header

(ડો.) જીવરાજ મહેતા, (Dr.) Jivaraj Mehta

 
(ડો.) જીવરાજ મહેતા
 

(જ. ૨૯ ઑગસ્ટ, ૧૮૮૭, અમરેલી, ગુજરાત; અ. ૭ નવેમ્બર, ૧૯૦૮, મુંબઈ) 

કુશળ તબીબ અને નવા રચાયેલ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી.

 

                    તેમના પિતાનું નામનારાયણ મહેતા. માતાનું નામ ઝબકબહેન. તેમનો જન્મ ખૂબ ગરીબીમાં થયો હતો. કિશોરાવસ્થા દરમિયાન તેઓ અમરેલીના સિવિલ સર્જન ડૉ. એદલજી દાદાચાનજી જેવા પારસી તબીબની નિઃસ્વાર્થ સેવાથી ભારે પ્રભાવિત થયા હતા. ત્યારથી તેમણે મનોમન તબીબી વ્યવસાય સ્વીકારવાનો નિર્ધાર કર્યો હતો. ફી-માફી અને શિષ્યવૃત્તિ મેળવી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. 


                    ૧૯૦૩માં મૅટ્રિકની પરીક્ષા આપી. તબીબી વિદ્યાનું શિક્ષણ મેળવવા તેમણે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ‘લાઇસન્સિયેટ ઇન મેડિસિન ઍન્ડ સર્જરી'(L. M. & S.)ની પરીક્ષામાં અસાધારણ બુદ્ધિપ્રતિભા દાખવતાં તેમને વિશેષ માન મળ્યું. આ કૉલેજના સો વર્ષના ઇતિહાસમાં તેઓ એકમાત્ર એવી વ્યક્તિ મેળવ્યાં હતાં. હતા, જેમણે કુલ ઇનામોમાંથી ૯૪ % ઇનામોમેળવ્યાંહતાં.



                    વધુ અભ્યાસ અર્થે ૧૯૦૯માં આર્થિક મદદ મેળવી તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને ૧૯૧૪માં એમ.ડી. થયા. સર્વોચ્ચ સ્થાન મેળવવા બદલ તેમણે લંડન યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૧૫માં ઉચ્ચ કક્ષાના તબીબ બની તેઓ ભારત પાછા ફર્યા. ઇંગ્લેન્ડના સાત વર્ષના વસવાટ દરમિયાન તેમણે સરોજિની નાયડુ અને મહમદઅલી ઝીણા વગેરેની સહાયથી લંડન ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કરી હતી, જે ભારતીય વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડેલી. ૧૯૧૪માં ગાંધીજી જ્યારે તબીબી તપાસ માટે લંડન ગયા ત્યારે વિદ્યાર્થી તરીકે તેઓ ગાંધીજીને મળ્યા હતા. ત્યારબાદ આ પરિચય વિકસ્યો. તેમણે ગાંધીજીના અંગત તબીબ તરીકે પણસેવાઓ આપી હતી.

 

                    ભારત પાછા ફરી તેમણે તબીબ તરીકે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. શ્રેષ્ઠ કોટિના તબીબ તરીકેની તેમની ખ્યાતિ ઊભી થઈ. ૧૯૧૬ રતન તાતા અને લેડી તાતાની તબીબી સારસંભાળ લેવા તેમની સાથે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો. જલિયાંવાલા બાગની કત્લેઆમની ઘટનાથી તેમને મોટો આઘાત લાગ્યો હતો. તેની તપાસ-સમિતિના સભ્ય તરીકે તેમણે કૉંગ્રેસને સેવાઓ આપી હતી. ૧૯૨૦માં તેઓ પોતે ક્ષયરોગનો ભોગ બનતાં સારવાર લેવા સ્વિટ્ઝર્લૅન્ડ ગયા. અહીં તેમને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે પરિચય થયો. 


                    સયાજીરાવે તેમની વડોદરા રાજ્યની તબીબી સેવામાં નિમણૂક કરી. ૩ વર્ષ સુધી મહારાજાના અંગત તબીબ તરીકે તેમણે સેવાઓ આપી. ૧૯૨૪માં તેઓ હંસાબહેન મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને વડોદરાની સ્ટેટ જનરલ હૉસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી નિમાયા. ૧૯૨૫માં મુંબઈની શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના વડા અને પ્રખ્યાત કિંગ એડ્વર્ડ મેમોરિયલ (K.E.M.) હૉસ્પિટલના ડીન નિમાયા. આ સંસ્થાઓમાં તેમણે ૧૭ વર્ષ સુધી સેવાઓ આપી અને ખૂબ નામના મેળવી. પોતાનાં કામો વચ્ચે તેમને દેશની ચિંતા પણ થતી. ગાંધીજીના સત્યાગ્રહમાં તેઓ ભાગ લેતા થયા અને જેલયાત્રા પણ કરી. 


                    ૧૯૪૨માં કે.ઈ.એમ. હૉસ્પિટલના ડીન તરીકે નિવૃત્ત થયા અને ‘ભારતછોડો' આંદોલનમાં જોડાયા. ૧૯૪૩ અને ૧૯૪૫માં ઇન્ડિયન મેડિકલ કોન્ફરન્સનું પ્રમુખસ્થાન શોભાવેલું. ૧૯૪૬થી ૪૮ દરમિયાન મુંબઈ રાજ્યની ધારાસભાના સભ્ય રહ્યા. ૧૯૪૭માં સ્વતંત્ર ભારતના આરોગ્ય-વિભાગમાં પ્રથમ નિયામક તરીકે સેવાઓ આપી. ૧૯૪૮માં સરદાર વલ્લભભાઈ પટેલે તેમને વડોદરા રાજ્યના દીવાન તરીકે નીમ્યા. ૧૯૪૯માં મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ વિભાગના અને ૧૯૫૨માં નાણાવિભાગના મંત્રી બન્યા.

 

                    ૧૯૬૦માં મુંબઈ રાજ્યના વિભાજન-સમયે તેઓ નવા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન નિમાયા. રાજ્યને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા અને વિકાસના પંથે લઈ જવા માટે તેમણે ખૂબ કુશળતાપૂર્વક કામ કર્યું. ડાંગ જિલ્લાને ગુજરાતમાં સમાવી લેવા તથા ઉકાઈ બંધ માટે વિશાળ પટ મેળવવા તેમણે કુનેહપૂર્વક કાર્ય કર્યું. જમીન ટોચમર્યાદા ધારો તથા પંચાયતી રાજ્ય ધારો ઘડાવીને મજબૂત ગુજરાતની રચના કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આંતરિક મતભેદોના કારણે ૧૯૬૩માં તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન-પદેથી રાજીનામું આપ્યું. તે જ વર્ષે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને લંડન ખાતેના ભારતીય હાઈકમિશનર નીમ્યા. ૧૯૬૬માં આ હોદ્દા પરથી નિવૃત્ત થઈ તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને સેવાઓ આપી. 


                    ૧૯૭૧ની સામાન્ય ચૂંટણીમાં અમરેલી મતવિસ્તારના સાંસદ તરીકે ચૂંટાયા અને પોતાના વતન અમરેલીની અનેક સંસ્થાઓને પોતાની સેવાઓ આપી.



rerad (ડૉ.) પી. સી. વૈધ, (Dr.) P. C. vaidh




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ