ઇન્દુલાલફૂલચંદ
ગાંધી
(જ. ૮
ડિસેમ્બર ૧૯૧૧, મકનસર, મોરબી; અ. ૧૦ જાન્યુઆરી, ૧૯૮૬, રાજકોટ)
કવિ, નાટ્યકાર, વાર્તાકાર અને સંપાદક.
વતન મકનસર (મોરબી). પ્રાથમિક શિક્ષણ મોરબી અને રાજકોટમાં. ચાર ધોરણ સુધી શિક્ષણ રાજકોટમાં. ઈ. સ. ૧૯૩૦માં ઇન્ટરઆર્ટ્સ. વ્યવસાય અર્થે પિતાએ સ્થળાંતર કરતાં કુટુંબ સાથે એક વર્ષ વાંકાનેર રહી કરાંચી ગયા. ત્યાં ૧૯૨૮થી ૧૯૪૭ સુધી પાનબીડીની દુકાન ચલાવતાં કવિતાલેખનનો પ્રારંભ. ડોલરરાય માંકડ અને કરસનદાસમાણેકના પરિચયે સાહિત્યસર્જનની શરૂઆત. ‘ઊર્મિ’ સામયિકનો આરંભ. ૧૯૪૭માં ભાગલા પછી મોરબીમાં વસવાટ.
૧૯૫૦ની મોરબીપૂરહોનારતમાં
બધું જ ગુમાવેલું. રાજકોટ આવી ‘નૂતન સૌરાષ્ટ્ર' દૈનિકમાં કામ કરવા માંડ્યું.
૧૯૫૪માં આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શરૂ થતાં સ્ક્રિપ્ટ-રાઇટર તરીકે કામગીરી
સ્વીકારી. ૧૯૭૩માં પ્રોડ્યુસર તરીકે ત્યાંથી નિવૃત્ત થયા. આ સમય દરમિયાન
મોરબીથીમીનુ દેસાઈ સાથે ‘અતિથિ’, ‘મંજરી’ તથા કે. પી. શાહ અને જશુ મહેતા સાથે
‘લોક-વાણી’, ‘રોશની’, ‘રેણુ' (વાર્ષિકી) વગેરે સામયિકોનાસંપાદનમાં સક્રિય રહેલા.
તેમની
પાસેથી અનેક કાવ્યસંગ્રહો મળ્યા છે; દા.ત., ‘તેજરેખા’ (૧૯૩૧), ‘જીવનનાં જળ’
(૧૯૩૩), ‘ખંડિત મૂર્તિઓ’ (૧૯૩૫), ‘શતદલ' (૧૯૩૯), ‘ગોરસી’, ‘ઈંધણાં', ‘ધનુરદોરી’,
‘ઉન્મેષ’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’, (૧૯૬૨) ‘ઉત્તરીય’ વગેરે. ‘નારાયણી’, ‘પલટાતાં
તેજ’, ‘પથ્થરનાંપારેવાં' (૧૯૪૧) વગેરે તેમના નાટ્યસંગ્રહો છે. ‘કીર્તિદા’ (૧૯૩૫)
તેમનો વાર્તાસંગ્રહ છે.
‘રામાયણદર્શન’ અને ‘મહાભારતદર્શન’ (૧૯૫૬), ‘વિક્રમોર્વશીયમ્’, ‘બાલવિવેકાનંદ’ (૧૯૬૫) – એ તેમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે. આ સાહિત્ય દ્વારા તેમણે બાળકોને પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યની ઝાંખી કરાવી છે.
read ઈશ્વર પેટલીકર, Ishwar Petlikar
0 ટિપ્પણીઓ
Please do not share links in comment