જાસૂદ
સુંદર રંગો ધરાવતાં પુષ્પોથી શોભતી
દ્વિદળી વનસ્પતિ.
જાસૂદ મૂળ તો ચીનનું વતની છે; પરંતુ તેનાં આકર્ષક ફૂલોને લીધે તે શોભાના છોડ તરીકે ભારતભરના
બગીચાઓમાં ઉગાડાય છે. તે ૧.૦ થી ૨.૦ મી. ઊંચું ઊગે છે. તેનું થડ કઠણ, શાખાવાળું અને કાંટારહિત હોય છે. તેનાં ઘેરાં લીલાં પાન નીચેથી ગોળાકાર
અને ટોચે અણીદાર તેમ જ તેની બાજુની કિનારી કાંગરીવાળી હોય છે.
જાસૂદને ફૂલો બારે માસ આવે છે. તેનાં મનોહર ફૂલો લાંબી દાંડીવાળાં, મોટાં, જાતજાતના રંગનાં હોય છે. ફૂલની વચ્ચેથી નીકળતી પુંકેસરની લાંબી નળી તેની શોભામાં અનેરો વધારો
કરે છે.
જાસૂદ ઉપયોગી વનસ્પતિ છે. તેના લાલ રંગનાં ફૂલોથી માથાના વાળ રંગાય છે. તેના ફૂલનો રંગ બૂટને પૉલિશ કરવામાં
વપરાય છે. આથી અંગ્રેજીમાં તેને શૂ-ફ્લાવર કહે છે. આ ફૂલમાંથી વાળમાં નાખવાનું તેલ બનાવાય
છે. આ સિવાય આ છોડ આયુર્વેદની દૃષ્ટિએ પણ ઉપયોગી છે.
READ જાંબુ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment