(ડો.) ઝાકિરહુસેન(૪, ૮ ફેબ્રુઆરી, ૧૮૯૭, હૈદરાબાદ, સિંધ, અ૩ મે, ૧૯૬૯, નવી દિલ્હી)
ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી
શિક્ષણશાસ્ત્રી.
તેઓ ઉત્તરપ્રદેશનાફરૂખાબાદ જિલ્લાના
ફઈમગંજના વતની હતા, તેમના પિતાનું નામ ફિદાસેનખાન હતું. તેઓ વ્યવસાયે વકીલ હતા. ઝાકિરહુસેન ૯ વરસનીવયના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. ઇટાવાનીઇસ્લામિયા હાઈસ્કૂલમાં શાળાનો તથા અલીગઢ મુસ્લિમ
યુનિવર્સિટીમાં કોલેજનો અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૯૨૦માં ગાંધીજીએ સરકારી શાળા-કૉલેજોનો બહિષ્કાર કરવાનું રાષ્ટ્રવ્યાપીએલાન આપ્યું ત્યારે ડૉ. હુસેન કાયદાનો અભ્યાસ કરતા હતા, અભ્યાસ છોડીજામિયામિલિયાઇસ્લામિયાયુનિવર્સિટીની
સ્થાપના કરવામાં તેમણે ગાંધીજીને સહાય કરી. ઈ. સ. ૧૯૨૩માં વધુ અભ્યાસ માટે તેઓ બર્લિન
ગયા અને અર્થશાસ્ત્રના વિષય સાથે પીએચ.ડી. થઈ ૧૯૨૬માં સ્વદેશ પાછા ફર્યા.
જામિયામિલિયાઇસ્લામિયા સંસ્થાનું ૧૯૨૫માં
અલીગઢથી દિલ્હી સ્થળાંતર થયું હતું.ભારત પાછા ફરી તેઓ તે સંસ્થામાં ઉપકુલપતિ બન્યા. ઈ. સ. ૧૯૨૬-૧૯૪૮ સુધી તેમણે સંસ્થાના વિકાસ માટે
કામ કર્યું. તેમણે સ્વયંશિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો. બુનિયાદી શિક્ષણની વિચાર-યોજનાને વહેતીમૂકનારગાંધીજીએ તેને મૂર્ત કરવાની તમામ જવાબદારી
ઝાકિરહુસેનના માથે નાખી હતી. ઈ. સ. ૧૯૩૮–૪૮ દરમિયાન હિંદુસ્તાની તાલીમી સંઘ, સેવાગ્રામના તેઓ પ્રમુખ હતા. ૧૯૪૮-૫૬ સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાવાઇસ ચાન્સેલર રહ્યા. ૧૯૫૪માં વર્લ્ડ યુનિવર્સિટી સર્વિસ સંસ્થાના તેઓ પ્રમુખ થયા. ૧૯૫૬માં રાજ્યસભામાં સભ્ય તરીકે નિમાયા. યુનેસ્કોનાએક્ઝિક્યુટિવ બોર્ડમાં તેઓ
ભારતના પ્રતિનિધિ બન્યા.
ઈ. સ. ૧૯૫૭માં બિહારના ગવર્નર તરીકે નિમાયા. ૧૯૬૨માં ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે અને ૧૯૬૭માં ભારતના રાષ્ટ્રપતિ
તરીકે ચૂંટાયા અને અવસાનપર્યંત આ સર્વોચ્ચ પદ પર રહ્યા.
ઈ.સ. ૧૯૫૪માં ‘પદ્મવિભૂષણ' અને ૧૯૬૩માં ‘ભારતરત્ન’ના ખિતાબથી તેમને સન્માનિત કરાયા હતા. દિલ્હી, કૉલકાતા, અલીગઢ, ઇલાહાબાદયુનિવર્સિટીઓએ અને કૅરોનીઅઝહરયુનિવર્સિટીએપીએચ.ડી.ની માનાર્હ ઉપાધિ વડે તેમનું સન્માન કર્યું હતું. તેમણે ગ્રીક તત્ત્વચિંતક પ્લેટોના ‘રિપબ્લિક’નું અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કેનનના ‘એલિમેન્ટરી પોલિટિકલ ઇકૉનૉમી' નામનાંપુસ્તકોનુંઉર્દૂમાં ભાષાંતર
કર્યું હતું. જર્મનીમાં હતા ત્યારે ‘દીવાન-એ-ગાલિબ' પુસ્તક તૈયાર કરવામાં તેમણે સહાય કરી હતી. ફ્રેડરિકલિન્ટનના ‘નૅશનલઇકૉનૉમી' પુસ્તકનું પણ તેમણે ભાષાંતર કર્યું હતું.તેમણે ગાંધીજી ઉપર જર્મન ભાષામાં પણ
પુસ્તક લખ્યું છે. તેમણે પદવીદાનસમારંભો પ્રસંગે આપેલાંવ્યાખ્યાનોનો સંગ્રહ ‘ડાઇનેમિક યુનિવર્સિટી’ નામે પ્રસિદ્ધ થયો છે. તેમણે લખેલાંપુસ્તકોનાં ‘કૅપિટાલિઝમ : એન એસે ઇન અન્ડરસ્ટેન્ડિન્ગ' અને હિંદી ભાષામાં લખેલ ‘શિક્ષા’ જાણીતાં છે. બાળકો માટે પણ તેમણે સુંદર વાર્તાઓ લખી
છે.
તેઓ અધ્યાત્મપ્રેમી અને કલાપ્રેમી હતા. તેઓ પ્રાકૃતિક સૌન્દર્યના પ્રેમી હતા. તેમણે પોતાના બાગમાં ગુલાબની બસો જેટલી
જાતો પોતાને હાથે ઉગાડી હતી. મુસ્લિમ સૂફીઓ અને કવિઓની તેમના જીવન ઉપર ગાઢ અસર હતી. આમ, તેઓ ઊંડી ધાર્મિક વૃત્તિવાળા, ચુસ્ત ગાંધીવાદીગાંધીવાદી અને
બિનસાંપ્રદાયિક વલણવાળા શિક્ષણશાસ્ત્રી હતા.
read (ડો.) જીવરાજ મહેતા, (Dr.) Jivaraj Mehta
0 ટિપ્પણીઓ
Please do not share links in comment