ઈશ્વર પેટલીકર
[જ. ૯ મે ૧૯૧૬, પેટલી (તા. પેટલાદ); અ. ૨૨ નવેમ્બર ૧૯૮૩, અમદાવાદ]
ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક, પત્રકાર અને સમાજહિતચિંતક.
મૂળ નામ ઈશ્વરભાઈમોતીભાઈ પટેલ. પરંતુ સાહિત્યજગતમાં ‘ઈશ્વર પેટલીકર' તરીકે પ્રસિદ્ધ. અન્ય ઉપનામો ‘નારાયણ’ અને ‘પવ્રિાજક’. તેમણે નવલકથા, ટૂંકી વાર્તા, ચરિત્રસાહિત્ય અને નિબંધક્ષેત્રે ઠીક ઠીક પ્રદાન કર્યું છે. પ્રાથમિક અનેમાધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સોજિત્રામાં. ૧૯૩૫માં મૅટ્રિક. પછી વડોદરાની પુરુષ અધ્યાપનમંદિરમાં તાલીમ લઈ શિક્ષક તરીકે
કારકિર્દીનો પ્રારંભ. પાછળથી પત્રકાર તરીકે કાર્ય. ઈ. સ. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં
શિક્ષણકાર્ય. ત્યારથી જ લેખનકાર્યની શરૂઆત. ‘પાટીદાર’ તથા ‘આર્યપ્રકાશ'નું સંપાદનકાર્ય કરતા. ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક' વગેરેમાં કટારલેખન. તેઓ લગ્નસહાયકકેન્દ્રનું સંચાલન પણ કરતા. ૧૯૬૦થી અમદાવાદમાં સ્થાયી નિવાસ. પત્રકારત્વ તથા સમાજસુધારાની પ્રવૃત્તિમાં સક્રિય. તેમનું અવસાન હૃદયરોગથી.
તેમની પાસેથી અનેક નવલકથાઓ મળી છે. ‘જનમટીપ' (૧૯૪૪) એમની ખૂબ જાણીતી ને યશોદાયી નવલકથા છે. અહીં મહીકાંઠાનીપછાતકોમોનુંહૃદયસ્પર્શી
અને પ્રતીતિકારક આલેખન થયું છે. આ નવલકથાની નાયિકા ચંદા ગુજરાતી સાહિત્યનું એક ચિરંજીવ સ્ત્રીપાત્ર
છે. (૧૯૫૧) પણ તેમની ખૂબ વખણાયેલી નવલકથા છે. તેમાં તેમણે માનવમનનીસંકુલતાઓનું
વાસ્તવિક આલેખન કર્યું છે. આ ઉપરાંત ધરતીનો અવતાર’, ‘કંકુ ને કન્યા', ‘પાતાળકૂવો’, ‘પંખીનો મેળો’, ‘કાજળની કોટડી', ‘મારી હૈયાસગડી' વગેરે તેમની લોકપ્રિય નવલકથાઓ છે. તેમની નવલકથાઓમાં ગામડું વાસ્તવિક રીતે
રજૂ થયું છે. ગ્રામ-સમાજનાં સુખદુઃખ, ઇચ્છાઓ, સમસ્યાઓ આ સૌનું નિરૂપણ તેમાં થયું છે. ‘તરણાઓથે ડુંગર’, ‘યુગનાં એંધાણ’, ‘ઋણાનુબંધ’, ‘લાક્ષાગૃહ’, ‘જૂજવાં રૂપ', ‘સેતુબંધ’ વગેરે તેમની શહેરીજીવનનેનિરૂપતીનવલકથાઓ
છે. આ બધી નવલકથાઓમાંસમાજના પ્રશ્નો, સ્ત્રીપુરુષના સંબંધો, લગ્નજીવનની સમસ્યાઓ વગેરે તેમના વિષયો રહ્યા છે. તેમનું લખાણ સ્વાનુભવ પર આધારિત હોય છે. તેમની કૃતિઓમાં તેમણે સમાજનાપ્રશ્નોની સાથે સમાજનું હિત થાય તેવા
ઉકેલો પણ દર્શાવ્યા છે. આઅર્થમાં તેઓ એક સાચા સમાજહિતચિંતક હતા.
‘પારસમણિ’, ‘ચિનગારી’, ‘આકાશગંગા', ‘કઠપૂતળી’ વગેરે તેમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે. તેમની વાર્તાઓઘટનાપ્રધાન હોઈ ભાવકોને
ખૂબ ગમે છે. તેમની ‘લોહીની સગાઈ’, ‘ગૃહત્યાગ’, ‘ચતુર મુખી’, ‘દિલનું દર્દ’, ‘મધુરાંસ્વપ્નાં' વગેરે વાર્તાઓ ખૂબ લોકપ્રિય છે. તેમણે તેમાં પણ માનવસંબંધો અને
લાગણીઓનું નિરૂપણ સુંદર રીતે કર્યું છે. રૂઢિપ્રયોગો અને કહેવતોનાઉપયોગથી એમની
રજૂઆત-રીતિ વધુ પ્રભાવક અને જીવંત બની છે.
‘ગ્રામચિત્રો'(૧૯૪૮)માં તેમણે ગામડાનાં કેટલાંક પાત્રોનાં સુંદર રેખાચિત્રોઆપ્યાં છે. ‘ધૂપસળી’(૧૯૫૩)માં તેમણે રવિશંકર મહારાજ, દાદાસાહેબમાવલંકર, મુનિ સંતબાલજીવગેરેનીમુલાકાતો લઈ તેમના
વ્યક્તિત્વને સરસ ઉઠાવ આપ્યો છે. ‘વિદ્યાનગરના વિશ્વકર્મા'(૧૯૬૪)માં તેમણે ભાઈકાકાનીપ્રતિભાનો પરિચય
કરાવ્યો છે.
તેઓ એક મૂલ્યનિષ્ઠ પત્રકાર પણ હતા. ‘જીવનદીપ’ (૧૯૫૩), ‘લોકસાગરને તીરે તીરે' (૧૯૫૪), ‘સંસારનાં વમળ’, ‘મંગલકામના’, ‘અમૃતમાર્ગ’ એ તેમના પત્રકારત્વનાફળસ્વરૂપે મળેલા લેખસંગ્રહો છે.
તેમની શૈલી તળપદી છે. સંસાર અને રાજકારણના પ્રશ્નોનો તેઓ બહુ સ્વસ્થતાપૂર્વક ઉકેલ લાવતા. પન્નાલાલ પટેલની જેમ પેટલીકરનીકૃતિઓમાં પણ ગામડું જીવંત રૂપે ધબકે છે. લોકજીવનમાંથી જ પ્રેરણા લઈને તેઓ લખતા. એ રીતે મેઘાણીનીપંગતના તેઓ સર્જક ગણાય. તેમણે લોકહિતાર્થે અનેક કાર્યો કરેલાં. તેમને ૧૯૬૧માં રણજિતરામવર્ણચંદ્રક મળેલો. ગામડાના સમાજજીવનનો વાસ્તવિક ચિતાર આપનાર ચિંતનશીલ સર્જક તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે.
read (ડો.) ઝાકિરહુસેન,(Dr.) Zakirhusen
0 ટિપ્પણીઓ
Please do not share links in comment