header

(ડૉ.) પી. સી. વૈધ, (Dr.) P. C. vaidh

 

(ડૉ.) પી. સી. વૈધ

 
 (જ. ૨૩ મે ૧૯૧૮, શાપુર, તા. જૂનાગઢ; અ. ૧૨ માર્ચ ૨૦૧૦, અમદાવાદ)

(પ્રહ્લાદરાયચુનીલાલ વૈદ્ય)

 સમર્થ ગણિતજ્ઞ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક,આજીવન સંનિષ્ઠ શિક્ષક, લેખક અને વિચારક.

 

                    પિતાશ્રી ચુનીલાલવૈદ્યનાં ત્રણ સંતાનોમાં તેઓ સૌથી નાના. સામાન્ય કુટુંબમાં જન્મેલાવૈઘસાહેબનું બાળપણ શાપુર, દામનગર, ધોલેરા અને રાણપુર ખાતે વીત્યું. ચોથા વર્ષે માતા અને તેરમા વર્ષે તેમણે પિતાને ગુમાવ્યા. ભાવનગરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું. મૅટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગરનીઆલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો. સાથે સાથેઅખાડામાં કસરત કરી શરીરને ખડતલ બનાવ્યું. ૧૯૩૩માં તેઓ મોટા ભાઈ સાથે મુંબઈ આવ્યા અને ત્યાં કૉલેજશિક્ષણ મેળવ્યું.


                     ૧૯૩૮માં ગણિતશાસ્ત્ર સાથે બી.એસસી.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે અને ૧૯૪૦માં એમ.એસસી.ની ડિગ્રી પ્રથમ સ્થાન સાથે મેળવી. તેમાં તેમણે સાપેક્ષવાદ(Theory of Relativity)નો વિષય રાખ્યો હતો. ૧૯૪૨માં તેઓ બનારસ ગયા. ત્યાં પ્રા. નારળીકરના માર્ગદર્શન હેઠળ તેમણે સાપેક્ષવાદમાંપીએચ.ડી. માટે સંશોધન કામ શરૂ કર્યું. આ સંશોધનમાં સૂર્યનું ગુરુત્વાકર્ષણક્ષેત્ર ગણવા માટે આઇન્સ્ટાઇનના સમીકરણનો આધાર લીધો.                    


                     સૂર્યને અપ્રકાશિત ઠંડાપિંડને બદલે કિરણોત્સારી તારા તરીકે લીધો. આ સુઝાવ પી. સી. વૈદ્યનો હતો; આથી તે ‘વૈદ્ય મૅટ્રિક' તરીકે ઓળખાયો. આ સંશોધનલેખને ૧૯૪૩માં લંડનની રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલસોસાયટીમાં પ્રકાશન માટે મોકલ્યો ત્યારે તેનો અસ્વીકાર થયો, પણ એ પછી વીસ વર્ષ બાદ ૧૯૬૪માં યુ. એસ.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં તેનો સ્વીકાર થયો. આ સંશોધને પી. સી. વૈદ્યને સંશોધનકાર તરીકેનું આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવ્યું.


                    મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવફન્ડામેન્ટલરિસર્ચમાં તેમણે હોમી ભાભાનાસહયોગથીપીએચ.ડી. અંગેનું સંશોધનકાર્ય પૂર્ણ કર્યું હતું. સૂરતનીએમ.ટી.બી. કૉલેજમાં, વિદ્યાનગરની વી. પી. કૉલેજમાં તથા ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે અને વિસનગરમાં આચાર્ય તરીકે પણ કામગીરી બજાવી. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થતા અનુસ્નાતક ગણિતવિભાગમાં પ્રાધ્યાપક તરીકે તેઓ જોડાયા. તેમણે ગણિતનું શિક્ષણ અને અભ્યાસક્રમોનું ધોરણ સુધારવા ભગીરથ પ્રયત્નો કર્યા. ‘ગુજરાત ગણિત મંડળ' સ્થાપ્યું. ગણિત સાયિક ‘સુગણિતમ્’ શરૂ કર્યું. વિદ્યાર્થીઓ માટે ગણિતસ્પર્ધાઓ શરૂ કરી. શિક્ષકો અને અધ્યાપકોને ગણિતની તાલીમ આપી. આમ ગણિત અને વિજ્ઞાન માટે ગુજરાતમાં જબરદસ્ત ઝુંબેશ ચલાવી. 


                    ફાધર વાલેસે તેમને ‘અંજલિ' આપતાં કહ્યું હતું કે ‘વૈદ્યસાહેબે ગણિતની જેટલી સેવા કરી તેટલી જ સેવા મેં જિસસ ક્રાઇસ્ટની કરી હોત તો હું સેઇન્ટનું પદ પામ્યો હોત.' ડૉ. વિક્રમ સારાભાઈએ તેમના સહકારથી અમદાવાદમાં કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કર્યું હતું. ડૉ. પી. સી. વૈદ્ય ગુજરાત પબ્લિકસર્વિસકમિશનનાચૅરમૅનપદેનિમાયા. ગુજરાત યુનિવર્સિટીનાકુલપતિપદે પણ નિમાયા. દરમિયાન તેમનું સંશોધન અને તેમની ગણિત-સેવા સતત ચાલતાં રહ્યાં.


                    ડૉ. પી. સી. વૈદ્યનેલેખનનો પહેલેથી શોખ. ‘બાલમિત્ર'માં બાળકો માટે બુદ્ધિપ્રધાન લેખોલખતા. આ ઉપરાંત ‘સુગણિતમ્’માંના તેમના ગણિત તથા વિજ્ઞાનનાલેખો ખૂબ પ્રશંસા પામ્યા હતા. ‘ચૉક અને ડસ્ટર' નામના તેમના પુસ્તકને ગુજરાત રાજ્યનું પારિતોષિક પણ મળેલું. ‘કુમાર’માં આવતી ‘પસ્તીનાં પાનાં' નામની તેમની લેખમાળા પણ ખૂબ વખણાઈ હતી. તે માટે તેમને ગુજરાત સરકારે ડૉ. વિક્રમ સારાભાઈ પુરસ્કાર આપ્યો હતો.


                     તેમણે દેશ-પરદેશની કેટલીક યુનિવર્સિટીઓમાં મુલાકાતી પ્રાધ્યાપકનીસેવાઓ પણ આપી હતી. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના અને ‘ગુજરાતી વિશ્વકોશ'ની પ્રવૃત્તિ સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમની સાદગી, ગાંધીવાદીમૂલ્યનિષ્ઠા, વિવિધ વિષયોનીપારંગતતા તથા કુશળ આયોજનશક્તિ આવનારી પેઢીને પણ માર્ગદર્શક થાય એવી હતી.



read (ડૉ.) ધીરુભાઈ ઠાકર,(Dr.) Dhirubhai Thakar






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ