જોહાન
ગૂટનબર્ગ
(જ. ૧૩૯૮, મેઇન્ઝ, જર્મની, અ. ૩ ફેબ્રુઆરી, ૧૪૬૮, મેઇન્ઝ, જર્મની)
મુદ્રણકળાના આદ્ય શોધક.
મૂળભૂત રીતે
તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. મુદ્રણકળાની
શોધ થઈ તે પહેલાં પુસ્તકો હાથ વડે લખાતાં. એક પુસ્તક
પૂરું તૈયાર કરવામાં ખૂબ લાંબો સમય આના લેવાતો. પરિણામે પુસ્તકો ઓછા | જોહાન ગૂટનબર્ગ ગૂટનબર્ગની શોધને કારણે
બદલાઈ ગઈ. ખૂબ પ્રમાણમાં
અને ખૂબ ઊંચી કિંમતે મળતાં હતાં. ખૂબ જ ધનિક
લોકો, ધર્માલયો અને
યુનિવર્સિટીઓને તે પોસાતાં; પણ આ
પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ.
પિતા મેઇન્ઝ
નગરના ધર્માધ્યક્ષ હતા. નાનપણથી જ
ગૂટનબર્ગે ધાતુકામ અંગે કૌશલ પ્રાપ્ત કર્યું હતું. ૧૪૩૦માં તેઓ સ્ટ્રેસબર્ગમાં આવીને સ્થિર થયા. ૧૪૩૪ સુધીનાં ચાર વર્ષમાં તેમણે કુશળ
ઔદ્યોગિક કારીગર તરીકે ત્યાં નામના પ્રાપ્ત કરી. સ્ટ્રેસબર્ગમાં ૧૪૪૦માં તેમણે મુદ્રણની નવી
પદ્ધતિ અંગે સફળ પ્રયોગ કર્યો. ૧૪૫૦ સુધીમાં
તો મુદ્રણની આ નવી શોધ સંપૂર્ણ થઈ ચૂકી હતી અને વ્યાપારી ધોરણે તેનો ઉપયોગ પણ કરી
શકાય તેવી ક્ષમતા પ્રાપ્ત થઈ હતી. બીબાની મદદથી
મૂળ નકલની અનેક પ્રતિકૃતિઓ છાપવાની કળાનું ગૂટનબર્ગે
નિદર્શન કરી બતાવ્યું. છપાઈકામ અંગે
તેમણે કરેલી શોધનો ઉપયોગ વ્યવહારમાં છેક વીસમી સદી સુધી કોઈ પણ પ્રકારના
સુધારાવધારા વિના થતો રહ્યો. ધાતુનાં
બનેલાં બીબાં દ્વારા છપાઈ કરી શકાય તેવી ખાસ પ્રકારની શાહી બનાવવામાં પણ એમને
સફળતા મળી હતી. ધાતુનાં
બનેલાં બીબાંથી મોટા જથ્થામાં ઝડપથી અને સસ્તી કિંમતે મુદ્રણ કરવાની કળાની ભેટ
આજની દુનિયાને ગૂટનબર્ગે આપી.
પોતાનું
છાપખાનું ઊભું કરવા માટે ૧૪૫૦-૫૨ દરમિયાન તેમણે પ્રયત્નો કરેલા, પણ તેમાં સફળતા મળી નહોતી. તેમ કરવા જતાં તેઓ દેવાદાર બન્યા હતા અને
પરિણામે ઉછીનાં નાણાં આપનાર હૉન ફસ્ટે તેમનું છાપખાનું જપ્ત કરેલું.
તેમણે ઊભા
કરેલા છાપખાનામાં ૧૪૫૫માં લૅટિન ભાષાનું બાઇબલ છપાયું હતું. આ બાઇબલ ‘ગૂટનબર્ગ બાઇબલ’ કે ‘૪૨ લીટીનું
બાઇબલ’ તરીકે ઓળખાય
છે. તે સિવાય
તેમના છાપખાનામાં ‘૩૬ લીટીનું
બાઇબલ' પણ છપાયાનો
સંભવ છે. આ બાઇબલને ‘ઍમબર્ગ બાઇબલ’, ‘શેલહૉર્ન્સ બાઇબલ’; ‘ફિશર્સ બાઇબલ' એવાં જુદાં જુદાં નામ અપાયેલાં. ૧૪૫૪માં તેમણે ‘લેટર્સ ઑફ ઇન્ડલજન્સ’નું છાપકામ કર્યું હતું. ડૉ. કોનરાડ
હોમેનીએ આપેલાં ઓજારો અને ટાઇપોની મદદથી ૧૪૬૦માં ગૂટનબર્ગે ‘કૅથોલિકોન’ નામક ગ્રંથ છાપ્યાના પુરાવા પણ સાંપડ્યા છે.
પાછળથી
અંધત્વને લીધે ગૂટનબર્ગને આ વ્યવસાયમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી પડી હતી.
અમલા પરીખ
READ જોસેફ મેકવાન,Joseph McEwan
0 ટિપ્પણીઓ
Please do not share links in comment