ઝિબ્રા
આફ્રિકાનું શરીર પર પટ્ટા ધરાવતું, ઘોડાને મળતું આવતું સસ્તન વન્ય પ્રાણી.
ઝિબ્રા, ઘોડાં અને ગધેડાં એક કુળનાં પ્રાણીઓ છે. ઝિબ્રાને લાંબા કાન, ટૂંકી કેશવાળી અને ભરાવદાર પૂંછડી હોય છે. તેની ત્વચાનો રંગ મુખ્યત્વે સફેદ હોય
છે, તેના પર કાળા રંગના પટ્ટા હોય છે. કોઈ પણ બે ઝિબ્રાના કાળા પટ્ટાની ભાત
એકસરખી નથી હોતી.
ઝિબ્રા ટોળામાં રહેવાનું પસંદ કરે છે
અને તે બીજા ઝિબ્રાને તેની વિશિષ્ટ ભાતને લીધે ઓળખે છે. ટોળામાં સૌથી આગળ માદા ઝિબ્રા, તેની પાછળ તેનાં બચ્ચાં અને છેલ્લે તે બચ્ચાંનો પિતા નર ઝિબ્રા હોય
છે. નબળું કે ઘાયલ પ્રાણી ટોળાની વચ્ચે રહે છે. નર ઝિબ્રા ટોળાનું રક્ષણ કરે છે. સિંહ તેનો ભક્ષક છે. ઘણી વાર પોતાનો જાન ગુમાવીને પણ તે ટોળાનું રક્ષણ કરે છે. ઝિબ્રા જિરાફ, ચોશિંગા કે શાહમૃગના ટોળા સાથે સહેલાઈથી ભળી જાય છે.
ઝિબ્રાની ઊંચાઈ ૧.૨ મી.થી ૧.૫મી. જેટલી હોય છે. તે શાકાહારી પ્રાણી છે. તે ૬૦ કિમી./ કલાકની ઝડપથી દોડી શકે છે. તે ખુલ્લા ઘાસના મેદાનમાં રહેવાનું
પસંદ કરે છે.
ઝિબ્રા ઘોડા કે ગધેડાની જેમ સહેલાઈથી
કામમાં આવી શકતાં નથી. ઝિબ્રાનાં માંસ તથા આકર્ષક ચામડાની માંગને કારણે મોટી સંખ્યામાં
તેમની હત્યા થાય છે. આફ્રિકામાં તેની કેટલીક જાતિઓ નાશ થવાની તૈયારીમાં છે અને ક્વાગા
નામની તેની જાત તો નામશેષ થઈ ગઈ છે.
અંજના ભગવતી
READ ઝવેરચંદ મેઘાણી,Zawerchand Meghani
0 ટિપ્પણીઓ
Please do not share links in comment