જળકૂકડી (coot)
મીઠા પાણીનાં જળાશયોની આસપાસ રહેતું, રેલ કુળનું જળચર પક્ષી.
તે મરઘીને મળતું આવતું હોવાથી તેને ‘જળકૂકડી' કહેવામાં આવે છે. જળચર પક્ષીઓની જેમ આ પક્ષીને પણ પૂંછ હોતી નથી. માંસલ હલેસાં જેવી પગની આંગળીઓની મદદથી
તે પાણીમાં તરે ત્યારે બતક જેવી લાગે છે. કદમાં તે ૩૩થી ૫૮ સેમી. લંબાઈ ધરાવે છે. બતક કરતાં વજનમાં તે વધારે ભારે હોય છે. તેનો રંગ ભૂખરો કે કાળો હોય છે. પુખ્ત પક્ષીને પક્ષબાજુઓ સફેદ હોય છે. તેની ચાંચ અણીદાર અને હાથીદાંતના રંગની
હોય છે.
આ પક્ષી ભારતમાં સર્વત્ર જોવા મળે છે. હિમાલયમાં ૨૦૦૦ મીટરની ઊંચાઈ પર પણ તે વસે છે. શિયાળામાં નળ સરોવરમાં બતકનાં ટોળાની
સાથે ઘણી વાર તે જોવા મળે છે. વળી પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકામાં પણ તે મળી આવે છે. મીઠાં પાણીનાં જળાશયો અને તેની આસપાસ
આવેલી ઝાડીઓમાં તેમ જ બાગબગીચામાં આવેલ તળાવડીની પાસે તે જોવા મળે છે.
આ પક્ષીની કેટલીક જાતો શિયાળામાં સ્થાનાંતર કરે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તે મોટી
સંખ્યામાં આવે છે.
આ પક્ષીને તેના વિચિત્ર અવાજથી ઓળખી
કઢાય છે. તેઓ જુદા જુદા અવાજો કરી સંદેશાની આપ-લે કરતાં હોય છે. સામાન્ય રીતે રાત્રે તેઓ અવાજો કરે છે.
તેમનો ખોરાક મુખ્યત્વે વિવિધ સેવાળ (algae) જાતિની વનસ્પતિઓનો બનેલો હોય છે. તેઓ જ કીટકો અને શંખલાં જેવાં નાનાં
મૃદુકાય જીવડાં પણ ખાય છે. પાણીમાં ડૂબકી મારી નાની માછલી જેવા જીવોને તે પકડે છે.
વનસ્પતિ અને કાથીનો ઉપયોગ કરી પાણીની
સપાટીથી સહેજ ઊંચે તે માળો બાંધે છે. તેમાં થી ૧૦ની સંખ્યામાં પથ્થર જેવાં દેખાતાં ઈંડાં મૂકે છે. બચ્ચાંનો ઉછેર માદા કરે છે.
પાણીમાં દોડતી દોડતી તે હવામાં તેની
મજબૂત પાંખોથી ઊડે છે. તેની ઉડાણ બતક કરતાં જુદી હોય છે. ઘણી વાર માછીમારોએ પાણીમાં બાંધેલી
જાળમાં તે ફસાઈ જાય છે. જળકૂકડીની જગતમાં ૯ જાતિઓ મળી આવી છે. ધ્રુવપ્રદેશો સિવાયના બધા જ પ્રદેશોમાં
તે જોવા મળે છે.
READ જિરાફ,Giraffe
0 ટિપ્પણીઓ
Please do not share links in comment