૉટન મિલ, ટૅક્સ્ટાઇલ મશીનરી કૉર્પોરેશન અને બીજી અનેક કંપનીઓની સ્થાપના કરી
હતી. સેન્ચ્યુરીકૉટન મિલ અને હિન્દુસ્તાન ટાઇમ્સ જેવી અનેક કંપનીઓના તેઓ
સફળ સંચાલક બની રહ્યા.
સ્વતંત્ર ભારતમાં પણ તેમણે ઔદ્યોગિક
આગેકૂચ ચાલી રાખી. ગ્વાલિયરરેયૉન, હિન્દુસ્તાન ઍલ્યુમિનિયમ અને યુનાઇટેડકૉમર્શિયલ બૅન્ક જેવી કંપનીઓની
સ્થાપના કરી. સંચાલન લગતી અને હિસાબી બાબતોની ઝીણામાં ઝીણી વિગતો પોતે તપાસતા.
ઈ. સ. ૧૯૨૭માં યોજાયેલવિધાનસભાની ચૂંટણીમાં
તેઓ કૉંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી લડેલા અને જીતેલા. ત્યારબાદ બિરલાકૉંગ્રેસનીસ્વાતંત્ર્યપ્રાપ્તિ
માટેની લડત તરફ અને ગાંધીજી તરફ આકર્ષાયા હતા. ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિઓ, કૉંગ્રેસની સ્વતંત્રતા પહેલાંની લડતો અને ત્યારબાદની પ્રવૃત્તિઓ માટે
બિરલાએ અઢળક આર્થિક સહાય કરી હતી. ગોળમેજી પરિષદમાં ગાંધીજી ગયા ત્યારે પોતાની સાથે બિરલાનેલંડન લઈ ગયા
હતા. બિરલા પોતે ખાદી પહેરતા. બધાં જ બિરલા-ગૃહોસ્વાતંત્ર્યસંગ્રામનીપ્રવૃત્તિઓનાં
કેન્દ્ર બની ગયાં હતાં. ગાંધીજીનીવિનંતીને માન આપીને તેઓ હિરજન સેવક સંઘના પહેલા પ્રમુખ
બન્યા હતા. ઈ. સ. ૧૯૨૨માં બનારસ યુનિવર્સિટીનીસ્થાપનાપ્રસંગેબિરલાએ ત્રણ લાખ રૂપિયાનું
દાન આપ્યું હતું. પિલાણીમાંબિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ટૅક્નૉલૉજીઍન્ડ સાયન્સ(BITS)ની અને ટૅનિકલઇન્સ્ટિટયૂટઑવ્ટેક્સ્ટાઇલ્સની સ્થાપના કરી હતી.
પોતાનું શિક્ષણ પાંચમા ધોરણ સુધીનું
હતું, તેમ છતાં તેઓ ખૂબ વાંચતા. ઈ. સ. ૧૯૪૦માં ગાંધીજી પર ‘મહાત્માજીનીછાયામાં' નામનું પુસ્તક તેમણે લખ્યું. આ ઉપરાંત અર્થશાસ્ત્ર, વાણિજ્ય, ઉદ્યોગ, સાહિત્ય, ધર્મ અને ગાંધીજી પર અનેક પુસ્તકો અને લેખો તેમણે લખ્યાં હતાં. ૧૯૨૯માં તેમણે ફેડરેશનઑવ્ ઇન્ડિયન ચેમ્બરઑવ્કૉમર્સ(ફિક્કી)ની સ્થાપના કરી અને તેના પ્રથમ પ્રમુખ બન્યા.
તેઓ મિલકતોખરીદવાના અને મંદિરો
બંધાવવાના ખૂબ શોખીન હતા. તેમણે દિલ્હી, મથુરા વગેરે સ્થળોએ ભગવાન કૃષ્ણનાં મંદિરો બંધાવ્યાં હતાં. તે બિરલા મંદિરો તરીકે પ્રખ્યાત છે.
ઈ. સ. ૧૯૮૩માં તેઓ લંડનમાં અવસાન પામ્યા. તેમના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવ્યા હતા.
read ઘનશ્યામ દેસાઈ,Ghanshyam Desai
0 ટિપ્પણીઓ
Please do not share links in comment