જુનો ભાખડો છે.
કટલાયને મંજલ સુધી પહોંચાડ્યા છે એણે,
આજ ભલે એ સરકારી બસ જૂનો ભાખડો છે.
જ્યારથી એણે વાત જાણી એ કન્યાના દુ:ખની,
ત્યારથી સૂનમૂન એ કુંભારનો ચાકડો છે.
કટલાયને મંજલ સુધી ………..
અંધાર ભરી રતે જેનાથી ડરી હું ભગ્યો’તો,
સવારે જોયુ ત્યારે ખબર પડી એતો સફેદ આકડો છે.
કટલાયને મંજલ સુધી ………..
ખારાશ બધી સંઘરી બધાયે ને લૂણો લાગ્યો,
સંબંધની દિવાલ પર પડ્યો આજે ગાબડો છે.
કટલાયને મંજલ સુધી ………..
તારે જવું જ હોય તો અહંમ ને કોરાણે મુકતો જાજે,
એક જ જઈ શકે તેવો પ્રેમ નો મારગ સાકડો છે.
કટલાયને મંજલ સુધી ………..
જેના પર બેઠી હતી મંત્રી ઓની પરિષદ,
ખરું કહું તો એ ઉધઈ નો મોટો રાફડો છે.
કટલાયને મંજલ સુધી ………..
નેતાએ ફરકાવેલ રાષ્ટ્રધ્ધજ લહેરાતો થંભી ગયો,
જ્યારે ધ્વજે જોયું કે બાળકના હાથમાં પાવડો છે.
કટલાયને મંજલ સુધી ………..
કવિ શ્રી:- લુંભાણી ગોપાલભાઇ
Read ટાન્ઝાનિયા,
0 ટિપ્પણીઓ
Please do not share links in comment