જાંબુ
જાંબલી રંગનાં મધુર ફળ આપતું વૃક્ષ.
જાંબુનાં વૃક્ષ ભારતમાં બધે ઊગે છે. તેનું વૃક્ષ મોટું અને ૨૪ મી. જેટલી ઊંચાઈ ધરાવી શકે છે. ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી એને મધુર વાસવાળાં સફેદ ફૂલો ઝૂમખાંમાં બેસે
છે. જુલાઈ-ઑગસ્ટમાં વરસાદની સાથે સાથે જાંબુનાં ફળ પણ પાકે છે. જાંબલી રંગના ગર્ભવાળાં, લંબગોળ તથા અંદર ઠળિયો ધરાવતાં આ ફળો
બાળકોને ખૂબ પ્રિય હોય છે. તે ગમે તેટલાં ખાવામાં આવે તોપણ શરીરને
ફાયદાકારક રહે છે.
જાંબુ નો ઉપયોગ કાપડ તથા ચામડાં રંગવામાં થાય છે. એના વૃક્ષમાંથી ગુંદર નીકળે છે. જાંબુનું લાકડું ચીકણું હોવાથી પાણીમાં કોહવાતું નથી. જાંબુના વૃક્ષનું લાકડું પણ ઉપયોગી છે. તળાવમાં શેવાળ થઈ હોય તો તેમાં જાંબુની
ડાળીઓ નાખવાથી શેવાળનો નાશ થાય છે અને પાણી સ્વચ્છ બને છે. જાંબુના આયુર્વેદિક ગુણો ઘણા છે. જાંબુ દાંતના રોગમાં ગુણકારી છે. તેની છાલમાંથી બીજાં ઔષધો મેળવી કોગળા
કરવાની દવા બનાવવામાં આવે છે. તે જખમ ધોવાના ઉપયોગમાં આવે છે. ગળામાં સોજો હોય તો તેના ઉપ૨ જાંબુ
લાભદાયી અસર કરે છે. તેના રસથી પેટનો દુખાવો મટે છે.
READ જળકૂકડી (coot)
0 ટિપ્પણીઓ
Please do not share links in comment