header

ઝિમ્બાબ્વે,Zimbabwe

 
ઝિમ્બાબ્વે


 
દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આ

વેલો પ્રજાસત્તાક દેશ.
 
ZIMBABWE



                        તેના ઉપર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રહોડેશિયા તરીકે ઓળખાતો હતો. આ પ્રદેશના શોધક રહૉડાસ ના નામ ઉપરથી તેનું નામ રહોડેશિયા રખાયું હતું. આઝાદી (૧૯૮૦) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે ઓળખાય છે. તે વિષુવવૃત્તની દક્ષિણે દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. હરારે તેનું પાટનગર છે.

 


                    તેની ઉત્તરે ઝામ્બિયા, ઈશાન અને પૂર્વ દિશાએ મોઝામ્બિક અને પશ્ચિમે બોટ્સવાના આવેલ છે. તેનું ક્ષેત્રફળ ૩,૯૦,૭૫૭ ચોકિમી. (૨૦૦૭) તથા તેની વસ્તી અંદાજે ૧,૨૫,૨૧,૦૦૦ (૨૦૦૯) છે.

 


                    અગ્નિથી ઈશાન ખૂણા સુધી આવેલો મોટા ભાગનો ઉચ્ચપ્રદેશ ૧૨૨૦ મી.થી પણ વધુ ઊંચાઈ પર છે. મોટા બંધ કે પાળા (great duke) તરીકે ઓળખાતો ડુંગરાળ અને ખનિજોથી સમૃદ્ધ પ્રદેશ ૪૮૩ કિમી. સુધીની લંબાઈમાં વિસ્તરેલો છે.



                    નીચાણવાળો વેલ્ડ પ્રદેશ ઓછી વસ્તીવાળો અને અવિકસિત છે. ઝામ્બેઝી, લિમ્પોપો અને અબીલુંડ નદીઓની ખીણ અને તટપ્રદેશ સપાટ છે. પૂર્વમાં ઇનયાંગની અને ચીમનીમની પર્વતમાળાનો પ્રદેશ આવેલો છે. ઇનયાંગ પર્વતનું સૌથી ઊંચું શિખર ૨૫૯૩ મી. ઊંચાઈ ધરાવે છે.

 


                        હાઈવેલ્ડના ઉચ્ચપ્રદેશનું સરાસરી માસિક તાપમાન ઑક્ટોબરમાં ૧૮° અને જુલાઈમાં ૧૧ સે. રહે છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન શિયાળામાં ઉચ્ચપ્રદેશમાં હિમ પડે છે. ઝામ્બેઝી નદીની ખીણમાં ઑક્ટોબરમાં ૩૦૦ સે. અને જુલાઈમાં ૨૦૦ સે. તાપમાન રહે છે. દેશમાં સરાસરી વરસાદ ૨૬૦૦ મિમી. જેટલો પડે છે. એકંદરે ઉચ્ચપ્રદેશની આબોહવા ઊંચાઈને લીધે આનંદદાયક અને હૂંફાળી રહે છે, પણ નદીઓની ખીણોનો ભાગ ગરમ રહે છે. આખું વરસ દેશમાં ભેજનું પ્રમાણ ઓછું રહે છે.

 


                    ઉચ્ચપ્રદેશના મોટા ભાગમાં સવાના પ્રકારનું ઊંચું ઘાસ અને નીચાં કાંટાળાં વૃક્ષો (scrubs) જોવા મળે છે. ઝામ્બેઝીના નીચાણવાળા વેલ્ડ પ્રદેશમાં સૂકાં પર્ણપાતી પ્રકારનાં સાગ, બેઓબેબ અને મોપાની વૃક્ષો જોવા મળે છે. દેશના સૂકા પ્રદેશોમાં બાવળ થાય છે.

 


                    આ દેશમાં હાથી, હરણ, ઝિબ્રા, સિંહ અને દીપડા જેવાં જંગલી પ્રાણીઓ જોવા મળે છે. ઢોરની સંખ્યા ઓછી છે. આ પ્રદેશમાં ત્સેન્સે માખીનો ઉપદ્રવ છે. તે સ્લીપિંગ સિકનેસ નામથી ઓળખાતો રોગ ફેલાવે છે.

 


                    આ દેશના ઉચ્ચપ્રદેશમાંથી તાંબું, ક્રોમિયમ, સોનું, ઍસ્બેસ્ટૉસ, બૉક્સાઇટ, રૉક-ફૉસ્ફેટ, પ્લૅટિનમ અને નીચાણવાળા ભાગમાંથી કોલસો મળે છે. દેશની કેટલીક જમીન રેતાળ અને બિનફળદ્રુપ છે. જમીનના ધોવાણથી તે નિક્ષેપનવાળી (leached) બની છે. અહીં બાજરી, મકાઈ, જુવાર, ઘઉં, તમાકુ, શેરડી, મગફળી, શિંગો, કપાસ અને ચા થાય છે. કુલ વસ્તીના ૩૫ % લોકો ખેતીવાડીમાં રોકાયેલા છે. ઝામ્બેઝી નદી ઉપર બાંધવામાં આવેલા બંધથી વીજળી ઉપલબ્ધ થાય છે. અહીંનું કરીબુ સરોવર જાણીતું છે.

 


                    હરારે અને બુલવાયો નગરોમાં લોખંડ અને પોલાદ, સુતરાઉ કાપડ, રસાયણ, કાગળ, સ્વચલિત વાહનો, તમાકુ અને ચામડાની વસ્તુઓના તથા ખાઘપ્રક્રમણના ઉદ્યોગો વિકસ્યા છે.

 

 

                        દેશના મોટા ભાગના લોકો પરંપરાગત ધર્મ પાળે છે. તે લોકો બાન્ટુ નામે જાણીતા છે. બાકીના લોકો ખ્રિસ્તી છે. એશિયનો પૈકી કેટલાક મુસ્લિમ અને હિંદુ છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા નોંધપાત્ર છે. દેશમાં અંગ્રેજી, શોના અને જોડબેલે ભાષાઓ બોલાય છે. ગોરાઓ રાજવહીવટ, વેપાર અને ઉદ્યોગમાં છે. અશ્વેત લોકો નાના ખેડૂતો અને મજૂરો છે. તે લોકો ગામડામાં માટીનાં ઘરોમાં રહે છે. બાન્ટુ જાતિના લોકો શહેરમાં આવી નોકરીઓ કરે છે તથા ગોરા લોકો માટે ખાણમાં મજૂરી કરે છે. ઝિમ્બાબ્વેમાં ફુગાવો એટલો બધો વધી ગયો છે કે તે દેશની સરકારે રૂ. ૧ કરોડની ચલણી નોટ બહાર પાડી છે

 


ઇતિહાસ :

                        આ પ્રદેશમાં પથ્થરયુગમાં લોકોનો  વસવાટ હતો. ૧૨મીથી ૧૬મી સદી સુધી ત્યાં બાન્ટુ લોકોનું રાજ્ય હતું. ત્યાં લોકોએ ગ્રેટ ઝિમ્બાબ્વે નગર બાંધ્યું હતું. ત્યાંના લોકો સોનું, તાંબું વગેરે ખનિર્જી વેચીને જરૂરી ચીજો ખરીદતા હતા. પોર્ટુગીઝોએ ૧૬મી સદીમાં ત્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો. . . ૧૮૯૩માં સેસિલ ોડ્ઝની સાઉથ આફ્રિકા કંપનીએ ત્યાંનો ઘણોખરો પ્રદેશ કબજે કર્યો. . . ૧૮૯૬ અને ૧૮૯૭માં આફ્રિકનોએ કરેલા બળવા, કચડી નાખવામાં આવ્યા. . . ૧૯૨૩માં સધર્ન અેડેશિયા બ્રિટિશ સંસ્થાન તરીકે સ્વાયત્ત થયું. નવેમ્બર, ૧૯૬૫માં વડાપ્રધાન ઈઆન સ્મિથે ોડેશિયાને સ્વતંત્ર જાહેર કર્યું. ૧૯૭૯માં એબલ મુઝોરેવા પ્રથમ અશ્વેત વડાપ્રધાન બન્યા. ૧૯૮૦માં ચૂંટણી પછી રૉબર્ટ મુગાબે વડાપ્રધાન બન્યા


                        બ્રિટને તેની સ્વતંત્રતા માન્ય રાખી. ‘ર્હોશિયાનું નામ બદલીને ઝિમ્બાબ્વેરાખવામાં આવ્યું. ૧૯૮૭માં વડાપ્રધાનનો હોદ્દો રદ કરીને સરકારના સર્વોચ્ચ વડા તરીકે પ્રમુખનો હોદ્દો શરૂ થયો. મુગાબે દેશના પ્રમુખ બન્યા. ૧૯૯૦માં મુગાબે ફરીથી પ્રમુખ ચૂંટાયા. તે પછી બેકારી, ફુગાવો, લાંચરુશવત વગેરેના કારણે દેશમાં રોટી-૨મખાણો તથા હિંસક દેખાવો થયાં. માર્ચ, ૨૦૦૨માં થયેલી ચૂંટણીમાં મુગાબે ફરીથી છ વર્ષ માટે પ્રમુખ ચૂંટાયા. ૨૦૦૬માં આર્થિક તકલીફો વધી; અને ફુગાવો પુષ્કળ વધ્યો. ૨૦૦૮માં પણ આવી જ સ્થિતિ ચાલુ રહી. ૨૦૦૯માં દેશના પ્રમુખ રૉબર્ટ મુગાબે હતા. ફેબ્રુઆરી, ૨૦૧૦માં મૉર્ગન સ્વનગીરાઈ વડાપ્રધાન થયા. તેઓ મુવમેન્ટ ફૉર ડેમૉક્રેટિક ચેઇન્જ પક્ષના નેતા હતા.



READ ઝિબ્રા,Zebra







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ