header

ટાન્ઝાનિયા,Tanzania

 
ટાન્ઝાનિયા



પૂર્વ આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય.

TANZANIA



 

ભૌગોલિક સ્થાન:

                         ° ૦૦ દ.. અને ૩૫ ૦૦ પૂ. રે.. આ રાજ્યની રચના ૧૯૬૪ની ૨૬મી એપ્રિલે કરવામાં આવી હતી. ટાન્ઝાનિયાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૯,૪૫,૦૯૦ ચોકિમી. છે. આમાં મુખ્ય ભૂમિ ટાંગાનિકા ઉપરાંત ઝાંઝીબાર તથા પેમ્બાનો સમાવેશ થાય છે. તેની મુખ્ય ભૂમિની ઉત્તરે યુગાન્ડા, ઈશાનમાં કેન્યા, વાયવ્યમાં બુરુન્ડી અને રવાના, પશ્ચિમે ઝાઇર અને દક્ષિણે ઝામ્બિયા, માલાવી અને મોઝામ્બિક આવેલાં છે. તેની પૂર્વમાં હિંદી મહાસાગર, ઉત્તરે વિક્ટોરિયા સરોવર, પશ્ચિમે ટાંગાનિકા સરોવર અને દક્ષિણે માલાવી સરોવર આવેલાં છે. વિશ્વની બે મોટી નદીઓ નાઇલ અને ઝાઇરનાં ઉદ્ગમસ્થાન અહીં આવેલાં છે.  પાનાગાની, રુફીજી, રુવુમા, રુઆહા અને ડુંગવા અન્ય નદીઓ છે.

 


                        પૂર્વમાં તાડનાં વૃક્ષોથી છવાયેલો ૮૦૦ કિમી. લાંબો સમુદ્રકિનારો છે. ‘મહાન ફાટખીણ’ (Great Rift Valley) મધ્ય ટાન્ઝાનિયાથી લઈને તેની પશ્ચિમ સરહદ સુધી વિસ્તરે છે. અહીં ટાંગાનિકા અને ચુકવા સરોવરો આવેલાં છે. ઈશાન વિસ્તારમાં ૧૧૦૦ મી.ની ઊંચાઈએ સ્ટેપપ્રદેશ તથા મધ્યમાં ઘાસનો ઉચ્ચપ્રદેશ આવેલા છે. ઈશાન સરહદે કિલિમાારો(ઊંચાઈ ૫૮૯૫ મી.)નાં જ્વાળામુખી શિખરો આવેલાં છે. સમગ્ર વર્ષ દરમિયાન તેનાં શિખરો હિમાચ્છાદિત રહે છે. વિશ્વનું બીજા નંબરનું જ્વાળામુખ ધરાવતું નગોરાન્ગોરો કિલિમાન્જારોની પશ્ચિમે આવેલું છે.

 


                         દેશની આબોહવા ઝાઇર ઉષ્ણકટિબંધીય કિનારાના વિસ્તારો ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે છે. અંદરના ભાગમાં  આબોહવા સૂકી તથા ગરમ રહે છે. ઊંચાં ભૂમિસ્વરૂપો આબોહવાને અતિશય ગરમ થતી અટકાવે છે. પાટનગર ડોડોમાનું તાપમાન જાન્યુઆરીનું ૨૩૦.૦૦ સે. તથા જુલાઈનું ૧૯.° સે. રહે છે. દેશના અમુક ભાગોમાં ૩૦૦૦ મિમી. જેટલો, જ્યારે પૂર્વ અને ઉત્તર ભાગમાં ૫૦૦ મિમી. જેટલો વરસાદ પડે છે.




                        ટાન્ઝાનિયામાં વિવિધ જાતનાં પ્રાણીઓ તથા વનસ્પતિ જોવા મળે છે. અહીં આશરે ૧,૦૦,000 ચોકિમી. વિસ્તારમાં ૧૭ જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલાં છે. હાથી, ગેંડા, સિંહ, ચિત્તા, જંગલી ભેંસ, ઝિબ્રા, જિરાફ, હરણ, ડુક્કર અને ઇમ્પાલા જેવાં પ્રાણીઓ અહીં જોવા મળે છે. સેરંગેટી રાષ્ટ્રીય ઉદ્યાન ૧૫,૫૦૦ ચોકિમી.માં વિસ્તરેલું છે. કિલિમાારો હારમાળા, એકેશિયાનાં વૃક્ષો અને નાનાં ઝરણાંના લીધે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું છે. માન્યારા ઉદ્યાન વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં હાથીઓ ધરાવે છે. ૫૦,૦૦૦ ચોકિમી. વિસ્તાર ધરાવતું સેલસ અભયારણ્ય દુનિયાનાં મોટાં અભયારણ્યો પૈકીનું એક છે.




                            હીરા અહીંનું મુખ્ય ખનિજ છે. તે સિવાય સોનું, કલાઈ, નિકલ અને મીઠું થોડા પ્રમાણમાં મળે છે. અહીં કાપડ, ખનિજતેલ-શુદ્ધીકરણ અને સિમેન્ટ અંગેના તેમ જ ખાદ્ય પદાર્થ તૈયાર કરવાના ઉદ્યોગો વિકસ્યા છે. મકાઈ, ડાંગર, કઠોળ, જુવાર વગેરે મુખ્ય પાક છે. કપાસ, તમાકુ, કેળાં અને કૉફી જેવા રોકડિયા પાકની ખેતી પણ થાય છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓમાં નાળિયેર અને લવિંગની ખેતી થાય છે.



 

                    આ ટાપુઓ વિશ્વમાં લવિંગના ઉત્પાદનમાં  મોખરે છે અને તેથી તે લવિંગના ટાપુઓતરીકે પણ જાણીતા છે.




                        ટાન્ઝાનિયાની કુલ વસ્તી ૪,૨૭,૪૬,૬૨૦ (૨૦૧૦) જેટલી છે. અહીં ૧૨૦ જુદી જુદી આદિજાતિઓ વસે છે. તે પૈકીના મોટા ભાગના લોકો સ્વાહિલી ભાષા બોલનારા બાન્ટુ જાતિના છે. સુકુમા જાતિનું જૂથ વિક્ટોરિયા સરોવર પાસેના વિસ્તારમાં કપાસની ખેતી કરે છે. ચગ્ગા આદિ જાતિના લોકો કૉફીની ખેતી કરે છે અને કિલિમાારોની ફળદ્રુપ જમીન ૫૨ વસે છે, મસાઈ જાતિના લોકો મસાઈ સ્ટેપપ્રદેશમાં રહે છે. અહીં આરબો, ભારતીયો તથા યુરોપના દેશોમાંથી આવેલા લોકો સ્થાયી થયા છે. ખ્રિસ્તી અને ઇસ્લામ અહીંના મુખ્ય ધર્મો છે. સ્વાહિલી ઉપરાંત અંગ્રેજી અહીંની મુખ્ય અને સત્તાવાર ભાષા છે. દારેસલામની યુનિવર્સિટી અહીંની મુખ્ય યુનિવર્સિટી છે.

 


                        દેશનાં મુખ્ય શહેરોમાં જૂની રાજધાની દારેસલામ અને નવી બંધાયેલી રાજધાની ડોડોમાનો સમાવેશ થાય છે. ક્વાન્ઝા (Mwanza), ટાન્ગા અને ઝાંઝીબાર અન્ય શહેરો છે.

 


                        ટાન્ઝાનિયામાં સેરંગટી મેદાન નજીક ઓલ્ડવાઈ કોતર પાસેથી ૨૦ લાખ વર્ષ પહેલાંના આદિ માનવના અવશેષો પ્રાપ્ત થયા છે. મસાઈ સ્ટેપ પાસેથી ૩૦,૦૦૦ વર્ષ પહેલાંનાં પથ્થરયુગનાં ગુફાચિત્રો પણ મળ્યાં છે. આરબ વેપારીઓની જૂની વસાહતોના અવશેષો અહીં જોવા મળે છે. બારમી સદીના મહેલો અને મસ્જિદો પણ જાળવવામાં આવ્યાં છે. પોર્ટુગીઝ અને બ્રિટિશ અન્વેષકોનાં સ્મારકો પણ અહીં છે.



READ ઝિમ્બાબ્વે,Zimbabwe







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ