header

ઘનશ્યામ દેસાઈ,Ghanshyam Desai

 
ઘનશ્યામ દેસાઈ
 
(. ૪ જૂન, ૧૯૩૪, દેવગઢ-બારિયા, જિ. પંચમહાલ; . ૨૯ એપ્રિલ, ૨૦૧૦, મુંબઈ)

ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વાર્તાકાર અને બાળસાહિત્યકાર.

 

                    પિતાનું નામ ઓચ્છવલાલ અને માતાનું નામ કમળાબહેન. પ્રાથમિક શિક્ષણ દેવગઢ-બારિયામાં લીધેલું. ત્યારબાદ તેઓ મુંબઈ સ્થિર થયા. ૧૯૫૪માંગુજરાતી વિષય સાથે બી.. અને ૧૯૬૦માં એમ.. થયા. સોનગઢ હાઈસ્કૂલમાં બે વર્ષ શિક્ષક તરીકે રહ્યા પછી થોડો સમય યુસિસમાં કામ કર્યું. ૧૯૬૨થી ૧૯૬૯ સુધી સમર્પણ' સામયિકના સહાયક સંપાદક, ૧૯૭૦થી તેના સંપાદક અને ૧૯૮૦થી નવનીત-સમર્પણના સંપાદક થયા હતા.

 

 

                    ૧૯૭૭માં પ્રકાશિત તેમનો વાર્તાસંગ્રહ ટોળુંઆધુનિકતાની વિશિષ્ટ છાપ ધરાવે છે. તેને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળેલું. ૧૯૯૦માં મૌલિક કથામાળા'નાં પાંચ પુસ્તકોનીશ્રેણીમાં તેમણે સુંદર કલ્પનાપ્રધાનબાળકથાઓ આપી છે. પાંચ ભાગમાં મળી તેમાં ૩૫ વાર્તાઓ છે. આ પુસ્તકોની વિશેષતા એ છે કે દરેક પુસ્તિકાનાપાછળનાપૂંઠા પર બાળકોને રમવા માટેની બાજી આપવામાં આવી છે. આ કથામાળાનું મુખ્ય બાળપાત્ર કિરાતબાળકોનો પ્રતિનિધિ છે. તે જાદુગર બની શકે છે ને ધાર્યા ખેલ કરી શકે છે. કીડીથી માંડી કુંજર સુધીનાં પ્રાણીઓ અહીં બાળકોને તેમની ચતુરાઈની કે મૂર્ખતાની વાતો કરે છે. તે ગ્રંથમાળાને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ મળેલ છે. ૧૯૯૪માં અભિનવ કથામાળા'ના પાંચ ભાગમાં પણ તેમણે આવી જ સુંદર, બાળકોને આનંદ આપે તેવી કથાઓ આપી છે. બાળકોની કલ્પનાસૃષ્ટિને સાકાર કરતી આ બાળકથાઓભાષાજ્ઞાન સાથે આનંદ આપે છે.



read ઘડિયાળ,clock




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ