જર્મની મધ્ય યુરોપમાં આવેલો, કુદરતી સંપત્તિ ધરાવતો સમૃદ્ધ ઔદ્યોગિક દેશ.
ભૌગોલિક સ્થાન :
આ દેશ આશરે ૪૭⁰
૧૫’ ઉ. અ.થી ૫૪º ૦૦’ ઉ. અ. અને ૬°00′ પૂ. રે.થી ૧૫⁰ ૦૦’ પૂ. રે. વચ્ચે આવેલો છે.
જર્મનીનો કુલ વિસ્તાર ૩,૫૭,૦૪૬ ચોકિમી. છે. તેની સરહદો ૯ દેશો સાથે જોડાયેલી છે. પશ્ચિમે નેધરલૅન્ડ્ઝ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ; પશ્ચિમે અને નૈઋત્યે ફ્રાંસ; દક્ષિણે સ્વિટ્ઝર્લેન્ડ, ઑસ્ટ્રિયા; પૂર્વે ચેક પ્રજાસત્તાક, પોલૅન્ડ અને ઉત્તરે ડેન્માર્ક આવેલાં
છે. જર્મનીની રાજધાની બર્લિન છે.
પ્રાકૃતિક વિવિધતાની દૃષ્ટિએ જર્મનીને મુખ્ય પાંચ ભૂમિવિભાગમાં વિભાજિત કરી શકાય :
(૧) ઉત્તર જર્મનીનો મેદાની પ્રદેશ;
(૨) મધ્યનો ઉચ્ચ પ્રદેશ;
(૩) દક્ષિણ જર્મનીનો ટેકરીઓવાળો પ્રદેશ;
(૪) બ્લૅક ફૉરેસ્ટનો વિસ્તાર અને
(૫) ઑસ્ટ્રિયાની સરહદે બવેરિયન આલ્પ્સની ઉચ્ચ ભૂમિ.
ઉત્તર જર્મનીનો મેદાની પ્રદેશ જર્મનીનો
સૌથી મોટો વિસ્તાર છે. એલ્બ, એમ્સ, ઓડર, ાઇન, ડૅન્યૂબ અને વેઝર નદીઓ આ પ્રદેશમાં વહે છે. મોટાં બંદરો અને ઔદ્યોગિક શહેરો આ
જળમાર્ગો પર આવેલાં છે. જર્મનીના બે ટૂંકા દરિયાકિનારાનો વિસ્તાર ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક
સમુદ્ર સાથે જોડાયેલો છે. ઉત્તર જર્મનીના મેદાનની દક્ષિણ ધારે આવેલો પ્રદેશ ખૂબ ફળદ્રૂપ હોવાથી
ખેતી માટેનો તે સમૃદ્ધ વિસ્તાર છે. બૉન અને કૉલોન જેવા જર્મનીનાં પ્રાચીન શહેરો આ વિસ્તારમાં આવેલાં છે.
મધ્ય ઉચ્ચ પ્રદેશની ભૂમિ ખડકાળ છે. આ પ્રદેશની નદીઓએ ઊંડી કરાડ અને સાંકડી ખીણો બનાવી છે. દક્ષિણ જર્મનીનો ટેકરીવાળા વિસ્તારનો નીચાણનો પ્રદેશ ફળદ્રૂપ છે. આ પ્રદેશમાં થઈને રÇાઇન નદી અને તેની બે શાખાઓ મૅન અને નેકર વહે છે. તેના દક્ષિણ ભાગમાંથી ડૅન્યૂબ વહે છે. બ્લેક ફૉરેસ્ટનો વિસ્તાર પર્વતવાળો છે. આ વિસ્તારમાં કાળાં ફર તથા તેના
પ્રકારનાં પ્રૂસ – શંકુ આકારનાં વૃક્ષોનાં ગાઢ જંગલો આવેલાં હોવાથી તેને બ્લૅક ફૉરેસ્ટ(કાળા જંગલ)ના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં ખનિજયુક્ત પાણીના ઝરાઓ
હોવાથી અહીં ઘણાં જાણીતાં આરોગ્યધામો આવેલાં છે. બવેરિયન આલ્પ્સની ઉચ્ચ ભૂમિનો પ્રદેશ
આલ્પ્સની પર્વતમાળાનો જ ભાગ છે. અહીં જર્મનીનું સૌથી ઊંચું શિખર ઝુસ્પિટ્સ આવેલું છે. આ ડુંગરાળ, સૃષ્ટિસૌંદર્યથી ભરપૂર પ્રદેશમાં પ્રવાસીઓને આકર્ષે એવાં અનેક સરોવરો
આવેલાં છે.
જર્મનીની આબોહવા ખંડીય છે. ઉનાળો આકરો હોતો નથી. શિયાળામાં ઠંડી પડે છે. જર્મનીમાં વર્ષ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં ૫૦૦થી ૧૦૦૦ મિમી
જેટલો વરસાદ પડે છે. શિયાળા દરમિયાન કેટલાક પર્વતીય વિસ્તારો બરફથી ઢંકાયેલા રહે છે.
જર્મનીમાં માત્ર બટાટાનો પાક મોટા
પ્રમાણમાં થાય છે. અહીં બાજરી, ઓટ, ઘઉં અને રાયની ખેતી કરવામાં આવે છે. બીટ ઉપરાંત શાકભાજી તથા સફરજન, દ્રાક્ષ, વગેરે ફળોનું વાવેતર કરવામાં આવે છે. જર્મની તેના ‘સફેદ દારૂ’ તથા બિયર માટે પ્રખ્યાત છે. દુધાળાં પશુઓના પાલન સાથે ડેરી-ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. અહીં તેલશુદ્ધીકરણ, સિમેન્ટ, લોખંડ-પોલાદ, કાગળ, રસાયણો, વૈજ્ઞાનિક સાધનો, ડેરી વગેરેના ઉદ્યોગો વિકસેલા છે.
જર્મનીમાં પોટાશ સિંધવ(મીઠા)ના ભંડારો છે. આ ઉપરાંત અહીંની ખનિજસંપત્તિમાં સીસું, તાંબું, પેટ્રોલિયમ, કલાઈ, યુરેનિયમ તથા જસતનો સમાવેશ થાય છે. પૂર્વ જર્મનીમાં લિગ્નાઇટ (કોલસા)નું ઉત્પાદન થાય છે.
ઈ. સ. ૨૦૦૭માં જર્મનીની વસ્તી ૮,૨૨,૪૯,૦૦૦ જેટલી હતી. અત્યારની જર્મન પ્રજા સિમ્બી, ફ્રેંક, ગૉથ, ટ્યૂટન જેવી જાતિઓમાંથી ઊતરી આવી છે. જર્મનીની મોટા ભાગની વસ્તી જર્મન લોકોની જ છે. નાની લઘુમતીઓમાં તુર્ક, યુગોસ્લાવ અને ઇટાલિયનોનો સમાવેશ થાય છે.
બર્લિન જર્મનીનું સૌથી મોટું શહેર છે. હેમ્બર્ગ, સ્ટટગાર્ટ, મ્યૂનિક, ફ્રેંકફર્ટ અન્ય શહેરો છે. હેમ્બર્ગ, વિલ્હેમશેવન તથા બ્રેમેન મુખ્ય બંદરો
છે.
મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે. ઉત્તર તથા પૂર્વ જર્મનીના લોકો પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના છે; જ્યારે દક્ષિણ જર્મનીમાં રોમન કૅથલિક સંપ્રદાયના લોકો વસે છે. જર્મનીમાં લગભગ ૬૦ જેટલી યુનિવર્સિટીઓ છે. તત્ત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા યંત્રવિજ્ઞાનના ક્ષેત્રે જર્મનીનું ખૂબ મહત્ત્વનું
પ્રદાન છે.
જોવાલાયક સ્થળો :
બર્લિન, બૉન, ફેંકફર્ટ, હેમ્બર્ગ, મ્યૂનિક જેવાં શહેરો જોવા પ્રવાસીઓની અવરજવર રહે છે. મ્યૂનિકમાં આવેલી બન્નેરિયન સ્ટેટ લાઇબ્રેરી ઘણી જાણીતી છે. બર્લિનમાં પણ આવી જ લાઇબ્રેરી છે. મોટાં શહેરોમાંનાં મહત્ત્વનાં
મ્યુઝિયમો જોવાલાયક છે. તે પૈકી મ્યૂનિકમાં બાયરિશ નૅશનલ મ્યુઝિયમ, પિનાકોથેક મ્યુઝિયમ અને ડ્યુત્થ
મ્યુઝિયમ તો ન્યુરેનબર્ગનું મ્યુઝિયમ પણ ઉલ્લેખનીય છે. સાહિત્ય અને કલા(ચિત્રકલા)ક્ષેત્રે જર્મની જાણીતું છે. આ ઉપરાંત આર્કન (achcn) કેથીડ્રલ, બારોક (baroque) મહેલ, ત્રિયર ખાતેનાં રોમન સ્મારકો, મેસેલપીટ ખાતે મળી આવેલા જીવાવશેષોનું
સ્થળ, એસેન ખાતે આવેલ ઝોલ્વેરિયન કોલસાની ખાણોનું ઔદ્યોગિક સંકુલ પણ
જાણીતાં મુલાકાત લેવા લાયક સ્થળો છે.
ઈતિહાસ :
ઈ. સ. પૂ. પ્રથમ સદીમાં યુરોપમાં ર્ડાઇન અને
ડૅન્યૂબ નદીઓના પ્રદેશોમાં ટ્યૂટન, સિમ્બ્રી, ગૉથ, વેન્ડાલ અને ફ્રેક જાતિઓ સ્થિર થઈ. આ જર્મન જાતિઓએ ૫મી સદીમાં પોતાનાં
રાજ્યો સ્થાપ્યાં. ૧૦મી સદીમાં જર્મન રાજ્યને પાંચ પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું. ઈ. સ. ૧૦૨૪થી ૧૧૨૫ દરમિયાન સેલિયન વંશના પ્રતાપી રજાઓ થઈ ગયા. ૮મીથી ૧૨મી સદી દરમિયાન જર્મનીમાં સામંતશાહી પ્રથા હતી. તે પછી વેપાર-ઉદ્યોગોને લીધે નવાં નગરોનો વિકાસ થયો. ૧૫૧૭માં માર્ટિન લ્યૂથરે રોમન કૅથલિક
દેવળનાં અનિષ્ટોનો વિરોધ કર્યો. ધર્મસુધારણાના આંદોલનને ટેકો આપનારા ‘પ્રૉટેસ્ટન્ટ’ તરીકે ઓળખાયા. ૧૭મી સદીમાં જર્મની ૩૦૦ જેટલાં
નાનાંમોટાં રાજ્યોનો સમૂહ બન્યું. ૧૮મી સદી દરમિયાન જાગૃતિના યુગમાં જર્મની જૂના કુરિવાજો તથા
માન્યતાઓમાંથી બહાર આવ્યું. વિયેના કૉંગ્રેસે (૧૮૧૫) જર્મન રાજ્યોની સંખ્યા ઘટાડીને ૩૯ની કરી. જર્મનીના ચાન્સેલર બિસ્માર્કે
જર્મનીનું એકીકરણ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪૧૮)માં હારીને જર્મનીએ શરણાગતિ સ્વીકારી. ૧૯૩૩માં નાઝી પક્ષનો હિટલર સત્તા પર
આવ્યો. બીજા વિશ્વયુદ્ધ(૧૯૩૯–૪૫)માં જર્મનીનો સખત પરાજય થયો. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એવા બે
વિભાગો પડ્યા. ઑક્ટોબર, ૧૯૯૦માં બંને જર્મનીનું એકીકરણ થયું. ૧૯૯૮માં જીરાર્ડ શ્રોડર ચાન્સેલર
ચૂંટાયા. ઈ. સ. ૨૦૦૦માં પૂર્વ ચાન્સેલર કોહલ સામે નાણાકીય ગેરરીતિ માટે કેસ ચાલ્યો. ૨૦૦૧માં પોતાના પક્ષ વાસ્તે મોટી રકમોનાં દાન લેવા માટે કોહલને મોટી
રકમનો દંડ કરવામાં આવ્યો; તેમ છતાં ૨૦૦૨માં થયેલ ચૂંટણીમાં તેની જીત થઈ.
તે પછી તેણે દેશનું અર્થતંત્ર
સુધારવાનાં પગલાં લીધાં. ઈ. સ. ૨૦૦૨માં થયેલી પુનઃચૂંટણીમાં શ્રોડરની જીત થઈ અને તેઓ ચાન્સેલર બન્યા. ૨૦૦૪માં તેમણે મજૂરો વગેરેને લગતા કલ્યાણકારી સુધારા કર્યા; આમ છતાં પૂર્વ જર્મનીમાં ૨૦૦૪માં ૧૮ ટકાથી વધારે બેકારી હતી. નવેમ્બર, ૨૦૦૫માં ઍન્જેલા મર્કેલ જર્મનીનાં પ્રથમ મહિલા-ચાન્સેલર બન્યાં. તેમણે સંયુક્ત સરકારની રચના કરી. તેમની સાથે જોડાનાર પક્ષોના સભ્યો વચ્ચે મનમેળ ન હતો; છતાં તેમની સરકાર ૨૦૦૮માં પણ સત્તા પર ચાલુ રહી હતી.
ઈ.સ. ૨૦૦૯માં જર્મનીમાં ચૂંટણીઓ યોજવામાં
આવી. તેના પરિણામે ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન અને ફ્રી ડેમૉક્રેટિક
પાર્ટીની સરકાર રચવામાં આવી અને એન્જેલા મર્કેલ ફરી વાર ચાન્સેલર બન્યાં અને અગાઉ
દેશના પ્રમુખ હોર્સ્ટ કોહલર હતા; અત્યારે પ્રમુખ ક્રિસ્ટિયન વુલ્ફ (Christian Wulff) છે.
અમલા પરીખ
READ જુગતરામ દવે,Jugatram Dave
0 ટિપ્પણીઓ
Please do not share links in comment