જાપાન :
પૂર્વ એશિયામાં આવેલો દેશ.
જાપાનને ‘ઊગતા સૂર્યનો દેશ'ની ઉપમા મળેલી છે. પૅસિફિક મહાસાગરમાં લગભગ ૨૧૦૦ કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે ૨૬⁰૫૯’થી ૪૫° ૩૧’ ઉ. અ. અને ૧૨૮⁰૦’ થી ૧૪૫⁰ ૪૯’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે ૩,૭૭,૮૭૩ ચોકિમી છે. ૪ મુખ્ય ટાપુઓ (હોકાઈડો, હોન્તુ, શિકોકુ અને ક્યુશુ) ઉપરાંત લગભગ 3000 જેટલા નાના નાના ટાપુઓ આ દેશમાં આવેલા છે. ૪ પૈકી સૌથી મોટો ટાપુ હોન્શ છે. આ ટાપુની ઉત્તરે હોકાઇડો તેમ જ દક્ષિણે ક્યુશુ અને શિકોકુ ટાપુઓ
આવેલા છે. જાપાનનો સમુદ્રતટ આશરે ૨૬,૬૦૦ કિમી. લાંબો છે, જેમાં સેંકડો ઉપસાગરો અને નદીનાળાં
આવેલાં છે.
ભૂસ્તરવેત્તાઓના મતે જાપાનના ટાપુઓ
હકીકતે તૃતીય જીવયુગ દરમિયાન પેસિફિક મહાસાગરના તળવિસ્તાર પરથી ઊંચકાઈ આવેલી વિરાટ
કદની પર્વતશ્રેણીની ટોચના વિસ્તારો છે. જાપાનની અનેક દ્વીપશૃંખલાઓ અને
પર્વતશ્રેણીઓ સમુદ્રમાં પાણી નીચે ગરકાવ થઈને સમય જતાં ફરીથી પાણીની બહાર દેખાઈ
આવે છે. ક્યુરાઇલ Wપશેખલા, ભોનિન દ્વીપશૃંખલા તથા રિયુક્યુ દ્વીપખલા તેનાં ઉદાહરણ છે. જાપાન સહિતની આ ભી હીપખલાઓમાં જ્વાળામુખી પ્રક્રિયાથી રચાયેલાં
ભૂમિસ્વરૂપો જોવા મળે છે.
જાપાનના પશ્ચિમ અને પૂર્વ કિનારાને
અડીને આવેલાં સમુદ્રતળનાં ઊંડાણોની બાબતમાં મોટો વિરોધાભાસ પ્રવર્તે છે. પશ્ચિમ કિનારે આવેલા જાપાનના સમુદ્રની સરેરાશ ઊંડાઈ ૧૩૫૦ મી, જેટલી છે. અહીંનું સૌથી ઊંડું સ્થળ ૪૦૩૬ મી.ની ઊંડાઈ ધરાવે છે, જ્યારે તેના પૂર્વ કિનારાનું સમુદ્રતળ ૧૦,૩૭૪મી. જેટલી ઊંડાઈ ધરાવે છે. તે ‘ટુસ્કારોરા ગહન સમુદ્રખીણ' તરીકે જાણીતું છે. વિશ્વની ગહન સમુદ્રખીણોમાં તેની ગણના
થાય છે. જાપાનમાં વારંવાર ધરતીકંપ અનુભવાય છે. તાજેતરમાં જ ૧૧મી માર્ચ, ૨૦૧૧ના દિવસે આવેલા ધરતીકંપે ખૂબ તારાજી સર્જી હતી. આ ધરતીકંપના કારણે સુનામી મોજાં ઉત્તર જાપાન ઉપર ફરી વળ્યાં હતાં અને
જાનમાલને ભારે નુક્સાન પહોંચ્યું હતું.
જાપાનનો આશરે ૮૫ % ભૂમિવિસ્તાર પર્વતાળ ભૂપૃષ્ઠ ધરાવે છે. બધા ટાપુઓમાં જ્વાળામુખી પર્વતો જોવા મળે છે. તેનું સર્વોચ્ચ શિખર પ્રખ્યાત
જ્વાળામુખી ફ્યુજી છે. લગભગ ૨૦૦ જેટલા જ્વાળામુખી સક્રિય છે. જ્વાળામુખી-ક્ષેત્રોમાં ઠેર ઠેર ગરમ પાણીના ઝરા
જોવા મળે છે. મેદાનોમાં કાન્ટોનું મેદાન તથા ઇશિકારી યુકુત્સાનું મેદાન અગત્યનાં
છે.
જાપાનની સૌથી લાંબી નદી ઇશિકારા છે. આ સિવાય જાપાનમાં અનેક નાનાં નાનાં સરોવરો છે. તે પૈકીનાં કેટલાંક સરોવરો મૃત
જ્વાળાકુંડ પર રચાયેલાં છે.
જાપાનના પૂર્વ કિનારા પર મોસમી આબોહવા
અનુભવાય છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં આબોહવામાં તફાવત જણાઈ આવે છે. અહીંની આબોહવા એકંદરે ઠંડીથી લઈને સમશીતોષ્ણ પ્રકારની છે. દક્ષિણના ભાગોમાં ગરમ ઉનાળો લાંબો ચાલે
છે અને શિયાળો હૂંફાળો હોય છે. ઉત્તરના ભાગોમાં આવેલાં સ્થળોમાં વધુ ઠંડક અનુભવાય છે. દેશના મોટા ભાગના પ્રદેશોમાં ૧૦૦૦ મિમી. જેટલો વરસાદ પડે છે, પણ દક્ષિણમાં તેનું પ્રમાણ ૩૦૦૦ મિમી.થી વધુ હોય છે. નવેમ્બરથી એપ્રિલ દરમિયાન સમગ્ર
હોકાઇડોમાં તથા હોન્ગુના આંતરિક ભાગોમાં હિમના થરો છવાઈ જાય છે.
પૂર્વ ભાગોમાં તથા મધ્યસ્થ પર્વતીય
પ્રદેશોમાં શુષ્ક અને સુસવાટા મારતા પવનોવાળું હવામાન રહે છે. ક્યુરોશિવોનો ગરમ પ્રવાહ કિનારાના
ભાગોને હૂંફાળા રાખે છે. એવી જ રીતે ઉત્તરથી આવતો ઓયાશિવોનો ઠંડો પ્રવાહ જાપાનના ઈશાન કાંઠાને
શીતળ રાખે છે.
જાપાનમાં આશરે ⅔ ભાગમાં જંગલો છવાયેલાં છે. અહીં ઉષ્ણકટિબંધીય જંગલો તથા ઉપ ધ્રુવીય શંકુદ્ગમ જંગલો જોવા મળે છે. અહીંની જંગલપેદાશોમાં મુખ્યત્વે ઇમારતી લાકડું, લાકડાના કોલસા, કાગળ અને તેના માવાનો સમાવેશ થાય છે.
જાપાન ઔદ્યોગિક રાષ્ટ્ર છે, આમ છતાં ખેતીનો વ્યવસાય આજે પણ ત્યાં મહત્ત્વનો છે. કિનારાનાં કાંપનાં ફળદ્રુપ મેદાનો ખેતી માટે આદર્શ છે. કુલ ખેતભૂમિના લગભગ અર્ધા ભાગમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. જાપાનના લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે. બટાટાની ખેતી પણ અહીં સારા પ્રમાણમાં
થાય છે, અન્ય અગત્યની પેદાશોમાં દૂધ, ઈંડાં, માંસ, ફળો, ચા, તમાકુ, હૅમ્પ અને શેતૂરનો સમાવેશ થાય છે. મત્સ્ય-ઉદ્યોગ જાપાનમાં ખૂબ વિકાસ પામ્યો છે. અહીંથી મુખ્યત્વે ઍલાસ્કા, પૉલેક, ચબ, મઁકરેલ વગેરે જાતની માછલીઓ તથા કઠિન બલ્ક, છીપ આદિ સમુદ્રી જીવો મળે છે.
જાપાન હલકી જાતના કોલસાના ભંડાર ધરાવે
છે. જસત, સીસું, ગંધક, તાંબું, અને ઍલ્યુમિનિયમ – એ અન્ય ખનિજો છે. આ ઉપરાંત સોનું અને ચાંદી જેવી કીમતી ધાતુઓ પણ ત્યાં મળી આવે છે.
અહીંના ભારે ઉદ્યોગોમાં લોખંડ-પોલાદ, મિશ્રધાતુઓ, સિમેન્ટ, રબર, ન્યૂઝપ્રિન્ટ, કાગળ, કાપડ, રસાયણો, મોટરવાહનો, જહાજ-બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ખાતરો, યંત્રો, ઇલેક્ટ્રોનિક દશ્ય અને અન્ય ઉપકરણો, ખાદ્ય ચી અને તમાકુની પેદાશોને લગતા ઉદ્યોગો પણ મહત્ત્વના છે.
જાપાન અત્યંત વિકસત કૈલપતિ ધરાવે છે. હોન્શે અને ક્યુશુ ટાપુઓ વચ્ચેના સમુદ્ર નીચે લગભગ ૧૮.૬ કિમી.ની લંબાઈનું ભૂગર્ભ રેલબોગદું આવેલું છે. હોન્ગુ અને હોકાઇડો ટાપુઓ વચ્ચે
સમુદ્રની નીચે ૨૪૦ મી. ઊંડાઇ પર પ૪ કિમી. લાંબું બીજું ભૂગર્ભ રેલ બોગદું આવેલું છે. જાપાન સમુદ્રમાર્ગે દેશ અને દુનિયાના
અન્ય દેશો સાથે સંકળાયેલું છે. જાપાન એરલાઇન્સ’ તથા ‘ઑલ નિપ્પોન ઍરવેઝ' હવાઈ સેવા આપતી જાપાનની મુખ્ય કંપનીઓ છે.
જોવાલાયક સ્થળો :
અહીંનાં મુખ્ય જોવાલાયક સ્થળોમાં
પ્રાચીન ક્યોટોનાં ઐતિહાસિક સ્મારકો, શિરોકોટો ખાતે દરિયાઈ અને ભૂમિ-પરિસ્થિતિકીનું સંગ્રહસ્થાન, કામાકુરા ખાતેની બુદ્ધની કાંસામાંથી બનાવેલી વિશાળ પ્રતિમા, ટોકિયો ખાતેનું સ્ટેડિયમ, નિકો શહેરમાંનો નિકો નૅશનલ પાર્ક, દક્ષિણ નાગોયા ખાતેનો ઈસેશિમા નેશનલ પાર્ક, હિરોશીમા ખાતેનું શાંતિ સ્મૃતિ ઉઘાન (peace me morial park), નારા ખાતેના દુનિયાના જૂનામાં જૂના કાઠ-આવાસો તેમ જ માઉન્ટ ફ્યુજીનો સમાવેશ
થાય છે.
એશિયાના તળપ્રદેશમાં રહેતા મોંગોલોઇડ
જાતિના પૂર્વજોમાંથી જાપાની લોકો ઊતરી આવેલા છે. ‘આઇનુ' તરીકે ઓળખાતા જાપાનના મૂળ વતનીઓ
કોકેસોઇડ (આર્ય) જાતિના છે. જાપાનમાં અનેક કોરિયનો પણ વસે છે. જાપાનની વસ્તીનો મોટો ભાગ શિન્ટો અને
બૌદ્ધ ધર્મ પાળે છે. આ સિવાય ખ્રિસ્તી ધર્મ પણ પળાય છે. દેશની સત્તાવાર ભાષા જાપાની છે. સાક્ષરતાનું પ્રમાણ ૯૮ % જેટલું છે. અહીંની જાણીતી ટોકિયો યુનિવર્સિટી
૧૮૭૭માં સ્થપાઈ હતી.
જાપાને તેની આગવી સાંસ્કૃતિક પરંપરાઓનો
વિકાસ કર્યો છે, જે રોજિંદા જીવનમાં પ્રતિબિંબિત થાય છે. જાપાની ભોજન ચોખા, વિવિધ પ્રકારની માછલીના પાતળા લાંબા
ટુકડા, સૂપ, અથાણું, ફળો વગેરેનું બનેલું હોય છે. જાપાનના લોકોના ચા-ઉત્સવની ઉજવણી વિશિષ્ટ હોય છે. જાપાનની કળા અને સંસ્કૃતિ પર ચીનની
સંસ્કૃતિનો, બૌદ્ધ અને શિષ્ટો ધર્મનો તેમ જ ઓગણીસમી સદીના પશ્ચિમના સંસ્કારોનો
પ્રભાવ પડેલો જોવા મળે છે. તેમનો પરંપરાગત પોશાક ‘કિમોનો' તરીકે જાણીતો છે. ‘ઈબાના’, ફૂલોની ગોઠવણી પણ જાપાનની લાક્ષણિકતા છે. સુમો કુસ્તી જાપાનમાં ખૂબ લોકપ્રિય છે. જાપાન તેના વિસ્તારના પ્રમાણમાં ઘણી વસ્તી ધરાવે છે. હાલમાં તેની વસ્તી ૧૩,૦૦,૦૦,૦૦૦(૨૦૧૧) જેટલી છે.
જાપાનનું પાટનગર ટોકિયો છે. યોકોસામા, હિરોશીમા, નાગાસાકી, હિતાચી, ઓસાકા, સપોરો, ક્યોટો વગેરે અન્ય શહેરો છે.
ઇતિહાસ :
જાપાનના લોકો મોંગોલોઇડ છે. શરૂઆતના જાપાની લોકો શિન્ટો ધર્મ પાળતા હતા. છઠ્ઠી સદીમાં ત્યાં બૌદ્ધ ધર્મ પ્રવેશ્યો. ત્યાંનો સમ્રાટ આપખુદ સત્તા ધરાવતો હતો, તે ધર્માચાર્ય પણ હતો. ૧૩મી સદીમાં બૌદ્ધ ધર્મગુરુઓએ જાપાની ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્યની રચના કરી. ૧૨૦૦થી ૧૩૩૩ સુધી ત્યાં હોજો વંશના અને ૧૩૩૮થી ૧૫૬૫ સુધી આશિકાગા વંશના શોગુનો થઈ ગયા. તોગાવા વંશના ૫મા શોગુન સુનયેશીએ ૧૮મી સદીમાં, વિદેશોમાંથી પ્રસિદ્ધ પંડિતો નોતરીને જાપાનમાં વિજ્ઞાન તથા શાસ્ત્રીય જ્ઞાનનો વિકાસ કર્યો. ૧૮૬૭માં સમ્રાટ મુત્સહિતો(મેઈજી)ને સર્વસત્તા સોંપીને છેલ્લા શોગુનને સત્તા છોડવી પડી. સમ્રાટે શોગુનપદ નાબૂદ કર્યું. તે સાથે સેંકડો સામંતોએ દેશભક્તિથી પ્રેરાઈને પોતાની જાગીરો સમ્રાટને સોંપી દીધી. સમ્રાટ મેઈજીએ રાષ્ટ્રીય સરકાર સ્થાપીને નવો યુગ શરૂ કર્યો. આ દરમિયાન લશ્કર તથા નૌકાદળનું આધુનિકીકરણ; શિક્ષણ, પોશાક, રીતરિવાજો વગેરેમાં પશ્ચિમના દેશોનું અનુકરણ તથા આર્થિક ક્ષેત્રે ઔદ્યોગિકીકરણ થયું. ૧૯૦૪-૦૫માં જાપાને યુરોપની મહાસત્તા રશિયાને હરાવ્યું. તેનાથી એશિયાના દેશોમાં સ્વતંત્રતાની ચળવળને વેગ મળ્યો.
પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૭)માં જાપાને પૅસિફિક સમુદ્રમાં મહત્ત્વનાં સ્થળો કબજે કર્યાં. બીજા વિશ્વયુદ્ધ(૧૯૩૯-૪૫)માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાએ અણુબૉમ્બ નાખી
ભયંકર વિનાશ કર્યો. ૧૯૪૫થી ૧૯૫૧ દરમિયાન અમેરિકાના સેનાપતિ મૅકઆર્થરે શાસન કર્યા બાદ
૧૯૫૨માં જાપાન સ્વતંત્ર થયું અને બધાં ક્ષેત્રોમાં તેણે નોંધપાત્ર વિકાસ કર્યો. ૧૯૫૭થી ત્યાં
કિશી, પછી ઇકડો હાયાતો, સાતો ઈકાતુ વગેરે તથા ૧૯૯૪માં તોમિઈચી મુરાયામા વડાપ્રધાનો થયા. ૨૦૦૧માં લિબરલ ડેમૉક્રેટિક પાર્ટીના
જુનીચિરો કોઈઝુમી વડાપ્રધાન બન્યા. તેમણે અમેરિકાની મદદ ૨૦૦૩માં લશ્કરની ટુકડી ઇરાક મોકલી હતી. ઈ. સ. ૨૦૦૬માં થયેલી ચૂંટણી પછી લિબરલ ડેમૉક્રેટિક પાર્ટીના શિન્ઝો એબ
જાપાનના વડા પ્રધાન બન્યા. જાપાનમાં ઑક્ટોબર, ૨૦૦૭થી પોસ્ટ-ઑફિસોનું ખાનગીકરણ શરૂ કરવામાં આવ્યું. સપ્ટેમ્બર, ૨૦૦૮માં તારો એસો (Taro Aso) જાપાનનો વડો પ્રધાન બન્યો. તેણે વિશ્વવ્યાપી આર્થિક મંદીનો સામનો
કરવો પડ્યો હતો.
READ જર્મની,Germany
0 ટિપ્પણીઓ
Please do not share links in comment