જિરાફ સૌથી લાંબી ડોક અને લાંબા મજબૂત પગ
ધરાવતું, ઊંચામાં ઊંચું સસ્તન વન્ય પ્રાણી.
જિરાફ આફ્રિકાનાં ઘાસનાં મેદાનોમાં વસે
છે. નર જિરાફની ઊંચાઈ ૫.૫ મીટરથી વધુ હોય છે. તે આફ્રિકન હાથી કરતાંયે ૧.૫ મીટર વધારે ઊંચો હોય છે. માદા જિરાફની ઊંચાઈ ૪.૩ મીટર જેટલી હોય છે.
જિરાફનું વજન ૧૨૦૦ કિગ્રા. હોય છે જ્યારે આફ્રિકન હાથીનું વજન તેનાથી પાંચ ગણું વધારે હોય છે. જિરાફ એની ઊંચી ડોકને લીધે બીજાં પ્રાણીઓથી ખાઈ ન શકાય એવી ઊંચાઈએ
આવેલાં ઝાડપાન ખાઈ શકે છે. જિરાફ પાન અને કૂંપળો ખાય છે. તે વાગોળનારું પ્રાણી છે.
જિરાફની પૂંછડી ફૂમતાવાળી હોય છે
જ્યારે ડોકના આગળના ભાગમાં યાળ જેવા કેશ હોય છે. જિરાફના માથાની ટોચ પર ચામડી વડે
ઢંકાયેલાં બે નાનાં શિંગડાં હોય છે. તેની ચામડી પીળાશ પડતી હોય છે. તેના ઉપર બદામી રંગનાં ધાબાં હોય છે.
જિરાફ પાણી પીએ ત્યારે સમતોલન જળવાઈ
રહે તે માટે તેના આગળના બે પગ પહોળા કરે છે. જિરાફની દૃષ્ટિ ઘણી તેજ હોય છે. સૂંઘવાની ને સાંભળવાની શક્તિ પણ તેજ હોય છે. આથી તે ભયને જલદી પારખી જાય છે અને
દોડી જાય છે.
જિરાફ ટોળામાં રહે છે. તેમાં માદાની સંખ્યા વધારે હોય છે. જિરાફની માદા ૧૫ મહિના બાદ એક બચ્ચાને
જન્મ આપે છે. બધાં નાનાં બચ્ચાં એક જગાએ રહે છે અને મા ચરવા જાય ત્યારે બચ્ચાં એકબીજાની સંભાળ લે છે. બચ્ચું થોડું મોટું થતાં માની પાછળ પાછળ ફરે છે.
જિરાફનો શત્રુ ફક્ત સિંહ છે. જિરાફ પગથી લાત મારી અને તેજ દોડીને પોતાનું રક્ષણ કરે છે. તે ૫૦ કિમી.ની ઝડપથી દોડે છે. નર જિરાફ સામસામે લડે છે અને માથાં ભટકાવે છે. જિરાફ અવાજ કરી શકતું નથી.
READ જાપાન ,Japan
0 ટિપ્પણીઓ
Please do not share links in comment