(કેપ્ટન) લક્ષ્મી સહગલ
[જ. ૨૪ ઑક્ટોબર ૧૯૧૪, ચેન્નાઈ (મદ્રાસ); અ. ૨૩ જુલાઈ ૨૦૧૨, કાનપુર, ઉત્તરપ્રદેશ] ખ્યાતનામ સ્વાતંત્ર્યસેનાની અને સેવાભાવી મહિલાતબીબ.
શોષણરહિત, માનવીય ગૌરવવાળાસમતાશીલ સમાજનું તેમનું
સ્વપ્ન હતું. આઠ દાયકા સુધી તેઓ આ માટે સતત મથતાં રહ્યાં. એ માટે પ્રારંભે તેમણે ક્રાંતિમાર્ગ
પસંદ કર્યો. એ સાથે સેવામાર્ગ અને ન્યાયમાર્ગ પણ સાચવ્યા.
તેઓ સમૃદ્ધ પરિવારનું સંતાન હતાં. પિતા સફળ ધારાશાસ્ત્રી, બૅરિસ્ટર સ્વામિનાથન્ અને માતા અમ્મુ (અમ્માકુટી) સ્વામિનાથન્. બંને તેમનાં ક્ષેત્રોની અગ્રણી
વ્યક્તિઓ હતાં. પિતાના વ્યવસાયને કારણે પરિવાર ચેન્નાઈમાં સ્થાયી થયો હતો. તેમનાં માતા સામાજિક કાર્યકર તરીકે દલિતો, વંચિતો અને પીડિતો માટે કામ કરતાં હતાં. તે સમયે તેઓ કૉંગ્રેસમાં જોડાયાં હતાં અને તમિળનાડુ રાજ્યની
ધારાસભામાં ચૂંટાયાં હતાં. માતાનોસેવાભાવનો વારસો પુત્રી લક્ષ્મીએસ્વીકાર્યો અને જીવનના અંત
સુધી નિભાવ્યો. જાણીતાંનૃત્યાંગના મૃણાલિની સારાભાઈ તેમનાં નાનાં બહેન હતાં.
લક્ષ્મીને નૃત્ય ઉપરાંત સંગીત, ચિત્રકલા, સાહિત્ય, ટેનિસ વગેરેમાં ખૂબ રસ હતો. રઝળપાટ કરવાનો – વિના કારણ ફરવાનો પણ તેમને શોખ હતો. તેમનું વાચન વિશાળ હતું. તબીબી વિદ્યા, કળાકારીગરી, રાજકારણ તેમ જ બ્રહ્મવિદ્યા (થિયોસોફી) જેવા ધણાવિષયોમાં તેમનું વાચન હતું. તે કારણે જ્ઞાન, સાહસ અને આદર્શવાદનો તેમનામાં અનોખો
સંગમ થયો હતો. તેમનું વ્યક્તિગત સૌંદર્ય પણ નોંધપાત્ર હતું. આ બધું છતાં સેવાની અપ્રતિમ લગન તેમને
તબીબી અભ્યાસ તરફ લઈ ગઈ. પોતે તબીબ બન્યાં અને પાછળની વયે – ઉત્તર વયે સતત તબીબી કાર્યોમાં
પ્રવૃત્ત રહ્યાં. ૧૯૩૭માં લક્ષ્મી તબીબી અને શસ્ત્રક્રિયા વિદ્યાનાં સ્નાતક બન્યાં
હતાં.
નજ્જુનંદીરાવ નામના વિમાનના પાઇલટ
સાથેનાં તેમનાં પ્રથમ લગ્ન નિષ્ફળ રહ્યાં. બીજાં લગ્ન તબીબી કૉલેજના પ્રાધ્યાપક
પ્રો. અબ્રાહમ સાથે કરેલાં, ૧૯૪૦માં સિંગાપોર ફરવા ગયાં, ત્યાં ગમી ગયું, રહી પડ્યાં અને દવાખાનું ખોલ્યું. ત્યાં સ્થાયી થવા બાબતે પતિ-પત્ની વચ્ચે મતભેદ થતાં એ લગ્ન તૂટ્યાં. લક્ષ્મી ત્યાં સ્થાયી થયાં. સિંગાપોરવાસ પાછળનો હેતુ દૂર રહેલા
ભારતીયોની સેવા કરવાનો હતો, પરંતુ ભાવિને કંઈક જુદું જ મંજૂર હતું. તેથી સેવાભાવી તબીબમાંથી તેઓ આઝાદી-જંગ ભણી ખેંચાયાં અને જંગની અમર પ્રેરણામૂર્તિ બની રહ્યાં.
સિંગાપોરમાંહિન્દી મહિલાઓની ‘લોટસ ક્લબ' હતી. લક્ષ્મી તેનાં સભ્ય અને આગેવાન બન્યાં. સિંગાપોરનાજાપાનીશાસકો સાથે સક્રિય
બન્યાં; કારણ તેઓ એશિયાઈ હતાં, ભારતનાં પડોશી હતાં, બૌદ્ધધર્મી હતાં. ૧૯૪૩માં સુભાષચંદ્રબોઝ સિંગાપોર પહોંચ્યા ત્યારે ત્યાં ‘આઝાદ હિન્દ ફોજ’ (Indian National Army) રચાઈ. આ ફોજમાં મહિલા બ્રિગેડ પણ હતી. લક્ષ્મી પ્રારંભે આ બ્રિગેડમાં જોડાયાં અને ઉચ્ચ પદ પ્રાપ્ત કરતાં
તેનાં કર્નલ બન્યાં.
કેપ્ટન લક્ષ્મી
આઝાદ હિન્દ ફોજમાંસુભાષબાબુ સાથે
કૅપ્ટન લક્ષ્મી
આ મહિલા પાંખ ‘રાણી ઝાંસી રેજિમેન્ટ' તરીકે તી. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામનીઝંસીનીસીની સ્મૃતિ રૂપે આ નામ પસંદ થયું
હતું. અહીં હિન્દી મહિલાઓ શસ્ત્રો વાપરવાનું શીખીનેનેતાજીસુભાષચંદ્રની
પ્રવૃત્તિમાં પૂરક બનતી. બર્મા(આજનું મ્યાનમાર)ના મોલમીન નગર ખાતે રેજિમેન્ટે ભવ્ય સંગ્રામ ખેલ્યો. માત્ર રાઇફલો વડે સોળ સોળ કલાકની લડત આપી અંગ્રેજ સેનાનું પાણી
ઉતાર્યું. નેતાજીએ બર્મા છોડ્યું. કેપ્ટન લક્ષ્મી ઉત્તર બર્માનાકાલવાશહેરનીૉસ્પિટલમાં સૈનિકોની સેવામાં
રત રહ્યાં; પરંતુ દેશને આઝાદ બનાવવાનું તેમનું સ્વપ્ન રોળાઈ ગયું. કૅપ્ટન લક્ષ્મી માત્ર લક્ષ્મી બનીને ભારત પાછાં ફર્યાં; પરંતુ એ પહેલાં બર્મા સરકારે લક્ષ્મીને અંગ્રેજ ફોજને સોંપ્યાં. તેમના પર કઠોર મુકદ્દમો ચાલ્યો, જે ‘લાલ કિલ્લાનામુકદ્દમા’ તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેમાં તેમની સાથે આઝાદ હિન્દ ફોજના
સાથીદારો શાહનવાઝ, સહગલ અને ધીલ્લો પણ સામેલ હતા. નહેરુ, તેજબહાદુરસપ્રુ, ભૂલાભાઈ પટેલ વગેરે બચાવપક્ષના વકીલો
હતા. ઉપર્યુક્ત નેતાઓએ તેમને સૌને ‘દેશપ્રેમી સેનાની’ ઠેરવી આઝાદ કરાવ્યાં. તેઓ સૌ સ્વતંત્ર ભારતનાં નાગરિક બન્યાં.
આ દરમિયાન આઝાદ હિન્દ ફૌજના સેનાની
પ્રેમ સહગલ સાથેનો પરિચય લગ્નમાં પરિણમ્યો અને લક્ષ્મી સ્વામિનાથનું લક્ષ્મી સહગલ
બન્યાં. આઝાદીના થોડા દિવસ પૂર્વે જ બંને લગ્નગ્રંથિથી જોડાયાં અને કાનપુરમાં
સ્થિર થયાં.
ફરીને લક્ષ્મીએ તબીબી કામગીરી આરંભી. ૧૯૪૭થી ૨૦૧૨ સુધીનાં પાંસઠ વર્ષ તેમણે આ વ્યવસાયને આપ્યાં, અનન્ય મહિલા તબીબ તરીકે જીવનનાસત્તાણુમા વર્ષ સુધી તેઓ અહીં જ કામ
કરતાં હતાં. રોજ સવારે નવ વાગ્યે કાનપુર ખાતે તેમનાં મહિલા-દર્દીઓની સેવામાં તેઓ હાજર થતાં. દરવાજે મહિલાઓની લાંબી લાઇનો આ માનવંતાં ‘મમ્મી’ને બાજુ પર ખસી જઈ માર્ગ કરી આપે. દવાખાનું ખોલે, આંગણું વાળીને સાફ કરે અને પછી શરૂ થાય તેમનો દર્દીઓનેતપાસવાનો રોજનો
ક્રમ. ૨૩ જુલાઈ, ૨૦૧૨ના રોજ અવસાન પામ્યાં ત્યાં સુધીનો આ ક્રમ. કદાચ છેલ્લા ચારેક દિવસ નાદુરસ્તીને કારણે
તે બંધ રહ્યો હતો. નિયમ તો એવોકે છેલ્લા દર્દીનેતપાસ્યા પછી જ દવાખાનું બંધ કરે. દર્દીઓનેતપાસવાની ફી મામૂલી રૂ. ૨૦, પણ જે દર્દી ફી ન ભરી શકવાની લાચારી
બતાવે તો તે પણ માફ કરે, પણ દર્દીનેતપાસ્યા વગર જવા ન દે. લાક્ષબ્રિકહળવાશમાં કહેવાય છે કે અડધું
કાનપુર તેમના દવાખાનામાં જન્મ્યું હતું ! ‘કાનપુરનાં આ મમ્મી' એટલે ભારતીય વીરાંગના કેપ્ટન લક્ષ્મી સેહગલ,
જીવનભર ઉચ્ચ હોદાઓથી દૂર રહેવાનું
તેમણ્ પસંદ કરેલું, પરંતુ ૨૦૦૨માં ચાર ડાબેરી પક્ષોનાઆગ્રહથી તેઓ ડૉ. અબ્દુલ કલામ સામે ભારતના રાષ્ટ્રપ્રમુખના સર્વોચ્ચ હૉદાનાં સૌપ્રથમ
મહિલાઉમેદવાર હતાં. તબીબી સેવા તેમનો જીવનમંત્ર હતો અને સ્વતંત્ર ભારત તેમનો હૃદયમંત્ર
હતો. ૧૯૭૧માં બાંગ્લાદેશની રચના સમયે પશ્ચિમ બંગાળ રાજ્યમાં રાહત કેમ્પ
ઊભા કરી તેમણે તબીબી સેવા પૂરી પાડેલી. મધ્યપ્રદેશમાંભોપાલગૅસકાંડની ઘટના
વેળાએ પણ તેમણે ભોપાલ જઈ, રાહત કૅમ્પ ઊભા કરી સેવા પૂરી પાડેલી, ખ્યાતનામ સામયિક ધ ઇકૉનૉમિસ્ટ’ આ અંગે લખે છે : ‘એમની ટચૂકડીઆંગળીઓમાં સાંત્વન અને શાતા આપવાની કોઈ ગજબની કુશળતા હતી.' શ્રમજીવીઓ અને માનવતાનાં સેવિકા આ નારીએ મરણોત્તર ચક્ષુદાન પણ કર્યું
હતું.
તેમનાં સુપુત્રીસુભાષિનીકાનપુરનાકામદારો માટે કામ કરે છે. તેઓ સામ્યવાદી કામદાર સંઘનાં આગેવાન છે.
read (આચાર્ય) ચરક, (achary) charak
0 ટિપ્પણીઓ
Please do not share links in comment